News of Wednesday, 16th April 2025
નીમ્ભર તંત્રને જગાડવા છોટા ઉદેપુરમાં દુલ્હન સજી ધજી ઢોલ નગારા સાથે બેડું લઇને હેડ પમ્પે પાણી ભરવા ગઇ
લગ્નના ફેરાની તૈયારીઓની કામગીરી પડતી મૂકીને પાણી ભરવા જવાની ફરજ પડી: જાનૈયા પણ પાણી લાવવા માટે મદદે આવ્યા

છોટા ઉદેપુરના કેલધરા ગામના નારણભાઇ રાઠવાની દિકરી ઓમનાબેન રાઠવાના લગ્ન હતા. જાન આવવાની તૈયારી હતી. તે વખતે પાણી ખૂટી જતા તંત્રને જગાડવા માટે ઢોલ અને શરણાઈ સાથે નદીના સામે કિનારે આવેલ હેન્ડ પંપ ઉપર પહોંચીને પાણીનું બેડું ભરી લાવી હતી.
લગ્નમાં આવેલા જાનૈયા પણ પાણી લાવવા માટે મદદે આવ્યા હતા. આ ગામમાં પાણીના બોર સુકાઈ જતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. રાજ્ય સરકાર હાંફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી 10 કિલોમીટર વિસ્તારમાં આપી શકતી નથી. કવાંટ તાલુકાના છેવાડાના ગામો મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલ છે. તે ગામો પાણીની તંગી ભોગવી રહ્યા છે.
દુલ્હન ઓમનાબેને જણાવ્યું કે, મારા લગ્ન છે, મારા ઘરે મહેમાન આવતા પાણી બોરમાં ન આવતા હેન્ડ પંપ ચલાવીને પાણી લાવવા માટે મજબૂર બન્યા હતા. ટેન્કર વડે પાણી મંગાવવામાં આવ્યું હતું, પરંતુ તે પાણી પણ ખુટી ગયું છે. ઢોલ નગારા સાથે સરકારને જગાડવા માટે લગ્નના ફેરાની તૈયારીઓની કામગીરી પડતી મૂકીને પાણી ભરવા જવાની ફરજ પડી હતી. જેથી ગામમાં પાણીની રામાયણ દૂર થાય તેવા પ્રયાસ સરકાર કરે.
દુલ્હનના પિતાના જણાવ્યા પ્રમાણે, ઉનાળો શરૂઆત થતાની સાથે જ પાણીની તંગી જોવા મળે છે. મારી દીકરીના હાથમાં મહેંદી લાગેલી હોવા છતાં દીકરીને અને એની બહેનપણીઓને લગ્નની વિધિના પહેલા હેન્ડ પંપ ઉપર પાણી ભરવા જવું પડ્યું હતું
છોટાઉદેપુરના કવાંટ તાલુકાના કેલધરા ગામમાં અંદાજે 2000થી વધુની વસ્તી છે. નર્મદામાંથી પાણી લઈને હાંફેશ્વર પાણી પુરવઠા યોજનામાં પીવાનું પાણી મળે તે માટે ટાંકી બનાવવામાં આવી છે અને ઘરે ઘરે નળ આપવામાં આવ્યા છે. હાંફેશ્વર પાણી પુરવઠાનું પાણી દાહોદ સુધી લઈ જવામાં આવે છે, પરંતુ ગામના લોકોને મળતું નથી. ગામમાં અંદાજે 100 જેટલા પાણીના બોર કરવામાં આવ્યા છે. પરંતુ જળના સ્તર નીચા જતા રહેવાના કારણે પાણી તેમાં આવતું નથી.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
