News of Monday, 14th April 2025
રાજપીપળા ખાતે ડો.આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે આંબેડકરની પ્રતિમા પર રાજકીય અગ્રણી, સમાજ સેવકોએ પુષ્પહાર કર્યાં
નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલ રાવ, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ સહિત રાજકીય અગ્રણી તેમજ સમાજ સેવકોએ પુષ્પહાર કર્યાં

( ભરત શાહ દ્વારા ) નર્મદા: 14 એપ્રિલએ ભારતીય બંધારણના ઘડવૈયા, ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે રાજપીપળા ખાતે આવેલી આંબેડકરની પ્રતિમા પર શહેરના રાજકીય આગેવાનો, સમાજ સેવકો દ્વારા પુષ્પહાર પહેરાવી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી
ડો ભીમરાવ આંબેડકર સંઘર્ષ નુ પ્રતિક ભારતીય બંધારણના ઘડવૈયા, ભારતરત્ન તરીકે અનેક નામોથી ઓળખાઈ છે ત્યારે આજે ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, બીજેપી જિલ્લા પ્રમુખ નીલ રાવ, પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ સહિત રાજકીય આગેવાનો અને સમાજ સેવકો એ ડો.આંબેડકરની પ્રતિમા પર ફૂલહાર પહેરાવ્યા હતા.
રાજપીપળા વાલ્મિકીવાસથી વાજતે ગાજતે રૅલી કાઢી આરબ ટેકરા થઈ લાલ ટાવર બાદ શહેરના મુખ્ય માર્ગ પર ફેરવી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પહોંચી ફુલહાર કર્યા હતા.આ રેલીમાં આવેલા સમાજના અગ્રણીઓનું જૂની કોર્ટ નજીક એડવોકેટ નિખિલચંદ્ર માલી દ્વારા ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
