<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ : ખેડૂતોની ચિંતા વધી : વરસાદ થાય તો પાકને નુક્શાનની ભીતિ

જો માવઠું થાય તો મકાઈ, મગફળી, બાજરી, દિવેલા, ઘાસચારા જેવા પાકોને નુકસાન થઈ શકે

મહીસાગર જિલ્લામાં આજે રવિવારે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. જોકે ગરમીથી લોકોને જરૂર રાહત મળી છે. વાદળછાયા વાતાવરણને લઈને તાપમાનનો પારો ઘટ્યો છે. જો માવઠું થાય તો મકાઈ, મગફળી, બાજરી, દિવેલા, ઘાસચારા જેવા પાકોને નુકસાન થઈ શકે છે તેમ ખેડૂત વર્ગમાં ચર્ચા થઈ રહી છે.


 

(7:34 PM IST)