News of Monday, 14th April 2025
રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5891 રૂપિયા સુધી બોલાયો : જાણો 15 યાર્ડના ભાવ : જૂઓ સંપુર્ણ યાદી
ગુજરાતની 15 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,050.26 ટન જીરાની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન જીરાની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 15 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,050.26 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5891 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4 હજાર રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત વાવમાં 5251 રૂ., ગોંડલમાં 5081 રૂ., મહુવામાં 5 હજાર રૂ., મોરબીમાં 4926 રૂ., રાજકોટમાં 5 હજાર રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,050.26 ટન આવક થઇ છે.

(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
