<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

મહુપાડા ગામમાંથી નર્મદા SOG એ રૂ.૧.૬૦ લાખનો વિસ્ફોટક પદાર્થ સાથે મુદામાલ ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મહુપાડા ગામમાંથી નર્મદા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ વિસ્ફોટક પદાર્થ ઝડપી ગુનો દાખલ કર્યો છે

    મળતી માહિતી અનુસાર નર્મદા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી બાતમીના આધારે મહુપાડા ગામમાંથી વગર પાસ પરમીટનો વિસ્ફોટક પદાર્થ (૧) ૨૨ સે.મી. લંબાઈની જીલેટીન સ્ટીક નંગ -૧૫૧ કિ.રૂ.૯૦૬૦- તથા (૨) ઇલેકટ્રીક ડીટોનેટર વાયર સાથેના નંગ-૧૫૩ કિ.રૂ. ૧૫૩૦- (૩) સ્વરાજ ટ્રેક્ટર નંબર-જીજે-૦૭-ઇ-૧૨૪૪ની કિંમત રૂપીયા.૧,૫૦,૦૦૦-મળી કુલ રૂ.૧.૬૦.૫૯૦-નો મુદામાલ રાજેન્દ્ર બુધ્ધરાજ જૈન (રહે.કપુરા તા.વ્યારા જી.તાપી )એ આ વિસ્ફોટકનો જથ્થો પોતાના કબજામાં રાખવાની જવાબદારી હોવા છતાં માણસોની જીંદગી જોખમમાં મુકાય અથવા કોઇ વ્યક્તિને હાની કે વ્યથા થવાની સંભાવના હોવાનું જાણતો હોવાં છતાં બેદરકારી ભર્યું કૃત્ય કરી વિસ્ફોટક પદાર્થનો જથ્થો રોશનલાલ ગુલાબચંદ શાહ ને બિન અધિકૃત રીતે આપી પાસ પરમિટનો ભંગનો ગુનો કરતા એસ.ઓ.જી. એ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:26 PM IST)