<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th April 2025

અમદાવાદ એરપોર્ટ પર કુવૈતથી અમદાવાદ આવેલ મુસાફર પાસેથી 16 લાખની કિંમતનું સોનુ ઝડપાયું

બદામના પેકેટમાં સંતાડીને સોનુલાવવામાં આવ્યું હતું :પેકેટમાંથી કસ્ટમ વિભાગને 167.100 ગ્રામ સોનુ મળ્યુ

અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે સોનુ ઝડપી પાડ્યું છે. જેમાં બદામના પેકેટમાં સંતાડીને સોનુ લાવવામાં આવ્યું હતું. બદામના આ પેકેટમાંથી કસ્ટમ વિભાગને 167.100 ગ્રામ સોનુ મળ્યુ હતું. તપાસમાં કુવૈતથી અમદાવાદ આવેલ મુસાફર પાસેથી આ સોનુ મળી આવ્યું હતું.

સોનાની દાણચોરી કરતા કેરિયરો નવી-નવી પદ્ધતિ અપનાવે છે. છેલ્લા કેટલાક સમયથી કેમિકલ મિક્સિંગ પદ્ધતિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં સોનું ઓગાળીને પાવડર અથવા લિક્વિડ ફોર્મમાં ફેરવી આપવામાં આવે છે. એ પછી તેને પ્લાસ્ટિક કે અન્ય સામગ્રીમાં મિક્સ કરીને જુદા-જુદા ભાગોમાં વહેંચી દેહ પર બાંધીને લઈ જવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર ઝડપાયેલા કેસમાં પણ આવી જ ટેક્નિકનો ઉપયોગ કરાયો હતો.અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે સોનુ ઝડપી પાડ્યું છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે બદામના પેકેટમાં સંતાડીને લાવેલા પેસેન્જર પાસેથી 167.100 ગ્રામ સોનુ મળ્યુ હતું.  કસ્ટમ વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે, કુવૈતથી અમદાવાદ આવેલ મુસાફર પાસેથી આ સોનુ મળી આવ્યું હતું.જપ્ત કરાયેલા આ સોનાની કિંમત 16 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. આરોપીએ આ સોનુ ક્યાંથી મેળવ્યું તથા કોને આપવાનું હતું તે અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

આમ, કસ્ટમ વિભાગે  દર ચોથા દિવસે અમદાવાદ એરપોર્ટ પરથી સોનું ઝડપાવાનો સિલસિલો ચાલી રહ્યો છે.  અબુધાબી, જેદ્દાહ, દુબઈ, કુવૈત, બેંગકોક તરફથી આવતી ફ્લાઇટોના મુસાફરો પાસેથી આ સોનું ઝડપાયું હતું. અરબ રાષ્ટ્રોમાં સોનાની કિંમત ઓછી હોવાથી ત્યાંથી મોટાપાયે ખરીદી કરીને ડયુટી ભર્યા વગર જ બારોબાર અમદાવાદમાં સોનું ઘુસાડવા માટે મુસાફરો અવનવા પેંતરા અજમાવતા હોય છે.

 

(11:08 PM IST)