News of Wednesday, 16th April 2025
સુરતમાં નશેડીએ સગીરની હત્યા કરી:ચાલકને પણ ચપ્પુના ઘા ઝીક્યાં :આરોપીનું રિ-કન્સ્ટ્ર્કશન: પોલીસે કાયદાનું કરાવ્યું ભાન
આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ 17 વર્ષના પરેશ પાસે દારૂ પીવા માટે 20 રૂપિયા માંગ્યા :પરેશ પાસે માત્ર 10 રૂપિયા હોય અને તે પણ રિક્ષા ભાડાના હોય તેણે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો:ઉશ્કેરાયેલા આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ પરેશને શરીરે ચપ્પુના ઘા ઝીકી દીધા

સુરતના કાપોદ્રા વિસ્તારમાં નશેડી દ્વારા 17 વર્ષના સગીરની હત્યા કરવામાં આવી હતી તેમજ આરોપીએ એક રિક્ષા ચાલકને પણ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો આજે આરોપીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પ્રભુ રવિરામ શેટ્ટી નામના આરોપીએ 17 વર્ષના પરેશ અરવિંદભાઈ વાઘેલા નામના યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ 17 વર્ષના પરેશ પાસે દારૂ પીવા માટે 20 રૂપિયા માંગ્યા હતા પરેશ પાસે માત્ર 10 રૂપિયા હોય અને તે પણ રિક્ષા ભાડાના હોય તેણે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો. ઉશ્કેરાયેલા આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ પરેશને શરીરે ચપ્પુના ઘા ઝીકી દેતા તેનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું આ ઉપરાંત આરોપી પ્રભુ રવિરામ શેટ્ટીએ રિક્ષા ચાલક ધીરેન્દ્ર કુમાર શ્રીલાલજી યાદવને પણ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. જેને પણ હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
17 વર્ષના સગીરની હત્યાને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને પરિવાર તેમજ સમાજના લોકો ન્યાયની માંગ સાથે પોલીસ મથકે પહોચ્યા હતા. આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આજે પોલીસે આરોપીને સાથે રાખીને બનાવ વાળી જગ્યા પર લઈને પહોચી હતી અને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું.
કાપોદ્રા પીઆઈ એમ.બી.ઔસુરાએ જણાવ્યું હતું કે આરોપીએ 17 વર્ષના સગીરની હત્યા કરી છે તે અનુસંધાને કઈ રીતે બનાવ બન્યો હતો, આરોપીએ કરી રીતના માર્યું હતું એ બાબતે રિ-કન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે, આરોપીએ અન્ય આરોપી પાસેથી ચપ્પુ લીધું હતું અને ત્યારબાદ ગલીમાં તેનો બાળક સાથે ઝઘડો થયો હતો જેમાં બાળકની નીર્મમ હત્યા કરવામાં આવી હતી તે જગ્યા દેખાડવામાં આવી હતી અને રિક્ષા વાળા સાથે પણ બબાલ કરવામાં આવી હતી તે જગ્યા દેખાડવા બાબતે રિ-કન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
