તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Thursday, 17th April 2025
રાજપીપલામા વડીલોપાર્જીત ખેતીની જમીનના ખોટા દસ્તાવેજ ઊભા કરનાર ભાઈ સામે ભાઈની ફરિયાદ
માતાના અવસાન બાદ ભાઈની ખોટી સહી કરી અને ખોટો દસ્તાવેજ તૈયાર કરી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલ વડીલોપાર્જિત ખેતીની જમીનના ખોટા દસ્તાવેજ ઊભા કરનાર ભાઈ વિરુદ્ધ બીજા ભાઈએ ફરિયાદ આપતા ગુનો દાખલ થયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર નિતિનકુમાર મનહરલાલ પાઠક( હાલ રહે.એચ ૧૦૨ સ્કાય લાઈન એપાર્ટમેન્ટ દક્ષિણામુર્તિ રેસીડન્સીની સામે સનફાર્મા રોડ, અટલાદરા વડોદરા મુળ રહે. દરબાર રોડ જુના પોલીસ સ્ટેશન પાસે રાજપીપલા)
.નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમના ભાઈ હરનિશભાઈ મનહરલાલ પાઠક (રહે. દરબાર રોડ જુના પોલીસ સ્ટેશન પાસે રાજપીપલા )નાઓએ તેમની જાણ બહાર માતા પદ્માબેનના અવસાન બાદ માતાનુ નામ તેમના તથા ભાઈ ના નામે રાજપીપલા ખાતે આવેલ વડીલોપાર્જીત ખેતીની જમીનમા હક કમીની હકપત્રકે નોંધ દાખલ કરવા સારૂ અરજી કરી કસ્બા તલાટી રાજપીપલા નાઓ રૂબરૂ તા.૧૮/૦૩/૨૦૧૭રોજ હક કમીનો જવાબમાં તથા તારીખ ૨૭/૧૨/૨૦૧૭ ના રોજ તેમને બજેલ જમીન મહેસુલની નોટીસમાં તેમની ખોટી સહી કરી અને ખોટો દસ્તાવેજ તૈયાર કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ગુનો કરતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
