News of Saturday, 12th April 2025
સુરતમાં ૧૧૮ હીરા કારીગર ઝેરથી મૃત્યુ પામે તેવા ખોફનાક કાવતરાંમાં ઘરના જ ઘાતકી નિકળ્યા
ગુજરાતભરમાં વાયરલ અને ૧૦૪ રત્ન કારીગરોને ઝેરી અસરની ઘટના પાછળ કોઇ આતંકવાદી કળત્ય નહતું: અકિલા સમક્ષ ડીસીપી આલોકકુમાર, પીઆઇ મનોજ ઔસુરા ભેદ પરથી પડદો ઉંચકે છે મોટું દેણું થતાં નિકુંજ દ્વારા બે કાતિલ ઝેરના પડીકા પોતાનું જીવન ટૂંકાવવા લાવેલઃ હિંમત ન ચાલતા કાતિલ ઝેર સહુ પાણી પીએ છે તેમાં ઢોળ્યું: શંકા ન જાય તે માટે વાસ આવવાની સ્ટોરી ઊભી કરેલ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા ઘટના પ્રકાશમાં આવતા સાથે વિવિધ ટીમો, એફએસએલની મદદ સાથે પોલીસ ટીમને સતત માર્ગદર્શન આપતા પોલીસ આરોપી સુધી પોહચી

રાજકોટ, તા. ૧રઃ સુરતમાં ૧૧૮ રત્ન કારીગર ( હીરા કારીગર) મોતના ખપ્પરમાં હોમાય જાય તે રીતે ઝેર ભેળવવાના રાજ્યભરમાં ચકચારી મામલામાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા સમગ્ર મામલે ખૂબ ગંભીરતા દાખવી ડીસીપી ઝોન ૧ આલોક કુમારના નેતળત્વ હેઠળ કાપોદ્રા પોલીસ મથકના અનુભવી પીઆઇ પીઆઇ મનોજ ઔસુરા ટીમને તપાસ સુપ્રત કરતા કારખાનાના કારીગર નિકુંજને સીસીટીવી કેમેરા સહિત બાતમીદાર વર્તુળોને કામે લગાડી શોધી કાઢતા સુરતવાસીઓ અને પોલીસ કમિશનર સહિત તમામ પોલીસ સ્ટાફે નિરાંતનો શ્વાસ લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાપોદ્રા વિસ્તારમાં આવેલી અનબ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સેલ્ફોસ (એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ) નામની ઝેરી દવાનું પાઉચ ભેળવી દેવામાં આવ્યું હતું. આ ઝેરી પાણી પીધા બાદ કારખાનાના ૧૧૮ રત્ન કલાકારોને સેલ્ફોસની અસર થઈ હતી. જેમાંથી ૧૦૪ રત્ન કલાકારોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, જ્યારે હજુ પણ ૪ રત્નકલાકારો આઈસીયુમાં અને ૧૨ રત્નકલાકારો ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહ્યા હતા. પોલીસે આ ઘટનાને રત્નકલાકારોની સામૂહિક હત્યાના પ્રયાસ તરીકે ગણીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
હાલમાં ૧૧૮ અસરગ્રસ્તોમાંથી ૪ આઈસીયુ સહિત કુલ ૧૬ રત્નકલાકારો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. કિરણ હોસ્પિટલમાંથી દાખલ કરાયેલા ૧૦૪ માંથી ૯૦ રત્નકલાકારોને રજા આપવામાં આવી હતી, જ્યારે ડાયમંડ હોસ્પિટલમાંથી દાખલ કરાયેલા ૧૪ માંથી ૧૨ને રજા મળી ગઈ હતી. હાલમાં કિરણ હોસ્પિટલમાં ૨ અને ડાયમંડ હોસ્પિટલમાં ૨ રત્નકલાકારો આઈસીયુમાં હતા, તેમ ડીસીપી આલોક કુમાર પીઆઇ મનોજ ઔસુરાએ અકિલા સાથેની વાતચીતમા જણાવ્યું હતું. આજ કારખાનાના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા નિકુંજ ઉપર મોટું દેણું થતાં પોતે આપઘાત કરવાનો વિચાર કરી આ કાતિલ ઝેરના બે પેકેટ લાવેલ. આ પછી તેની મારવાંની હિંમત ન હાલતા ઝેરનું પડીકું જ્યાંથી સહુ પાણી પીએ છે તેમાં ઢોળ્યું હતું. પોતાના પર શંકા ન જાય તે માટે પાણીમાં વાસ આવી રહ્યાનું પણ જીવનદાશ્વને જણાવ્યું હતું.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને આ મામલામાં કોઈ અંદરના શખ્સની સંડોવણી હોવાની શંકા આધારે આ દિશામાં તપાસ સાથે એફએસએલ ની પણ ડીસીપી આલોક કુમારે મદદ મેળવી હતી.આતંકવાદી ઘટના હોવાની લોક વાયકા આગળ ન વધે તે માટે આ કારખાનાના તમામ કારીગર અને અનભ જેમ્સ નામના આ હીરાના કારખાનાના ડીલર, સબ ડીલર સુધી અમે તપાસ કરી હતી તેમ પીઆઇ મનોજ ઔસૂરા દ્વારા જણાવાયું હતું.
સદર કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એમ.બી. ઔસુરા ની સુચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોલીસ ઇન્સપેકટર એમ.આર. સોલંકી તથા સર્વેલન્સ પો.સ.ઈ એમ.બી. વાઘેલા તથા પો.સ.ઇ એન.એ. પટેલ તથા પો.સબ.ઇન્સ એમ.એ. રબારી તથા પો.સબ.ઇન્સ ડી.બી. પીંજર તથા પો.સબ.ઇન્સ એમ.વી. ગોઘાણી તથા એએસઆઇ પંકજભાઇ સુરેશચન્દ્ર તથા પી.એએસઆઇ રાજદિપભાઈ ગોરખભાઇ તથા પી.એએસઆઇ મિલનભાઇ પ્રવિણભાઇ એચસી રવિરાજસિંહ ધીરૂભાઇ એચસી સંજયભાઇ મનજીભાઇ એચસી દામજીભાઇ ધનજીભાઈ એચસી રામશીભાઇ રામાભાઇ એચસી જગદિશભાઈ નરશીભાઇ એચસી મહેન્દ્રસિંહ મનુભાઇ તથા પીસી ઘેલાભાઇ તેજાભાઇ પીસી નિમીતભાઇ ઘનશ્યામભાઈ પીસી રઘુભાઇ મગનભાઇ પીસી પ્રતિપાલસિંહ જનકસિંહ પીસી રઘુભાઇ મગનભાઇ પીસી જય શૈલેષભાઇ પીસી અર્જુનસિંહ મહાવીરસિંહ પીસી કુલદિપસિંહ વિક્રમસિંહ પીસી અજયભાઇ ડાયાભાઇ તથા ચોકી સ્ટાફ તથા ઓફીસ સ્ટાફના તમામ પોલીસ કર્મચારી નાઓએ ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે

(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
