<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

વાગડીયા ગામના વડલાવાલા ધરામાં સ્નાન કરવા ગયેલ યુવાન વ્હેણમા તણાઈ જતા લાપતા

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વાગડીયા ગામમાં આવેલા વડલાવાલા ધરા માં સ્નાન કરવા ગયેલ યુવાન વ્હેણમા તણાઈ જતા લાપતા થતા તેમના ભાઈએ પોલીસને જાણ કરી છે
   મળતી માહિતી અનુસાર કલ્પેશભાઈ ભરતભાઈ તડવી (રહે.વાગડીયા ખેડફળિયા (નવી નગરી) તા.ગરુડેશ્વર જી.નર્મદા) નાઓ એ સલામતી પોલીસે ને જાણ કર્યા મુજબ તેમના ભાઈ સંજયભાઈ ભરતભાઈ તડવી (ઉ.વ.૨૮)( રહે.વાગડીયા ખેડફળિયા (નવી નગરી) તા.ગરુડેશ્વર જી.નર્મદા )નાઓ તા.૧૩/૦૪/૨૦૨૫ ના બપોરે લગભગ ત્રણ વાગ્યાના અરસામા વાગડીયા ગામ નજીક આવેલ વડલાવાળા ધરામાં નહાવા માટે ગયેલ તે વખતે પાણીના વહેણમાં તણાઈ જવાથી ડુબી ગયેલ અને શોધખોળ કરતા ભોગબનનાર મળી નહીં આવતા સલામતી પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

(11:42 PM IST)