<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

GMCની ગર્વનિંગ કાઉન્‍સિલમાં પત્રકાર કલ્‍યાણ યોજનાઓ પર ભાર

ક્રિકેટ, ગરબા, જર્નાલિઝમ એવોર્ડ, મેડિકલ કેમ્‍પ, ‘‘જર્નાલિઝમ સ્‍ટુડન્‍ટ ઓફ ધ યર'' પર ચર્ચાઃ સભ્‍યપદ અભિયાન જાહેર થશે

અમદાવાદ. ગુજરાત મીડિયા ક્‍લબ (GMC)ની ગર્વનિંગ કાઉન્‍સિલની પ્રથમ બેઠક એજીએમ હોટલ પ્રાઇડ પ્‍લાઝા ખાતે યોજાઈ હતી. જેમાં, ક્‍લબના પ્રમુખ શ્રી નિર્ણય કપૂરે કોરોના રોગચાળા પછી ફરી એક વાર વાર્ષિક કેલેન્‍ડર બનાવવાની વાત કરી હતી, જેમાં પત્રકાર કલ્‍યાણ યોજનાઓ સાથે ક્‍લબના સભ્‍યો માટે આરોગ્‍ય શિબિર, ક્રિકેટ ટુર્નામેન્‍ટ, ગરબા ઉત્‍સવ સહિતની તમામ મનોરંજક પ્રવળત્તિઓ સરળતાથી ચલાવવામાં આવી હતી.

 શ્રી કપૂરે જણાવ્‍યું હતું કે ક્‍લબને ભવિષ્‍યમાં પત્રકારો માટે વધુ ઉપયોગી બનાવવા માટે એક એક્‍શન પ્‍લાન તૈયાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે ક્‍લબે અચાનક મળત્‍યુ પામેલા અડધા ડઝન (બિન-સભ્‍ય) પત્રકારોના પરિવારોને આર્થિક મદદ કરી હતી. બેઠકમાં જીએમસીની નવી ઓફિસને મહાનગરના પોશ વિસ્‍તાર નવરંગપુરામાં સ્‍થળાંતર કરવા પર સર્વસંમતિ સધાઈ હતી. ક્‍લબ ટૂંક સમયમાં નવી મેમ્‍બરશિપ ડ્રાઇવ અને કોર્પોરેટ મેમ્‍બરશિપની જાહેરાત કરશે. અગાઉ, જનરલ સેક્રેટરી અને ફાઉન્‍ડર ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી શ્રી સંજય પાંડેએ ક્‍લબની નવી એક્‍ઝિકયુટિવ બોડીની રચના, ક્‍લબનું નાણાકીય સંચાલન અને ક્‍લબની કાર્યક્ષમતા વધારવાની સાથે પત્રકારોને વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટેના પગલાં સૂચવ્‍યા હતા.

સિનિયર વાઇસ પ્રેસિડેન્‍ટ શ્રી દીક્ષિત સોનીએ ક્‍લબ માટે નવું બિલ્‍ડીંગ, સભ્‍યોને જરૂરી સગવડો પૂરી પાડવા અને ક્‍લબમાં બને તેટલા નવા સભ્‍યો ઉમેરવા વિશે વાત કરી. આ બેઠકમાં ઉપપ્રમુખ શ્રી આશિષ અમીન, ખજાનચી શ્રી અજીત સોલંકી, સંગઠન સચિવ શ્રી શત્રુઘ્‍ન શર્મા, જોઈન્‍ટ સેક્રેટરી શ્રી મનીષ દેસાઈ, કારોબારી સભ્‍યો શ્રી યોગેશ ચાવડા, શ્રી ધવલ ભરવાડ, શ્રી રૂતમ વોરા, શ્રી અલ્‍કેશ ભાઈ વગેરેએ ભાગ લીધો હતો.(૪૦.૨૬)

(3:48 PM IST)