તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Monday, 14th April 2025
મુકુંદભાઈ પુરોહિત બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના ફરી પ્રમુખ તરીકે ચૂંટાયા : સાડા ત્રણ દાયકા બાદ પ્રેસિડેન્ટની વધુ એક ટર્મ માટે પસંદગી
વર્ષ 2025-26 માટે નવી ટીમ જાહેર : ઇનોવેશન, રિસર્ચ અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવાનો સંકલ્પ

વડોદરા: બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (બીએમએ)ની વર્ષ 2025-26 માટેની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મુકુંદભાઈ પુરોહિતને ફરી એકવાર પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ સાથે બીએમએના ઇતિહાસમાં એક નોંધપાત્ર ઘટના બની છે, કારણ કે સાડા ત્રણ દાયકાથી વધુ સમય બાદ કોઈ પ્રમુખને તેમની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને વધુ એક કાર્યકાળ માટે પસંદ કરવામાં આવ્યા છે. આમ, 37 વર્ષથી વધુ સમય પછી હાલના પ્રમુખ મુકુંદભાઈ પુરોહિતને આગામી વર્ષ 2025-26 માટે બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
હાલમાં મળેલી બીએમએની એક ખાસ બેઠક બાદ વર્ષ 2025-26 માટે પ્રમુખ તરીકે મુકુંદભાઈ પુરોહિત, ઉપપ્રમુખ તરીકે ડૉ. મંગલા ચૌહાણ, ઓનરરી સેક્રેટરી તરીકે હિમાંશુ સુરા અને ઓનરરી ટ્રેઝરર તરીકે કેયુર શાહની નિમણૂક કરવામાં આવી છે.
બરોડા મેનેજમેન્ટ એસોસિએશન (બીએમએ)ના પ્રમુખ તરીકે વધુ એક વાર નિમણૂંક થયા બાદ મુકુંદભાઈ પુરોહિતે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, વર્તમાન સમય વૈશ્વિક સ્તરે એક પડકારજનક સમય છે. આવા સંજોગોમાં ઇનોવેશન (નવીનતા), રિસર્ચ (સંશોધન), ટ્રેનિંગ (તાલીમ) અને ડેવલપમેન્ટ (વિકાસ) તેમજ સ્ટાર્ટ અપ ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવાનો આ સમય છે. તેથી, દેશની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલરની બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવાના પ્રયત્નોમાં બીએમએ સક્રિયપણે જોડાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીએમએ આગામી વર્ષ દરમિયાન તેના સભ્યો, વિવિધ ઇન્સ્ટિટ્યૂટ્સ, યુનિવર્સિટીઝ, વડોદરા અને આસપાસના બિઝનેસ હાઉસીઝ તેમજ નગરજનો તમામ માટે ઇનોવેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ટ્રેનિંગ, સ્કીલ ડેવલોપમેન્ટના ક્ષેત્રમાં મદદરૂપ થવા માટે સતત પ્રયત્નશીલ રહેશે અને કુશળ માનવબળ તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપશે. મુકુંદભાઈ પુરોહિતની ફરીથી નિમણૂંક બીએમએના સભ્યો અને વડોદરાના ઉદ્યોગ જગત માટે એક સકારાત્મક સંકેત માનવામાં આવે છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
