<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th April 2025

લો બોલો...૧૭ વર્ષીય બાળકનું ડાયાબીટીસના કારણે મોત નીપજ્યું

હાલ ૧૭ વર્ષના આ બાળકને ચાર વર્ષથી ડાયાબીટીસની બીમારી હતી એટલે કે ૧૩ વર્ષની ઉંમરે જ આ બીમારી લાગુ થઈ હતી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઉંડવા ગામના બાળકનું ડાયાબિટીસ થવાના કારણે મોત થતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે

   મળતી માહિતી અનુસાર ધર્મેન્દ્ર સુખરામ તડવી (ઉ.વ.૧૭ )( રહે.સ્કુલ ફળીયુ, ઉંડવા ગામ તા-ગરુડેશ્વર જી.નર્મદા) ને ૧૩ વર્ષની ઉંમરનો હતો ત્યારથી જ ડાયાબિટીસની બીમારી હતી અને હાલ તેની ઉંમર ૧૭ વર્ષ થતા તેનો ડાયાબિટીસ અચાનક વધી જતા કે અન્ય કારણોસર તેની તબિયત લથડતા તેને પ્રથમ સારવાર માટે રાજપીપલા સિવિલ.હોસ્પિટલ ખાતે લઇ ગયેલા અને ત્યાંથી વધુ સારવાર માટે S.S.G.H (હોસ્પીટલ) ખાતે લઇ આવતા ફરજ પરના ડોકટર એ તેને મૃત જાહેર કરતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:28 PM IST)