News of Thursday, 17th April 2025
વડોદરામાં મોબાઈલના વધુ પડતા ઉપયોગ નહીં કરવા માતા-પિતાએ કહેતા બાળકે જીવન ટૂંકાવ્યુ
માંજલપુરમાં રહેતા 14 વર્ષના સગીર મનીશગીરી ચિંતામણિએ પંખા સાથે ઓઢણી બાંધીને આત્મહત્યા કરી

વડોદરા : મોબાઈલના વધુ પડતા ઉપયોગે વડોદરામાં એક બાળકનો જીવ લીધો છે.વાત જાણે કે એમ છે કે માતાપિતાએ પુત્રને ઠપકો આપતા 14 વર્ષના સગીરે આત્મહત્યા કરી લીધી છે
આ અંગે મળતી વિગત મુજબ વડોદરાના માંજલપુરમાં રહેતા મનીશગીરી ચિંતામણિએ પંખા સાથે ઓઢણી બાંધીને આત્મહત્યા કરી લીધી છે.મૃતક નવમા ધોરણ અભ્યાસ કરતો હોવોનું સામે આવ્યું છે.પરિવારજને ઠપકો આપતાં ઉશકેરાઈને ભર્યું પગલું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે
માંજલપુર વિસ્તારમાં માતા પિતાએ બાળકને મોબાઇલ વધારે વાપરવાને લઇને ઠપકો આપ્યો હતો.પરંતુ બાળકને માઠુ લાગી જતા બાળકે ઉશ્કેરાઇને આ પગલુ ભર્યું છે.પણ માતા-પિતાએ પોતાનું વ્હાલ સોયુ બાળક ગુમાવ્યું છે.જો કે પોલીસ તપાસમાં પ્રાથમિક કારણ મોબાઇલને લઇને ઠપકો આપ્યો હોવાનું જ બહાર આવ્યું છે.અત્યારે તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
