News of Thursday, 17th April 2025
રેગણ ગામ ખાતે IPL ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટા રમતા સટોડીયાઓને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ હાલમાં ચાલતી IPL ક્રિકેટ મેચમાં ઓનલાઇન ચાલતા સટ્ટા-બેટીંગનો ધંધો કરતા શખ્સોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવાની સુચના અને માર્ગદશન અનુસંધાને વાય.એસ સિરસાઠ ઈ/યા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો તિલકવાડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા દરમ્યાન પો.કો જયેશભાઈ કાનજીભાઈનાઓને બાતમી મળેલ કે, તિલકવાડા પો.સ્ટે વિસ્તારમાં આવેલ રેગણ ગામ ખાતે એક ઈસમ હાલમાં ચાલી રહેલ IPL ક્રિકેટ મેચ પંજાબ કિગ્સ V/S કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઇ રહેલ ક્રિકેટ મેચનો ઓનલાઇન સટ્ટા રમી રહેલ છે.
બાતમી આધારે તિલકવાડા પો.સ્ટે વિસ્તારમાં આવેલ રેગણ ગામ ખાતે રેઇડ કરતા IPL ક્રિકેટ મેચનો ઓનલાઇન સટ્ટો રમી-રમાડતા એક ઇસમ જણાઇ આવેલ. આ બન્ને ઇસમોના મોબાઇલ ચેક કરતા તેમાં ગુગલ ક્રોમ બ્રાઉઝરમાં વેબસાઇટ ઉપર ક્રિકેટ લાઇન ગુરૂ ઉપર પંજાબ કિગ્સ V/S કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઇ રહેલ ક્રિકેટ મેચનો ઓનલાઇનમાં સટ્ટા બેટીંગની લેવડ-દેવડની વિગતો મળી આવેલ તેમજ તેના પાસેથી સટ્ટા બેટીંગ અંગેના રોકડા રૂ. ૮૫૦- તથા મોબાઇલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૧૦,૮૫૦-ના સાથે ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઇ ગયેલ હોય જેથી આમાં પકડાયેલ (૧)ઈમરાનખાન એહમદખાન દાયમા( રહે રેગણ તા તિલકવાડા જી નર્મદા )તથા વોન્ટેડ આરોપી (૧) સાહિલહુસેન અનવરખાન નકુમ (રહે.સાઢલી તા.શિનોર જી વડોદરા) વિરૂધ્ધ જુગારધારા મુજબ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
