<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

સુરતમાં આંગડિયા પેઢીઓ અને હીરાના પાર્સલ લૂંટવાના ફિરાકમાં આવેલી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ : પંજાબની ચોરાઉ કાર સાથે આવેલા ખુંખાર ગેંગસ્ટર જેમ્સ આલ્મેડ સહિત છ ઝડપાયા : ક્રાઈમ બ્રાન્ચનું સફળ ઓપરેશન

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ક્રાઈમ બ્રાન્ચના વડા રાઘવેન્દ્ર વસ્ત અને DCP ભાવેશ રોજીયાના સચોટ માર્ગદર્શન હેઠળ PI જયરાજસિંહ ઝાલા, PI જે. એન. ગૌસ્વામી અને PSI પી. કે. સોઢાની ટીમે આ મહત્વપૂર્ણ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું

સુરત: સુરતમાં આંગડિયા પેઢીઓ તેમજ હીરાના કિંમતી પાર્સલની લૂંટને અંજામ આપવાના ખતરનાક ઈરાદા સાથે પંજાબથી ચોરાયેલી કારમાં આવેલી આંતરરાજ્યની એક ખૂંખાર ગેંગને સુરત ક્રાઈમ બ્રાન્ચે એક વિશેષ ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેંગમાં જેમ્સ આલ્મેડ નામના એક કુખ્યાત ગેંગસ્ટર સહિત લગભગ અડધો ડઝન જેટલા ગુનેગારો સામેલ છે, જેઓ સુરતમાં કોઈ મોટી લૂંટને અંજામ આપવાની તૈયારીમાં હતા.


પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ક્રાઈમ બ્રાન્ચના વડા રાઘવેન્દ્ર વસ્ત અને DCP ભાવેશ રોજીયાના સચોટ માર્ગદર્શન હેઠળ PI જયરાજસિંહ ઝાલા, PI જે. એન. ગૌસ્વામી અને PSI પી. કે. સોઢાની ટીમે આ મહત્વપૂર્ણ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ચોક્કસ કાર્યવાહી કરીને આ ગેંગના સભ્યોને ચોરાયેલી કાર સાથે ઝડપી પાડ્યા હતા, જેના કારણે સુરતમાં સંભવિત મોટી લૂંટની ઘટના ટળી ગઈ છે. પોલીસ હવે આ ગેંગના સભ્યોની પૂછપરછ કરીને તેમના ગુનાહિત ઈતિહાસ અને અન્ય સાથીદારો વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ સફળતા સુરત પોલીસ માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે, જે શહેરની સુરક્ષા માટે સતત કાર્યરત છે.

 

(3:28 PM IST)