News of Sunday, 13th April 2025
અમદાવાદના વટવા વિસ્તારમાં એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા: ખળભળાટ
પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા કવાયત શરૂ: યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે

અમદાવાદ : અમદાવાદના વધુ એક યુવકની હત્યાની ઘટના સામે આવી છે. વાસ્તવમાં અમદાવાદના વટવા વિસ્તારમાં એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાતાં ખળભળાટ મચી ગયો છે. ઘટના ને લઈ મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ ઘટનાની જાણ થતાં જ વટવા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે. નોંધનીય છે કે, આ પહેલા પણ અમદાવાદમાં હત્યાના બનાવો સામે આવી ચૂક્યા છે.
મેટ્રોસિટી અમદાવાદના વટવા વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વટવા વિસ્તારમાં સદભાવના ચાર માળિયા પાસે એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ છે. પ્રાથમિક વિગતો મુજબ આ યુવકનું નામ જાવેદ સલીમ પઢેલ હોવાનું ખૂલ્યું છે. આ તરફ યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાનું પણ મનાઈ રહ્યું છે. જોકે આ મામલે પોલીસ હવે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
