<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 480 રૂપિયા સુધી બોલાયો : જાણો અન્ય 17 યાર્ડના ભાવ

ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 4,660.95 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :  આજે ગુજરાતની 17 માર્કેટ યાર્ડમાં કુલ 4,660.95 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ નડિયાદ માર્કેટ યાર્ડમા 480 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 240 રૂ. અને નીચો ભાવ 60 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ખંભાતમાં 400 રૂ., બીલીમોરામાં 340 રૂ., અમદાવાદમાં 300 રૂ., કપડવંજમાં 280 રૂ., પોરબંદરમાં 250 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 4,660.95 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:10 PM IST)