તા. ૨૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૧૦ શુક્રવાર
વડોદરાની ૩ શાળાઓને બોંબથી ફુંકી મારવાની ધમકીથી ખળભળાટ : વિદ્યાર્થીઓને રજા અપાઇ : પ્રજાસત્તાક પર્વ સાવચેતીનો કેન્દ્રીય ઇનપુટ વચ્ચે મળેલ ધમકીથી પોલીસ કાફલો વહેલી સવારથી દોડી કાર્ય પૂર્ણ કરી નિરાંતનો શ્વાસ લીધો નવરચના સ્કુલના પ્રિન્સીપાલને મળ્યો ધમકીભર્યો ઇ-મેઇલ : બોંબ સ્કવોડ સાથે પોલીસની વિવિધ ટીમો દ્વારા ખૂણે ખૂણા તપસ્યા, સાયબર ક્રાઇમ ટીમો ઈમેઈલ પગેરૂ મેળવવા સજ્જ એટીએસને જાણ કરવામાં આવી, કાંઇ વાંધાજનક મળ્યું નથી : ઇમેઇલ અગાઉ પોલીસ ત્રણ દિવસથી જાહેર સ્થળો પણ બોંબ સ્કોડ સાથે ચેક કરે છે : જાગળત સીપી સાથે અકિલાની વાતચીત3:56 PM IST
ચીન વોટર બોમ્બ જેવા સૌથી મોટા ડેમનો ઉપયોગ કરી શકે : તે વિનાશ લાવશે; અરુણાચલના સીએમએ ઉઠાવ્યા સવાલ : ચીન તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો બંધ બાંધશે:આ પ્રોજેક્ટ ભારત માટે ખૂબ જ ચિંતાજનક :આસામ અને અરુણાચલ પ્રદેશના સીએમએ ચીનના આ પ્રોજેક્ટ પર સવાલ ઉઠાવ્યા:પેમા ખાંડુએ કહ્યું- પાણીનું નિયંત્રણ ચીનના હાથમાં રહેશે.દુષ્કાળ અને પૂર ગમે ત્યારે આવી શકે છે અને વિનાશ સર્જશે.12:11 AM IST
યુપીમાં 30 વર્ષ જૂના કેસમાં ઈન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલને કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા ફટકારી : અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ પ્રકાશ ચંદ શુક્લાએ બિજનૌરમાં 30 વર્ષ જૂના કેસમાં ત્રણ પોલીસકર્મીઓને દોષિત ઠેરવ્યા:આરોપી ઈન્સ્પેક્ટર શિવરામ સિંહ યાદવ પર કોન્સ્ટેબલ ઓમવીર સિંહ અને રાજેન્દ્ર સિંહ પર ખૂની હુમલો કરવાનો અને રોકડ લૂંટવાનો આરોપ11:10 PM IST
હિન્દુ મહિલાના મુસ્લિમ પુરુષ સાથે લગ્નનો અર્થ ઇસ્લામ ધર્મ સ્વીકારવાનો નથી:દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો : મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કરવાનો અર્થ એ નથી કે હિન્દુ મહિલા આપમેળે ઇસ્લામ સ્વીકારી લે છે: લાઈવલો રિપોર્ટ અનુસાર,કેસ એ આધાર પર દાખલ કરવામાં આવ્યો હતો કે પહેલી પત્નીની દીકરીઓનો પિતા દ્વારા બનાવેલ હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) ની મિલકતોમાં હિસ્સો છે.7:10 PM IST
આર.પી. રામાઃ અમેરિકી હોટેલ ઉદ્યોગના મહારથી : વિશ્વસ્તરે હોસ્પિટાલિટી ક્ષેત્રે ગુજરાતી પરિવારે ગૌરવ સ્થાપ્યું: JHM ગ્રુપ પાસે અમેરિકા-ભારતમાં ૩૬ હોટેલ્સ : ચાર ભાઈઓ અને આર.પી. રામાએ સામ્રાજય સર્જયું: આર.પી.નો આફ્રિકામાં જન્મ, માતૃભૂમિ ગુજરાતમાં શિક્ષણ લીધું અને અમેરિકા કર્મભૂમિઃ ખેતી કરી, ટીચર બન્યા, બેંકમાં નોકરી કરી...અમેરિકામાં સામ્રાજય જમાવ્યું: સંઘર્ષથી સિધ્ધિની પ્રેરક અને રિયલ સ્ટોરી એટલે રમણ પ્રભુ (આર.પી.)3:49 PM IST
