<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ (મણમાં) ભાવનગર માર્કેટ યાર્ડમા 663 રૂપિયા બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં શું ભાવ : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 4,145.80 ટન ઘઉંની આવક થઇ: જાણો લોકવન અને ટુકડા ઘઉંની આવક અને ભાવ

અમદાવાદ :આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 4,145.80 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) ભાવનગર માર્કેટ યાર્ડમા 663 રૂપિયા બોલાયો હતો. ભાવનગર યાર્ડમાં નીચો ભાવ 478 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 612 રૂ., ગોંડલમાં 606 રૂ., મોરબીમાં 590 રૂપિયા ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ ગોંડલમાં 686 રૂ. અને નીચો ભાવ 400 રૂપિયા બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,145.80 ટન ઘઉંની આવક થઇ છે.

(8:02 PM IST)