<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th April 2025

રાજપીપળામા ક્રિકેટ પર સટ્ટો રમતા બે નબીરાઓને રૂ.૯૦,૯૦૦ ના મુદામાલ સાથે LCB એ ઝડપી લીધા

લખન સુર્યકુમાર પંડયા(રહે.દરબાર રોડ, રાજપીપલા તથા અનુરાગ સાધશરણ પંચોલી( રહે.દોલતબજાર, રાજપીપલા )પોલીસ રેડમાં ઝડપાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:હાલમાં ચાલી રહેલ ઇન્ડીયન પ્રીમીયર લીગ ૨૦૨૫ની ક્રિકેટ મેચ પર રાજપીપળામાં કેટલાક લોકો સટ્ટો રમી રહ્યા હોવાની બાતમી મળતા એલસીબી ટીમે ત્યાં રેડ કરી મુદામાલ સાથે બે નબીરાને ઝડપી પાડ્યા હતા

   પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા એ.એસ.આઇ.કિરણભાઇ રતીલાલ બ.નં.૭૩૭ નોકરી એલ.સી.બી..નર્મદા નાઓએ આપેલ ફરિયાદ મુજબ રાજપીપળામાં આવેલ સુર્ય પ્લાઝા કોમ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ ખુલ્લી જગ્યામાં(૧) લખન સુર્યકુમાર પંડ્યા(રહે.દરબાર રોડ, રાજપીપલા) તથા (૨) અનુરાગ સાધશરણ પંચોલી( રહે.દોલતબજાર, રાજપીપલા) નાઓએ પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મોબાઇલ ફોનમાં હાલમાં ચાલી રહેલ ઇન્ડીયન પ્રીમીયર લીગ ૨૦૨૫ ની ક્રિકેટ મેચ સીરીઝમાં લખનઉ સુપર જાયન્ટસ V/S ગુજરાત ટાઇટન્સની ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગનો જુગાર રમી રમાડતા બંનેની અંગ ઝડતીના રોકડા રૂપિયા ૨૫,૯૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૬૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૯૦,૯૦૦- ના મુદ્દામાલ સાથે મળી આવતા બંને ને ઝડપી લીધા હતા તથા આ બંને ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટીંગનો જુગાર રમી રમવા માટેની આઇ.ડી.(૩)મહમદ જુનેદ મહમદ ઇકબાલ મેમણ રહે.દરબાર,રોડ રાજપીપલા પાસેથી વેચાણથી લઇ ગુનો કરતા એલસીબી નર્મદા ટીમે ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

 આ કેસની તપાસ પીએસઆઈ ડી.આર.રાઠોડ.એલસીબી, નર્મદા કરી રહ્યા છે.


 

(9:59 PM IST)