બાઇડન શાસનથી અમેરિકાને ખૂબ નુકસાનઃ રામા : મોદીજીએ વિશ્વમાં ભારતની આગવી ઇમેજ બનીઃ બાઇડેન નીતિથી અમેરિકામાં ઘુસણખોરો ઘુસ્યા... ગરીબી-ગુન્હાખોરીના દ્રશ્યોઃ ઇકોનોમી ખલાશઃ ટ્રમ્પ શાસન આશાસ્પદ ગુજરાતીઓ લીગલી અમેરિકા આવેઃ અમેરિકી જીવન કઠીન, કામ કરો તો જ ભોજન મળેઃ ભારત સોૈથી સલામત દેશઃ આમ પી. રામાએ પોતાના પુત્રોને ભારતમાં અભ્યાસ કરાવ્યો 3:51 PM IST
અદાણીને ઝટકો: મોટી પાવર ડીલ રદ્દ, ગ્રૂપની અનેક કંપનીઓના શેર તૂટ્યા. : સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે અદાણી ગ્રીન એનર્જીનો શેર દિવસના ઉચ્ચ સ્તરથી લગભગ 6% ઘટીને રૂ. 1009ની નીચી સપાટીએ પહોંચ્યો હતો : શ્રીલંકાના અગ્રણી બિઝનેસ અખબાર ડેઈલી એફટીના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના નેતૃત્વમાં કેબિનેટે અદાણી જૂથને મોટો ઝટકો આપ્યો4:55 PM IST
રિટર્ન ટિકિટના અભાવે અમેરિકામાં ભારતીયોને એરપોર્ટ પરથી પરત મોકલાયા : રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં શપથ લેતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી : ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં રહેતા ભારતીયોના માતા-પિતાને એરપોર્ટ પરથી પરત કરવામાં આવ્યા છે અને તેમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નથી4:50 PM IST
હાઈ એલર્ટ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે લોકોને મોટી સંખ્યામાં આવવા આમંત્રણ આપવામાં આવ્યું : ફંક્શનમાં આવતા લોકોએ પોતાની સાથે કોઈપણ પ્રકારનું ઘાતક હથિયાર, ધારદાર હથિયાર, હેન્ડ બેગ, પોલીથીન બેગ, રેડિયો, રમકડાં, સ્ટોપ વોચ, સિગારેટ, માચીસ, લાઈટર, કેમેરા જેવી જ્વલનશીલ વસ્તુઓ સાથે લાવવા નહીં તેવી સુચના4:48 PM IST
૧૦ મિનિટ દૂર હતી લીલાવતી હોસ્પિટલ, તો પણ સૈફ અલી ખાન ૧ કલાક ૪૧ મિનિટ બાદ કેમ પહોંચ્યો ? નવો ટ્વિસ્ટ : સૈફ અલી ખાનનું ઘર લીલાવતી હોસ્પિટલથી માત્ર ૧૦થી ૧૫ મિનિટ જ દૂર છે. પરંતુ લીલાવતી હોસ્પિટલ રિપોર્ટમાં લખ્યું છે કે, હુમલો લગભગ ૨:૩૦ વાગ્યે થયો પરંતુ સૈફ ૪:૧૧ વાગ્યે (સવારે) હોસ્પિટલ પહોંચ્યો હતો4:06 PM IST
પહેલવાન બાબા એક હાથે ૧૦ હજાર પુશઅપ્સ લગાવી શકે છે : પહેલવાન બાબા કહે છે કે આજનો યુવાન ભટકી ગયો છે, ગેરમાર્ગે દોરાઇ ગયો છે : ખોટી સંગતમાં રહીને નશા, મધ પાનનો આદિ થઇ ગયો છે : યુવાન બહારનું ખાવાનું છોડે, ઘરના સાત્વિક આહાર તરફ વળે, ફાસ્ટ ફૂડ છોડે, માતા-પિતા અને સંતોનું સન્માન કરે, તો તેઓ દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય પામી શકે છે10:29 AM IST
બહેન સામે જોતો પણ નહીં, ન માનતાં પ્રેમીનું ગળું કાપીને પ્રાઈવેટ પાર્ટના કર્યા ટુકડાં : મારી બહેન સામે જોયુ તો જીવતો નહીં મુકું, યુવાને તેની બહેનના પ્રેમીને ધમકી આપી હતી જેને તેણે સાચી પડી અને બહેનના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો : યુપીના પિલિભીતમાં એક ખૌફનાક મર્ડરનો બનાવ સામે આવ્યો 10:31 AM IST
