News of Thursday, 17th April 2025
વડીયા જકાતનાકા પાસે જિલ્લા ટ્રાફિક ટીમ દ્વારા હેલ્મેટનું ચેકીંગ : કેટલાય બાઇક ચાલકો દંડાયા
હેલ્મેટનો કાયદો ફરજીયાત થયા બાદ પોલીસ દ્વારા સમયાંતરે ચેકીંગ હાથ ધરવામાં આવે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: તાજેતરમાં વાહનચાલકોની સલામતી માટે કેટલાક કાયદા અમલમાં આવ્યા છે જેમાં દંડની રકમ પણ વધારવામાં આવી હોય ખાસ કરીને નર્મદા જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં બાઇક અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા હોય પોલીસ હેલ્મેટ પર ખાસ ધ્યાન આપી સમયાંતરે હેલ્મેટ બાબતે ચેકીંગ કરી દંડ વસુલ કરે છે ત્યારે આજરોજ રાજપીપળાના વડિયા જકાતનાકા પાસે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા ટ્રાફિક પીએસઆઇ વાય.એચ.પઢિયારની સૂચના મુજબ ટ્રાફિક ટીમે ચેકીંગ હાથ ધરતા ઘણા બાઇક ચાલકો વગર હેલ્મેટ એ પકડાયા હતા, પકડાયેલા બાઇક ચાલકો પાસેથી ટ્રાફિક પોલીસે નિયમોનુસાર દંડ વસુલ કર્યો હતો.
પોલીસ વાહનચાલકો ના જીવ બચાવવા ભર ઉનાળે આકરી ગરમી માં અલગ અલગ પોઇન્ટ ઉપર ઊભી રહી પોતાની ફરજ બજાવે છે અને કાયદાનો અમલ નહી કરનાર ચાલકો પાસે દંડ પણ વસુલ કરે છે છતાં અમુક ચાલકો અમલ નહી કરતા આખરે દંડનીય કાર્યવાહી કરે છે માટે પોતાની અને સામાવાળાની સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જરૂરી છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
