News of Saturday, 12th April 2025
સાગબારા ફાઇનાન્સ કંપનીના બ્રાંચ મેનેજરના પત્ની ગુમ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

(ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારામાં એક ફાઇનાન્સ કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિના પત્ની કોઈને કઈ કહ્યા વિના ક્યાંક ચાલ્યા જતા પતિએ પોલીસની મદદ લીધી છે
મળતી માહિતી અનુસાર મંગળદાસ ગણપતભાઈ વસાવા (ફાયનાન્સ કંપનીમાં બ્રાંચ મેનેજર)( મુળ રહે.ભોરઆમલી તા.સાગબારા,જી.નર્મદા હાલ રહે.સાગબારા, પોસ્ટ ઓફીસની બાજુમાં )નાઓ એ પોલીસને જાણ કર્યા મુજબ તેમના પત્ની ભુમિકાબેન મંગળદાસ ગણપતભાઈ વસાવા ગઇ તા.૦૪/૦૪/૨૦૨૫ ના રોજ સાગબારા ખાતે આવેલ પોતાના ભાડાના રૂમેથી પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી કોઇને કહયા વગર કયાંક જતા રહી ગુમ થયેલ થઇ જતા સાગબારા પોલીસે તેમની શોધખોળ આદરી છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
