News of Sunday, 13th April 2025
મહારાષ્ટ્રથી નર્મદા પરિક્રમા કરવા આવેલા ભક્તનો એકતાનગર રેલ્વે સ્ટેશન ટીકીટ બારી પાસેથી મોબાઇલ ચોરી થતા ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર રેલ્વે સ્ટેશન ટીકીટ બારી પાસેથી એક ભક્તનો મોબાઈલ ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત વિગતો અનુસાર ઘોંડીભાઉ જ્ઞાનેશ્વર ઘનવડે (રહે.-રાજગુરુ નગર પુના નાશીક રોડ તા.ખેડ જી. પુણા (મહારાષ્ટ ) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેઓ સંબંધીઓ સાથે નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા ત્યારે એકતાનગર રેલ્વે સ્ટેશન ટીકીટ બારી પાસેથી તેમનો વન પ્લસ મોબાઇલ જેની કિંમત રૂ. ૧૬.૯૯૯ હોય જેને ટિકિટ બારી પાસે લાગેલી ભીડ માં કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ જતા એકતાનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જોકે આ ભક્તએ તંત્ર પર નારાજગી વ્યક્ત કરતાં ટેલિફોનીક વાતમાં જણાવ્યું કે એકતા નગર રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરા તો લાગ્યા છે પરંતુ એ શોભાના ગાઠિયા સમાન જણાયા કેમ કે મેં જ્યારે મોબાઈલ ચોરી બાબતે સીસીટીવી ફૂટેજ જોવા કહ્યું ત્યારે સામે જવાબ મળ્યો કે સીસીટીવી તો બંધ છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ અને હાલ ચાલી રહેલી નર્મદા પરિક્રમા માં આવતા લાખો લોકો માટે સીસીટીવી કેમેરા અત્યંત જરૂરી હોય જે ચાલુ હોવા જોઈએ.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