અમેરિકામાં 20 ફેબ્રુઆરી પહેલા બાળકો પેદા કરવાની રેસ શા માટે છે? ટ્રમ્પ સરકારના એક નિર્ણયથી મોટો ખળભળાટ : ટ્રમ્પએ આવતાની સાથે જ ઉતાવળા નિર્ણયો લેવાનું શરૂ કર્યું :એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ 150 વર્ષ જૂના નાગરિકતા કાયદામાં ફેરફાર કરાયા :ટ્રમ્પે જન્મજાત નાગરિકતાના અધિકારને ખતમ કરવાનો નિર્ણય લીધો : ઘણા પ્રવાસીઓમાં 20 ફેબ્રુઆરી પહેલા બાળકોને જન્મ આપવાની હોડ જામી 11:18 PM IST
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કહ્યું- લોહયુગની શરૂઆત તમિલ જમીનથી થઈ હતી : 5,300 વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં લોખંડનો ઉપયોગ સામાન્ય હતો. સ્ટાલિને કહ્યું કે ભારતીય ઉપખંડનો ઈતિહાસ હવે તમિલનાડુની અવગણના કરી શકે નહીં:મુખ્યમંત્રીએ અન્ના શતાબ્દી પુસ્તકાલય, કોટ્ટુરપુરમ, ચેન્નાઈ ખાતે પુરાતત્વ વિભાગ વતી 'લોખંડની પ્રાચીનતા' પુસ્તકનું વિમોચન કર્યું12:39 AM IST
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકારની શું હશે પ્રાથમિકતા: જાણો શું છે આગળની રણનીતિ : -ટ્રમ્પે કહ્યું કે દેશ ટૂંક સમયમાં પહેલા કરતા વધુ મજબૂત, એકીકૃત અને સમૃદ્ધ બનશે. હું સાઉદી અરેબિયા અને ઓપેકને તેલની કિંમતો ઘટાડવા માટે કહીશ. જો તેલના ભાવ ઘટશે તો રશિયા-યુક્રેન યુદ્ધ તરત જ સમાપ્ત થઈ જશે12:51 AM IST

કરતબ.....

બોટ સવારી......

વિન્ટર ગેમ્સ 2025

ફુલ ડ્રેસ રિહર્સલ
અકિલા સોશ્યિલ મીડિયારાજપીપળા જૂની જેલ પાસેના સુલભ શૌચાલયમાં ચાલતી લૂંટ કોણ અટકાવશે : સાફ સફાઈનો અભાવ છતાં બાથરૂમ, લેટ્રીન જતા લોકો પાસે આડેધડ રૂપિયા માંગતા હોવાની બૂમ: સાફ સફાઈ રાખવા એજન્સી લેટ્રિન માટે 5 રૂપિયા લે પરંતુ અહીંયા તો લેટ્રિન જનાર પાસે 10 અને જે મફત સેવા છે એ મૂતરડીનો ઉપયોગ કરનાર પાસે 5 રૂપિયા લેવાઈ છે10:08 PM IST
હોમગાર્ડઝ /બોર્ડરવીંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામરક્ષક દળના ૪૬ જવાનોને રાજ્યપાલના તેમજ મુખ્યમંત્રીના ચંદ્રકો એનાયત થશે : ૪૬ અધિકારી/સભ્યોની લાંબી અને પ્રસંશનીય સેવા બદલ તેમજ ૨૬ હોમગાર્ડઝ, ૦૫ બોર્ડરવીંગ હોમગાર્ડઝ, ૦૫ નાગરિક સંરક્ષણ અને ૧૦ ગ્રામ રક્ષક દળ અને સાગર રક્ષક દળના અધિકારી/સભ્યો ને ચંદ્રક અપાશે : જુઓ સંપૂર્ણ યાદી 7:41 PM IST
સાયન્સ સિટી ખાતે આયોજિત રોબોફેસ્ટ ગુજરાત 4.0ના ગ્રાન્ડ ફિનાલેની કલોઝિંગ સેરેમની યોજાઈ : દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલેના વિજેતાઓને સન્માનિત કરાયા : તમામ 7 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવનાર ટીમને રૂ. 10 લાખ, બીજી ટીમને રૂ. 7.5 લાખ અને ત્રીજી ટીમને રૂ. 5 લાખના ઈનામ એનાયત કરાયા : દરેક કેટેગરીમાં વિશિષ્ટ પ્રદર્શન કરનારી એક ટીમને રૂ. 2.5 લાખનું પ્રોત્સાહક ઇનામ અપાયું4:13 PM IST
