તા. ૨૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૧૦ શુક્રવાર
News of Monday, 14th April 2025
ગઠિયાએ પોન્ઝી સ્કીમમાં ફસાવી દીધા: મેમ્બર લાવવાનું કહીને 25 જેટલા લોકો પાસેથી 36.70 લાખ પડાવી લીધા
વૃધ્ધે ગઠિયા સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી: 50થી વધુ લોકો સાથે 70 લાખથી વધુની ઠગાઇ આચર્યાની શંકા

અમદાવાદ :અમરાઈવાડીમાં રહેતા અને પાર્લરમાં નોકરી કરતા યુવકે દુકાને ખરીદી કરવા આવતા વૃદ્ધને ટાર્ગેટ કરીને પોતાની પોન્ઝી સ્કીમમાં ફસાવી દીધા હતા. ગઠિયાએ લોકોને મેમ્બર લાવવાનું કહીને 25 જેટલા લોકો પાસેથી કુલ રૂ. 36.70 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ ઠગે સ્કીમ બંધ કરી રૂપિયા આપવાના સમયે બહાના બનાવવા લાગ્યો હતો. વૃદ્ધ સહીત અન્ય લોકો રૂપિયાની ઉઘરાણી કરતા ઠગે પોતાની ઓળખાણ બહુ ઉંચે સુધી છે, અને ખુબ પહોંચેલો છે તેમ કહીને વૃદ્ધને શાંત પાડી દીધો હતો. આ અંગે વૃધ્ધે ગઠિયા સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જેમાં 50થી વધુ લોકો સાથે 70 લાખથી વધુની ઠગાઇ આચર્યાની શંકા છે.
અમરાઇવાડીમાં રહેતા 70 વર્ષીય રમેશભાઇ રાવત નિવૃત જીવન ગુજારે છે. જેમાં તેમની સોસાયટીની સામે વિજય અગ્રવાલ રહેતો હતો અને પાન પાર્લર પર તે નોકરી કરતો હોવાથી રમેશભાઇ તેના સંપર્કમાં આવ્યા હતા. ગત વર્ષ 2014 પહેલા વિજયે જનતાનગર રોડ પર પાર્લર શરૂ કર્યુ હતું. તેમજ વર્ષ 2014-15માં વિજયે શ્રીરામ મિત્ર મંડળ નામથી ઇનામી ડ્રોની યોજના શરૂ કરી હતી.
જેમાં 30 મહિનાની હપ્તાની સ્કીમ હતી. અને 39 ડ્રો કરવાના હતા. તેમજ ઇનામના 120 ડ્રો કરવાના હતા. અને છ હપ્તાથી ઓછા ભરેલ હશે તો તેને રકમ પરત આપવામાં નહિ આવે તેવા નિયમો હતા. જેથી વિજયે રમેશભાઇને જરૂરી સભ્યો લાવવા જણાવ્યુ હતું. ત્યારે રમેશભાઇએ સંબંધી અને મિત્રવર્તુળમાં ડ્રોની સ્કીમમાં સભ્યો થવા જણાવ્યું હતું. બાદમાં રમેશભાઇએ પરિવારજનો અને અન્ય મિત્રવર્તુળને વાત કરીને કુલ 22 સભ્યોના કાર્ડ કઢાવીને કુલ રૂ. 6.06 લાખ વિજયને આપ્યા હતા.
પરંતુ થોડા મહિના બાદ વિજયે સ્કીમ બંધ કરી દેતા રમેશભાઇએ પૂછતા મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી હું સ્કીમ ચાલુ કરી શકુ તેમ નથી મારી પાસે સગવડ થશે એટલે તમામ રૂપિયા ચૂકવી આપીશ. બાદમાં અવારનવાર વાયદા કરતો હતો. જે બાદ વિજય ફોન બંધ કરીને જતો રહ્યો હતો. જે બાદ રમેશભાઇને જાણ થઇ કે અમરાઇવાડી પોલીસે તેને નેગો એક્ટ હેઠળ પકડ્યો છે. બાદમાં તપાસ કરતા વિજયે 25 લોકો પાસેથી કુલ રૂ. 36.70 લાખની ઠગાઇ આચરી છે. આ અંગે રમેશભાઇએ વિજય સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે 50થી વધુ લોકો સાથે વિજયે કુલ 70 લાખથી વધુની ઠગાઇ આચરી હોવાની શંકા છે.
.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
