હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારની તૈયારી : 43 AICC નિરીક્ષક અને 183 પીસીસી નિરીક્ષકની નિમણૂક કરાઈ : જુઓ સંપૂર્ણ યાદી
હાઇકમાન્ડે દરેક જિલ્લા કોંગ્રેસ સમિતિમાં એક એઆઈસીસી નિરીક્ષક સાથે ચાર પીસીસી નિરીક્ષકોનું એક જૂથ બનાવ્યું :મંગળવારે મોડાસા ખાતે પહેલી બેઠક નિરીક્ષકોની યોજાશે.

અમદાવાદ : ગુજરાતમા કોંગ્રેસને બેઠી કરવા માટે પ્રયાસો હાથ ધરવામા આવી છે. જેમા હાલમા અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. જેમાં સંગઠનમા મોટા ફેરફારની શકયતા વ્યક્ત કરવામાં આવી હતી.
તેવા સમયે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ આજે 43 એઆઇસીસી નિરીક્ષકો અને ગુજરાતના 183 નેતાઓને પીસીસી નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે તેમને જિલ્લા પ્રમુખોની નિમણૂક કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત 7 સહાયક નિરીક્ષકોની નિમણૂક કરવામા આવી છે.
જેમા મિશન ગુજરાત અંતર્ગત, હાઇકમાન્ડે દરેક જિલ્લા કોંગ્રેસ સમિતિમાં એક એઆઈસીસી નિરીક્ષક સાથે ચાર પીસીસી નિરીક્ષકોનું એક જૂથ બનાવવામાં આવ્યું છે.
એઆઇસીસીના 43 નિરીક્ષકો અને સાત સહાયક નિરીક્ષકોની જાહેરાત કરી છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના 183 નિરીક્ષકોની જાહેરાત કરવામાં આવી છે. એઆઇસીસીના એક નિરીક્ષક સાથે ગુજરાત કોંગ્રેસના ચાર નિરીક્ષક સાથે રહેશે. ગુજરાત કોંગ્રેસના નિરીક્ષકોમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્ય સહિત યુવા અને વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાઓ અગાઉ પણ કહી ચૂક્યા છે કે કોંગ્રેસ પક્ષ 2025ના વર્ષને સંગઠન મજબૂત કરવા અભિયાન શરૂ કરશે. જે અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગુજરાતની શરૂઆત કરવામાં આવશે. આગામી 15 એપ્રિલના રોજ મોડાસા ખાતે પહેલી બેઠક નિરીક્ષકોની યોજાશે.
જેમા રાજસ્થાનના હરીશ ચૌધરી, બાબુલાલ નાગર, અર્જુન બામણિયા, નીરજ ડાંગી, હરિશ્ચન્દ્ર મીણા, ભજનલાલ જાટવ, કુલદીપ ઇન્દોરા, ધીરજ ગુર્જર, ઇન્દિરા મીણા, અમીન કાગઝી, જગદીશ જાંગીડ અને મનીષા પવાર જેવા નેતાઓને પણ એઆઇસીસી નિરીક્ષકોની જવાબદારી સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશને અનેક રાજકીય ચર્ચાઓ વહેતી કરી છે. જેમા કોંગ્રેસ ગુજરાતમાં બેઠી થવા કમર કસી રહી છે. તેમજ કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી સહિતના નેતા દેશની જેમ ગુજરાતમા જાતિ આધારિત ગણતરીને મુદ્દો બનાવવા માંગે છે. જોકે, રાજયના સ્થાનિક નેતાઓ ભૂતકાળના અનુભવના આધારે આ મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે. જેના પગલે કોંગ્રેસના ગુજરાત માટેના વર્ષ 2027ના રોડમેપ અંગે કોંગ્રેસમા અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