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સકારાત્મક નિર્ણય : ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦ : હર્ષ સંઘવી : મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન્યુઆરીએ વહેલી સવારે યાત્રાનો પ્રારંભ કરાવશે : સોમવારથી દરરોજ સવારે ૭ વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે12:20 PM IST
આજે અને કાલે ગુજરાતના રાત્રિ આકાશમાં યોજાશે પાંચ ગ્રહોની પરેડ : જેનાથી સર્જાશે ઍક અદભૂત દ્રશ્યઃ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ઍન્ડ ટેકનોલોજી (ઞ્શ્થ્ઘ્બ્લ્વ્) દ્વારા આ દુર્લભ ખગોળીય ઘટનાને નિહાળવા માટે જાહેર અવલોકન કાર્યક્રમોનું આયોજન : ગુજરાત સાયન્સ સિટી, તમામ રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ અને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ ખાતે યોજાશે જાહેર અવલોકન કાર્યક્રમો, ખગોળશાસ્ત્ર સંબંધિત વર્કશોપ્સ અને વિશેષ પ્રદર્શનો4:26 PM IST
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ થયા સહભાગી : ભારતની સંસ્કૃતિ અને પર્યટનના સમન્વયનો ઉત્સવ ; રાષ્ટ્રીય પર્યટન દિવસ : છેલ્લા બે વર્ષમાં પર્યટકોની સંખ્યા : સૌથી વધુ વાઈબ્રેન્ટ નવરાત્રી મહોત્સવમાં ૨૩.૧૨ લાખ જેટલા પર્યટકો; રણોત્સવમાં અત્યાર સુધીમાં કુલ ૧૭.૮૩ લાખથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી : આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૯.૨૯ લાખ, સાપુતારા મેઘ મલ્હાર ફેસ્ટીવલમાં ૦૫ લાખ તેમજ તરણેત્તર મેળામાં ૦૪ લાખથી વધુ પ્રવાસીઓ 12:24 PM IST
કોલ્ડપ્લે કૉન્સર્ટને લઈને બે દિવસ સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જતા રસ્તા પર વાહનોના પ્રવેશ પર રોક:પોલીસનું જાહેરનામું : મોટેરા જનપથ ટીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતો માર્ગ પર વાહનોની અવરજવર બંધ રહેશે:તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા સુધીનો માર્ગ ખુલ્લો રખાશે :વિસત જનપથ થઈ પાવર હાઉસ ચાર રસ્તાથી પ્રબોધ રાવળ સર્કલ સુધીનો વૈકલ્પિક રૂટ રહેશે.8:32 PM IST
સંસ્કાર, જીવનશૈલી, સંસ્કૃતિ, સભ્યતા, પરંપરા અને રાષ્ટ્ર તથા સમાજ પ્રત્યે આપણી જવાબદારી એ જીવનનો આધાર છે: રાજયપાલ આચાર્ય દેવવ્રતજી : ગુરુઓએ જે જ્ઞાન આપ્યું છે તેને ફક્ત પોતાના લાભ માટે ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ એ તમામને આપવું જોઈએ, તમારું જ્ઞાન તમામ માટે કલ્યાણકારી બનવું જોઈએ:ગુજરાતની ધરતી પર જ્ઞાન, સમજ અને સહકારની સરવાણી વહે છે, એટલે જ સમગ્ર દેશમાં અગ્રેસર છે: એમ. વેંકૈયા નાયડુ:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ તથા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીનો 73મો દીક્ષાંત સમારોહ:ગુજરાત યુનિવર્સિટીના 73મા દીક્ષાંત સમારોહમાં46,131 વિદ્યાર્થીઓને પદવી અને 148 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા7:34 PM IST
