<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1630 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 35 યાર્ડના ભાવ

ગુજરાતની 35 માર્કેટ યાર્ડમાં કુલ 2,011.26 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 35 માર્કેટ યાર્ડમાં કુલ 2,011.26 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1630 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1520 રૂ. અને નીચો ભાવ 1341 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 1570 રૂ., ઉનાવામાં 1560 રૂ., વિસનગરમાં 1552 રૂ., બગસરામાં 1541 રૂ., કડીમાં 1535 રૂ., ગોંડલમાં 1511 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
  કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,011.26 ટન કપાસની આવક થઇ છે.

(7:53 PM IST)