<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th April 2025

અરવલ્લીમાં વાતાવરણમાં પલટો :ભિલોડા પંથકમાં વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો

ભિલોડા પંથકમાં વરસાદનું એક ઝાપટું પડ્તા વાતાવણમાં ક્ષણિક ઠંડક પ્રસરી જવા પામી

અરવલ્લીમાં વતાવરણે પલટો માર્યો છે. અરવલ્લીમાં ભર ઉનાળે કમોસમી વરસાદ વરસ્યો છે.  અરવલ્લીના ભિલોડા પંથકમાં વરસાદનું એક ઝાપટું પડ્તા વાતાવણમાં ક્ષણિક ઠંડક પ્રસરી જવા પામી હતી.

અરવલ્લીના ભિલોડા પંથકમાં થયેલ આ વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો આવ્યો છે. જણાવી દઈએ કે, વરસાદ પડે તે પહેલા અરવલ્લીમાં જે તાપમાન હતું એ 40 ડિગ્રી હતું. ગરમીની વચ્ચે પડેલ આ વરસાદી ઝાપટાથી લોકોને અસહ્ય ગરમીમાં રાહત મળી હતી. જો કે આજે જ હવામાન વિભાગે જે પ્રકારે ચોમાસાની આગાહી કરી છે તે જોતા અરવલ્લીના રહીશોને એવી આશા છે કે, આ ચોમાસામાં મૂશળધાર વરસાદ વરસશે.

(8:30 PM IST)