પંકજ જોશી રાજ્યના નવા ચીફ સેક્રેટરી : જાન્યુઆરીના અંતમાં સંભાળશે પદ : પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂકયા છે : જરૂર પડયે પોતાની જવાબદારીથી તેઓ નક્કર નિર્ણય લેતા પણ અચકાતા નથી : પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે જેઓ એ ભારતીય સનદી સેવા IAS ની ૧૯૮૯ બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા : પંકજ જોશી હાલમાં સી.એમ.ઓમાં કાર્યરત છે3:06 PM IST
સોમવારથી અમદાવાદ-પ્રયાગરાજ વચ્ચે ખાસ એસી વોલ્વો બસ દોડશે : ભૂપેન્દ્રભાઇ ગાંધીનગર-સરકિટ હાઉસથી વહેલી સવારે લીલીઝંડી આપશેઃ દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જશેઃ હર્ષ સંઘવીની જાહેરાત ૩-રાત્રી તથા ૪ દિવસનું વ્યકિતદીઠ રૂા. ૮૧૦૦નું પેકેજઃ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડૂબકી માટે સરકારનો સકારાત્મક નિર્ણય4:36 PM IST
સાબરમતી જેલમાં અદભુત પ્રેરણાદાયક ચિત્રો રાજકોટના ૮૦ જેટલા કલાકારો કંડારશે : કાળમીંઢ પથ્થરો વચ્ચે રહી કેદીઓના હ્દય પથ્થર જેવા ન બને તે માટે અદભુત પ્રયોગ હાથ ધર્યો :ચિત્ર નગરી ટીમ મૌલિક ગોટેચાની રાહબરી હેઠળ અમદાવાદમાં. ડો.કે. એલ.એન.રાવ ટીમનું સરાહનીય કાર્ય... ડીન ડો.ઇન્દુ રાવ વિગેરેની ઉપસ્થિતિ. આઇપીએસ અશ્વિન ચૌહાણ, આઇપીએસ શ્વેતા શ્રીમાળી ટીમ દ્વારા આખરી ઓપ.સ્થાપક જીતુભાઈ ગોટેચા સહિતના સ્થાપકો ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરશે 4:07 PM IST
ખંભાતમાં નશાના કાળા કારોબાર પર ATSનો સપાટો :સોખડા GIDC માંથી 100 કરોડના ડ્રગ્સ મટીરીયલ્સ સાથે 6 ની ધરપકડ : ATS એ ખંભાતના નેજામાં દવાની ફેકટરી પર બાતમીના આધારે દરોડા પાડ્યા:ફેકટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ :ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીઝમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવતા હતા: આ ડ્રગ્સ સાઉથ આફ્રિકા સપ્લાય થવાનું હતું12:54 PM IST
આરોપીએ કેશોદની હોટેલના શોૈચાલયમાં એસિડ પી લીધું: રાજકોટમાં મોતઃ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતિ સામે વળતો ગુનો દાખલ : મારા પતિએ સંબૂધ પુરો કરવાનું કહેતાં યુવતિએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતીઃ તેણીના ત્રાસથી પતિએ ઘર છોડયું અને મરવા મજબૂર થયાઃ મૃતકના પત્નિ મરીયમબેનની ફરિયાદ : બળાત્કાર-એટ્રોસીટીના ગુનામાં ૨૮ વર્ષિય અમાર ઉર્ફ અમર જીકાણી ફરાર હોઇ અમદાવાદ હોવાની બાતમી પરથી ગીર સોમનાથ એલસીબી પોલીસની ટીમ ડિટેઇન કરીને લઇ જતી હતી ત્યારે કેશોદ ખાતે હોલ્ટ થયા તે વખતે પગલુ ભર્યુ : ચાવવા જતાં એએસઆઇ અજીતસિંહ પણ દાઝ્યાઃ આપઘાત કરનાર આમર ઉર્ફ અમર જીકાણી છ બહેનનો એક જ ભાઇ હતોઃ પરિવારમાં માતમ :3:08 PM IST
