હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રવિવારે વ્યવસ્થા ખોરવાયા બાદ શ્રદ્ધાળુઓ ઘટ્યા: નર્મદા પરિક્રમામાં સોમવારે શ્રદ્ધાળુઓની સંખ્યા પચાસ ટકા ઘટી
કલેક્ટર એસ.કે.મોદીએ પણ રજાના દિવસોમાં નહી આવી ચાલુ દિવસે શાંતિથી પરિક્રમા કરવા અપીલ કરી:રામપરા કીડી મકોડી ઘાટ પર ચાલતી ભોજન સેવામાં નિયમિત ૩૫ થી ૪૦ હજાર શ્રદ્ધાળુઓ આવતા હતા તેના બદલે સોમવારે ૧૫ હજાર લોકોએ ભોજન લીધું

(ભરત શાહ દ્વારા ) નર્મદા:છેલ્લા પંદર દિવસથી નર્મદા પરિક્રમા તંત્રએ કરેલા આયોજન માં ખૂબ સારી રીતે ચાલી રહી હતી પરંતુ રવિવારે અચાનક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પડતા તમામ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને ખુદ જિલ્લા પોલીસ વડા સહિત તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ કે જેઓ ત્યાં ફરજ પર છે તેઓને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી ઊભી થઈ હતી.
જાણવા મળ્યા મુજબ રામપરા કીડી મંકોડી ઘાટ પર ચાલતી ભોજન સેવા મુજબ પરિક્રમા શરૂ થઈ ત્યારથી દરરોજ તેમના રસોડે અંદાજિત ૩૦ થી ૪૦ હજાર શ્રદ્ધાળુઓ ભોજન કરતા હતા પરંતુ રવિવારે શ્રદ્ધાળુઓ ની સંખ્યા અચાનક વધતા વ્યવસ્થા ખોરવાઈ હતી અને કેટલાક ભક્તો પરિક્રમા કર્યા વિના જ પરત ફર્યા હતા ત્યારબાદ જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી એ શ્રદ્ધાળુઓ ને એક વિડિઓ ના માધ્યમ થી અપીલ કરતા જણાવ્યું હતું કે શનિ. રવિવાર ની રજા સિવાય ના ચાલુ દિવસો માં આવી શાંતિપૂર્ણ રીતે પરિક્રમા કરો.
પોલીસ વિભાગ દ્વારા જાણ કરાતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માં નર્મદા મૈયા ની પરિક્રમા માં ભક્તોની ભીડ વધી રહી હતી ત્યારે તારીખ 12/04/2025 ને શનિવાર ના રોજ 40 કાર્યકતા અને તારીખ 13/04/2025 ને રવિવાર ના રોજ 80 કાર્યકતા ઓએ પોલીસ ની સાથે હાજર રહીને સેવા આપી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
