<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક : વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં મંજૂર બાબતોની સમીક્ષા : નાણાં વિભાગ દ્વારા ૯૯% ચાલુ અને ૭૭% નવી બાબતોને મંજૂરી

નાણાં વિભાગે કુલ ૨૭૧૯ ચાલુ બાબતોમાંથી ૨૬૯૨ અને ૧૧૪૮ નવી બાબતોમાંથી ૮૮૩ને મંજૂરી આપી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટની વિવિધ બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી, એમ પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સિદ્ધ કરવા માટે બજેટની વિવિધ જોગવાઈઓનું ઝડપી અમલીકરણ કરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે.

જેના ભાગરૂપે આજે કેબિનેટ બેઠકમાં નાણા વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્તોનું પણ રીવ્યુ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૨૫-૨૬માં રજૂ થયેલ ૩ લાખ ૭૦ હજાર કરોડથી વધુની રકમમાં ૯૯% જેટલી ચાલુ બાબતો અને ૭૭% જેટલી નવી બાબતોની મંજૂરી નાણાં વિભાગ દ્વારા આપવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચાલુ બાબતોમાં કુલ ૨૭૧૯ પૈકી ૨૬૯૨ અને નવી બાબતોમાં કુલ ૧૧૪૮ પૈકી ૮૮૩ બાબતોને મંજૂરી આપવામાં આવી છે.

 

(4:38 PM IST)