૩૦મી ISCB આંતરરાષ્ટ્રીય પરિષદનો લખનૌ યુનિવર્સિટી ખાતે ર૭ મી જાન્યુઆરીએ પ્રારંભ : દેશભરના ૭૦૦ વિજ્ઞાનીઓનો ‘મીનીકુંભ' : કેમીકલ, બાયોલોજીકલ તેમજ ફાર્માસ્યુકલ ક્ષેત્રના વિષયો પર આધારિત : વિદેશના રપ થી વધુ રસાયણ વિજ્ઞાનીઓ ભારતમાંથી ૭પ થી વધુ તજજ્ઞ વ્યાખ્યાનો : યુપીના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલના મુખ્ય મહેમાન પદે ઉદ્્ઘાટનઃ સમાપન વેળા મુખ્ય મહેમાન તરીકે બિરાજતા રાજયપાલ આરીફ મોહંમદખાન ૧૮ પ્લેનરી ૭૮ નિમંત્રિત ૪ર ઓરલ વ્યાખ્યાનો થશે : ૧રપ જેટલા પોસ્ટર પ્રેઝન્ટેશન કેન્સર, ટીબી, જીવનશૈલી આધારિત રોગોના પ્રતિકાર માટે નવા સંશોધન રજૂ થશે ISCB ના રાષ્ટ્રીય પ્રમુખ ડો. અનામિક શાહ અને મહામંત્રી ડો. પી.એમ.એસ. ચૌહાણની આગેવાની હેઠળ મહત્વની કોન્ફરન્સને અપાયેલું આખરી સ્વરૂપ ફાર્મા, હર્બલ, ગ્રીન કેમીસ્ટ્રી AI અને કેમીકલ પ્રોસેસ અંગે વિવિધ સંશોધનો 3:51 PM IST
કાલે રાજકોટ સહિત દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી : કલેકટર કચેરી ખાતે યુવા મતદારો- શ્રેષ્ઠ ૨૪ બીએલઓ- ૮- બીએલઓ સુપરવાઇઝર તથા ૬ શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડરનું સન્માન થશે : મતદાન જાગૃતિ અંગે ૮ - સ્કુલ-કોલેજની શ્રેષ્ઠ કૃતિઓ રજુ કરનાર વ્યકિતગત અને જુથમાં ૧૪ સ્પર્ધકનું પણ બહુમાન કરાશે : જીલ્લા ચુંટણી તંત્ર ૧૦૦ વર્ષ કે તેથી વધુ વયના મતદારોનું આ વખતે સન્માન કરવાનું ભૂલી ગયું: ભારે ટીકા.... : રાજકોટ શહેર- જીલ્લામાં કુલ ૨૩ લાખ ૭૪ હજારથી વધુ મતદારોઃ જેમાં ૧૨ લાખ ૨૮ હજાર પુરૂષ તો ૧૧ લાખ ૪૬ હજારથી વધુ સ્ત્રી મતદારોઃ ૪૫ થર્ડ જેન્ડર મતદારોઃ ૮ વિધાનસભા વિસ્તારમાં ૨૨૫૬ મતદાન મથકો3:58 PM IST
તિબ્બત સંઘ કુલપતિની મુલાકાતે4:02 PM IST
આપણા બંધારણે લોકોને અનેક મુળભુત અધિકારો આપી નાગરિક જીવનને સુરક્ષીત અને સમૃધ્ધ બનાવ્યું છે : જામનગરમાં ભાજપ દ્વારા યોજાયેલા પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં રાજુભાઇ ધ્રુવનું સંબોધન બાબા સાહેબને જીવન દરમિયાન અને હયાતિ બાદ પણ હળાહળ અન્યાય કરનાર, ભારતરત્ન ન આપનાર કોંગ્રેસ બંધારણના નામે મગરના આંસુ સારે છે4:07 PM IST
અડધો ડઝન નવી શાળાઓ : ધો ૯-૧૦ શરૂ કરવા વિચારણા : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાંકીય વર્ષ ર૦રપ-ર૬નું ર૦ર.૧૬ કરોડનું બજેટ મંજૂર :ર૦૦ કરોડ પગાર ખર્ચઃ મુંજાકા, માધાપર વગેરે નવા વિસ્તારની શાળાઓમાં ભૌતિક સુવિધાઓનો વધારો, કોમ્પ્યુટર તાલીમ સહિતની દરખાસ્તોને લીલીઝંડીઃ વિક્રમ પૂજારા અને પ્રવિણ નિમાવતની ઉપસ્થિતીમાં બોર્ડ બેઠક યોજાઇ4:11 PM IST
ટપુ ભવાન પ્લોટના બ્રિન્દાબેન પટેલના નામે પિત્રાઇ ભાઇ અમિતે બારોબાર ૪૦ લાખની લોન લઇ લીધી : અગાઉ ભાઇ-બહેન ભાગીદારીમાં પેઢી ચલાવતાં હતાં: ભાગીદારી છુટી થઇ ગયા પછી ભાઇએ ખોટુ કર્યુ યુનિવર્સિટી પોલીસે અમિત બોરડ સહિતના વિરૂધ્ધ ગુનો નોંધ્યોઃ લોનના ડોક્યુમેન્ટમાં સહીઓ અને સાથે જોડવાનો બ્રિન્દાબેનના ઘરનો ફોટો પણ ખોટોઃ કોર્ટ તરફથી નોટીસ આવતાં તેણીને પોતાના નામે લોન લેવાયાની ખબર પડી3:00 PM IST
