<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

સાબરકાંઠાના વડાલીમાં પરિવારના સામૂહિક આપઘાતથી પરિવારનો માળો વિખેરાયોઃ પતિ-પત્નીનું મોતઃ બાળકો સારવાર હેઠળ

એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા ભારે હડકંપ મચી ગયો હતો, હાલમાં 3 સંતાનોની સારવાર ચાલી રહી છે,તો રિવારના આપઘાત પાછળનું કારણ અકબંધઃ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ ચલાવી રહી છે

સાબરકાંઠાના વડાલીમાં સગર પરિવારના સામૂહિક આપઘાત કેસમાં પતિ-પત્નીનું મોત થયું છે જેમા પતિ પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા ગટગટાવી હતી અને સમગ્ર પરિવાર વડાલી બાદ ઈડરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે,જેમાંખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત રાત્રીએ પતિનું મોત થયું હતુ તો આજે પત્નીનું મોત થયું હોવાની વાત સામે આવી છે.બંને મૃતકોના મૃતદેહને પીએમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડયા છે.
સામૂહિક આપઘાત માં બે ના મોત થતા વડાલી પંથકમાં ચકચાર મચી છે,જો કે સામૂહિક આપઘાતનું કારણ હજુ પણ અકબંધ છે અને અચાનક આપઘાતના પગલે પરિવારમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ તંત્ર પણ દોડતું થયું છે.પરિવારના અન્ય સભ્યોની પણ પોલીસે પૂછપરછ કરી છે અને નિવેદન નોંધીને વધુ તપાસ હાથધરી છે,પોલીસે મૃતકોના ફોન પણ તપાસ માટે મોકલ્યા છે અને કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથધરી છે.

(11:46 AM IST)