<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th April 2025

અમદાવાદ એરપોર્ટ પરથી ફરી સોનુ પકડાયું : જેદાહથી આવેલા મુસાફર પાસે 419.65 ગ્રામ સોનું ઝડપાયું

મુસાફરે ટ્રોલી બેગના હેડલની અંદર કોટટ વાયરમાં સોનુ છુપાડીને અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને ચકમો આપવાનો કિમયો અપનાવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ફરીવાર સોનું પકડવાનો સિલસિલો યથાવત છે.જેદાહથી અમદાવાદ આવેલા મુસાફર પાસે 419.65 ગ્રામ સોનું ઝડપાયું છે. ગોલ્ડ સ્મગ્લરોએ સોનાની દાણચોરી માટે અજબ કીમિયો અપનાવ્યો છે. મુસાફરે ટ્રોલી બેગના હેડલની અંદર કોટટ  વાયરમાં સોનુ છુપાડીને અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગને ચકમો આપવાનો કિમયો અપનાવ્યો હતો. આખરે તપાસ દરમિયાન 419.65 ગ્રામ સોનાની  અંદાજિત કિંમત 41 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. 

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં સોનુ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં કસ્ટમ વિભાગે એરપોર્ટ પરથી સોનુ ઝડપી લીધું હતું. જેમાં જિદ્દાહથી અમદાવાદ આવેલા યાત્રી પાસેથી આ સોનુ ઝડપાયું હતું. તપાસમાં યાત્રીએ ટ્રોલી બેગના હેંડલની અંદર સોનુ છુપાવ્યું  હોવાનું બહાર આવ્યું છે. જેમાં કોટેડ વાયરની આડમાં સંતાડીને લવાતું સોનુ કસ્ટમે ઝડપ્યુ હતું. કસ્ટમ્સની તપાસમાં 419.65 ગ્રામ સોનુ મળી આવ્યુ છે. પકડાયેલુ સોનુ અંદાજે રૂ.41 લાખનું હોવાની માહિતી મળી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

16 એપ્રિલના રોજ, અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે બદામના પેકેટમાં સંતાડીને લાવેલા પેસેન્જર પાસેથી 167.100 ગ્રામ સોનુ મળ્યુ હતું.  કસ્ટમ વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે, કુવૈતથી અમદાવાદ આવેલ મુસાફર પાસેથી આ સોનુ મળી આવ્યું હતું.જપ્ત કરાયેલા આ સોનાની કિંમત 16 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. આરોપીએ આ સોનુ ક્યાંથી મેળવ્યું તથા કોને આપવાનું હતું તે અંગે ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.

આમ, કસ્ટમ વિભાગ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી સોનું ઝડપાવાનો સિલસિલો ચાલી રહ્યો છે.  અબુધાબી, જેદ્દાહ, દુબઈ, કુવૈત, બેંગકોક તરફથી આવતી ફ્લાઇટોના મુસાફરો પાસેથી આ સોનું ઝડપાયું હતું. અરબ રાષ્ટ્રોમાં સોનાની કિંમત ઓછી હોવાથી ત્યાંથી મોટાપાયે ખરીદી કરીને ડયુટી ભર્યા વગર જ બારોબાર અમદાવાદમાં સોનું ઘુસાડવા માટે મુસાફરો અવનવા પેંતરા અજમાવતા હોય છે.

 


 

(9:02 PM IST)