સિક્કા વાળીનો થા'મા, પેઢી તારા બાપની છે? કહી મયંક ખજુરીયાએ પોસ્ટમેનને ઘુસ્તાવી નાક પર મુક્કો માર્યો : રૈયા રોડ અલ્કાપુરીમાં પોસ્ટમેન કિરણદાસ દુધરેજીયા ધર્મન ટૂર્સ ટ્રાવેલ્સનું સ્પીડપોસ્ટનું કવર દેવા ગયા ત્યારે પેઢીના સંચાલકને સ્લીપમાં સિક્કો મારી સહી કરી દેવાનું કહેતાં તે ઉશ્કેરાઇને તૂટી પડયો પોસ્ટમેન લોહીલુહાણ થઇ જતાં સારવાર માટે દાખલ થવું પડયું: ગાંધીગ્રામ પોલીસમાં ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો3:11 PM IST
ગણતંત્રદિને ૨૫૧ ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્ર ગૌરવ યાત્રા નિકળશે : શહિદોને શ્રધ્ધાંજલિ આપવા અમર જવાન ફલોટસ બનાવાયા, જલીયાવાલા બાગથી શહિદોના રક્તની માટી લાવવામાં આવી, ભુલકાઓ ભારતમાતા ભગતસિંહ, ગાંધીજી બનશે : યાત્રાની પુર્ણાહુતીએ રાષ્ટ્રગાન, ધ્વજવંદન, ભારતમાતા પૂજન : રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ, રાજકોટ દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી સતત આઠમાં વર્ષે આયોજન4:06 PM IST
રેસકોર્સ મેદાનમાં જય જલારામના નાદ સાથે રઘુવંશીઓએ એક સાથે હરીહર કર્યુ : રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત નાત જમણમાં મોટી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધોઃ એક હજારથી વધુ સ્વયંસેવકોએ સેવા આપીઃ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આયોજીત રકતદાન કેમ્પમાં આશરે ૧પ૦ થી વધુ બોટલો એકત્ર થઇ 4:09 PM IST
થાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજનના ઓપરેશન વખતે કંચનબેન પરમારનું મોતઃ તબિબી બેદરકારીનો આક્ષેપ : અઢાર મહિલાએ કેમ્પમાં ભાગ લીધોઃ ૨૮ વર્ષિય કંચનબેનને સાંજે ઓપરેશનમાં લઇ જવાયા બાદ ઇન્જેક્શન આપી ચેકો મુકાયો એ પછી મોત થઇ ગયું: હોબાળો મચતાં ડોકટર ભાગી ગયાઃ પરિણીતાના મોતથી માસુમ દિકરી-દિકરો મા વિહોણા થઇ ગયા : મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયોઃ થાન દવાખાને આગેવાનો, ગામલોકોએ સુત્રોચ્ચાર કર્યા10:49 AM IST
મોરબી જિલ્લામાં નગર પાલિકાની તેમજ તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીઓની તૈયારી : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આદર્શ આચારસંહિતા જાહેર કરાઈ :હળવદ પાલિકાની સામાન્ય ચૂંટણી તથા વાંકાનેર પાલિકાની મધ્યસ્થ ચૂંટણી ઉપરાંત માળિયા(મીં) પાલિકાની વોર્ડ નં.૨ તથા વોર્ડ નં.૫ માટેની પેટા ચૂંટણી યોજાશે11:36 AM IST
