News of Monday, 14th April 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
રાજપીપળા નગર પાલિકાને ક કેટેગરી માંથી બ કેટેગરી માં અપગ્રેડ કરવામાં આવતા 5 કરોડ ની સહાય રાજ્ય સરકાર આપશે: ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે રૂ. 6 કરોડ - ‘બ’ વર્ગને રૂ. 5 કરોડ - ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 4 કરોડ અને ‘ડ’ વર્ગને રૂ. 3 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.

(ભરત શાહ દ્વારા ) નર્મદા:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અપાતી આ સહાયની રકમ વધારો કરવાના નિર્ણય સાથોસાથ એવો પણ નિર્ણય કર્યો છે કે, નગર સેવાસદનના નિર્માણમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો સહિતના લોકો માટે લિફ્ટની સુવિધા તથા ઊર્જા આત્મનિર્ભરતા અને વીજબિલમાં બચત માટે સોલાર સિસ્ટમ કાર્યરત કરવાની રહેશે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપવા નવા નગર સેવાસદનના બાંધકામમાં વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ પણ ઊભી કરવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યાં છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલા નિર્ણય અનુસાર રાજ્યની ‘અ’ વર્ગ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને હાલ નવું નગર સેવા સદન બનાવવા માટે આપવામાં આવતી રૂ. 2 કરોડની સહાયમાં ત્રણ ગણા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
તદઅનુસાર ‘અ’ વર્ગની નગરપાલિકાઓને હવે નવું નગર સેવાસદન બનાવવા માટે રૂ. 6 કરોડ તથા ‘બ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 5 કરોડની સહાય રાજ્ય સરકાર આપશે.જેમાં રાજપીપલા નગર પાલિકાને ક કેટેગરી માંથી બ કેટેગરી માં અપગ્રેડ કરવામાં આવી હોવાથી હવે 5 કરોડ ની સહાય રાજ્ય સરકાર આપશે
રાજ્યની ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને પ્રવર્તમાન સ્થિતિએ નવું નગર સેવાસદન બનાવવા માટે રૂ. 1 કરોડની સહાય આપવામાં આવે છે તેમાં વધારો કરીને હવે ‘ક’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 4 કરોડ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 3 કરોડ મળવાપાત્ર થશે.
એટલું જ નહિ, મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, નગરપાલિકાઓના હયાત નગર સેવાસદનમાં રિપેરિંગ કે એક્સપાન્શન કરવા માટે જે-તે નગરપાલિકાઓને નવા નગરસેવાસદન બનાવવા માટે મળવાપાત્ર રકમના 25 ટકા રકમ આ હેતુસર અપાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજપીપલા નગર પાલિકાને ક કેટેગરીમાંથી બ કેટેગરીમાં અપગ્રેડ કરવામાં આવી હોવાથી નગરના વિકાસને સીધો ફાયદો થશે, વિકાસ વધશે. મહેકમ વધશે, વસ્તી વધતા સરકારે આ નિર્ણય લીધો હોય વેરાની આવક માં વધારો થશે
(11:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
