News of Monday, 14th April 2025
સાબરકાંઠામાં પરિવારના પાંચ સભ્યએ ઝેર પીધું: માતા-પિતાના મોતઃ સંતાનો સારવાર હેઠળ
આર્થિક મુશ્કેલીઓના કારણે તેમણે આખા પરિવાર સાથે ઝેર ગટગટાવી લીધું

વડાલી તા.૧૪: મળતી વિગતો અનુસાર શ્રમિક પરિવારનાં વિનુભાઈ મોહનભાઈ સગર (ઉં.૪૨)એ પત્ની કોકિલાબેન (ઉં.૪૦) અને ત્રણ સંતાન સાથે મળીને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આસપાસના લોકોને ઘટના અંગે જાણ થતાં તેઓ તરત જ દોડી આવ્યા હતા.
આર્થિક મુશ્કેલીનાં કારણે ભર્યું આ પગલું
વિનુભાઈ સગર પરિવાર સાથે વડાલીના સાગરવાડા વિસ્તારમાં રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. -ાથમિક વિગતો અનુસાર આર્થિક મુશ્કેલીઓના કારણે તેમણે આખા પરિવાર સાથે ઝેર ગટગટાવી લીધું હતું.
ત્યાર બાદ તમામની તબિયત લથડવા લાગી હતી અને ઘરની અંદરથી આવતા અવાજ સાંભળીને પડોશીઓ દોડી આવ્યા હતા. પડોશના લોકોએ તાત્કાલિક બધાને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, પરંતુ હાલત વધુ ખરાબ થતી જોઈને ડોક્ટરોએ તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલ રીફર કર્યા હતા. ઝેરની અસર વધુ હોવાથી ત્રણેયની તબિયત ગંભીર છે, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે હાથ ધરી વધુ તપાસ
પરિવારના વડા વિનુભાઈ મોહનભાઈ સાગર (૪૪ વર્ષ) અને તેમના પત્ની કોકિલા ભાભી (૩૩ વર્ષ)નું હિંમતનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મળત્યુ થયું હતું. પુત્રીઓ ક્રિષ્ના ઉર્ફે ભૂમિકા બેન (૧૯), નીરવ કુમાર (૧૭), નરેન્દ્ર કુમાર ઉર્ફે શંકર (૧૫)એ ઝેરી દવા પી લીધી હતી.
પોલીસ તમામના નિવેદનો નોંધીને મામલાની વધુ તપાસ કરી રહી છે. મળતકના મોબાઈલ ફોન પરથી તપાસ કરવામાં આવશે તથા આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે. વડાલીમાં એક જ પરિવારના પાંચ સભ્યએ સામૂહિક આત્મહત્યાનો -યાસ કરવાને કારણે સમગ્ર વિસ્તારના લોકોમાં શોકની લાગણી વ્યાપી હતી. (૩પ.૮)
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
