News of Tuesday, 15th April 2025
અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાં કરુણા મંદિર ખાતે રાજ્યનું સૌપ્રથમ સીએનજી શ્વાન સ્મશાન ગૃહ બનશે
-- AMC દ્વારા ત્રણ મહિનામાં તૈયાર થનાર CNG આધારિત આ સ્મશાનગૃહમાં મૃત શ્વાનની અંતિમ વિધિ કરી શકાશ: ડોગ સ્મશાનગૃહમાં 80 કિલોની ક્ષમતા ધરાવતું અંતિમ ક્રિયા માટેનું મશીન મુકાશે અને એકસાથે બે ડોગની અંતિમ ક્રિયા થઈ શકશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દાણીલીમડા વિસ્તારમાં કરુણા મંદિર ખાતે રૂપિયા 30 લાખના ખર્ચે ગુજરાતનું સૌપ્રથમ ડોગ સ્મશાન ગૃહ બનાવાશે. AMC દ્વારા ત્રણ મહિનામાં તૈયાર થનાર CNG આધારિત આ સ્મશાનગૃહમાં મૃત શ્વાનની અંતિમ વિધિ કરી શકાશે.
આ ડોગ સ્મશાનગૃહમાં 80 કિલોની ક્ષમતા ધરાવતું અંતિમ ક્રિયા માટેનું મશીન મુકાશે અને એકસાથે બે ડોગની અંતિમ ક્રિયા થઈ શકશે. જે નાગરિકો પોતાના મૃત પેટ ડોગના અંતિમ સંસ્કાર કરવા ઈચ્છતા હોય તેમના માટે ડોગના અંતિમ સંસ્કારની વ્યવસ્થા ગોઠવાશે.
આ હેતુસર AMC દ્વારા આગામી સમયમાં નીતિ પણ નક્કી કરવામાં આવશે. નાગરિકોને પોતાના પેટ ડોગ માટે ખૂબ જ લાગણી હોય છે અને ડોગને ફેમિલી મેમ્બરની જેમ જ રાખતા હોય છે ત્યારે તેની અંતિમ ક્રિયા ખૂબજ સન્માન સાથે થાય તે માટે વ્યવસ્થા કરાશે. AMCને દરરોજ 10 જેટલા કૂતરા સહિત 40થી 50 જેટલા મૃત પશુઓના નિકાલ અંગે ફરિયાદો મળે છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગ્યાસપુરમાં પેઈલ ડેપોમાં તમામ મૃત પશુને દાટી દેવામાં આવે છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