ગિરનારની ગોદમાં રર ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મેળો : કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂઃ ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ અને જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા માટે સૂચના આપતા કલેક્ટરઃ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પીવાના પાણી, સ્વચ્છતા, ટ્રાફિક નિયમન, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દે વિવિધ કચેરીઓ- વિભાગોને કરવાની થતી કામગીરી અંગે બેઠક યોજાઈ12:07 PM IST
સાંજે દીવ પાસેના અહેમદપુર માંડવીમાં ત્રિ-દિવસીય બીચ ફેસ્ટિવલનો શુભારંભ : આજે રાત્રે બોલીવુડ સીંગર અનુપ શંકર, કાલે પવનદીપ અને રવિવારે રાજભા ગઢવીની જમાવટ : જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું: રંગારંગ સંસ્કૃતિ પ્રસ્તુતિઓ, વિવિધ થીમ પેવેલિયન, ખાણી-પીણીના સ્ટોલ11:47 AM IST
કચ્છમાં ઓલ ઇન્ડિયા મેજર પોર્ટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા દિનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન : દેશના ૯ મહાબંદરોની ટીમ જોડાઈ : રાષ્ટ્રીય ચરિત્ર નું નિર્માણ ખેલદિલીની ભાવના થી થાય | છે અને આપણા પ્રધાનમંત્રીજીએ પણ કહ્યું છે *ખેલોગે તો ખિલોગે* આ સ્લોગન ને આપણે ચરિત્રાર્થ કરવાનું છે અને તમામે ખેલ ભાવનાથી આ ટુર્નામેન્ટમાં રમવાનું છે ને એક નવા સંબંધનો વિકાસ કરવાનો છે : પોર્ટના અધ્યક્ષ સુશીલકુમાર સિંહ10:04 AM IST
ઠંડા પવનોની ગતિ વધશે12:16 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
બ્રાઝિલની એક વૃદ્ધ મહિલા યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષની છે : યુનિસના મોટા પરિવારમાં હાલમાં ૧૯૯ સભ્યોઃ પરદાદીના ૫૦ પૌત્રો, ૮૮ પ્રપૌત્રો અને તેમના ૫૨ બાળકોઃ તેણી ક્યારેય બીમાર પડી નથી કે કોઈ દવા લીધી નથી : ૧૯૧૫માં જન્મેલી બ્રાઝિલની યુનિસ દા સિલ્વેરા ૧૧૧ વર્ષના ઇતિહાસની સાક્ષી છેઃ લાંબા આયુષ્યનું રહસ્ય તેમના આહારમાં રહેલું છે10:34 AM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
રણજી ટ્રોફીમાં દિલ્હી સામેની પહેલી ઇનિંગમાં સ્પીનર રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટ ઝડપી પરંતુ બીજી ઇનિંગમાં વિસ્ફોટક બોલિંગ કરી 7 વિકેટ ઝડપી વિરોધી ટીમને ઘૂંટણિયે લાવી દીધી : જાડેજાની બોલિંગ સામે દિલ્હીનો એક પણ બેટર ટકી શક્યો ન હતો દિલ્હીની ટીમ માત્ર 94ના સ્કોર પણ સમેટાઈ ગઈ , જાડેજાએ બીજી ઇનિંગમાં માત્ર 38 રન આપીને 7 વિકેટ લીધી5:33 PM IST
રાજકોટના નિવૃત પીઆઇ એસ.એચ.જોષીનો જન્મદિવસ4:10 PM IST




















































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
































































































































































































































