News of Thursday, 17th April 2025
નાણા મંત્રી કનુ દેસાઈના હસ્તે કીમ ઔધોગિક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું
સરકારી કચેરીઓમાં વીજ વપરાશને લઈને પોલ ખુલ્લી પડી હતીઃદક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની છ વીજ કચેરી રૃ.નવ કરોડના ખર્ચે તૈયાર કરવામા આવી

સુરત,તા.૧૭: સુરતમાં માંગરોળ તાલુકાના લિડિંયાત ગામે નાણા અને ઉર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે કીમ ઔધોગિક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામા આવ્યું હતું. આ પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈએ સૌને સ્માર્ટ વીજ મીટર લગાવાની અપીલ પણ કરી હતી.
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની છ વીજ કચેરી રૃ.નવ કરોડના ખર્ચે તૈયાર કરવામા આવી. જેમાં મોલવણ,મોટા બોરસરા અને પીપોદરા પેટા વિભાગીય કચેરી કડોદરા-૧ અને કડોદરા ઈન્ડ.પેટા વિભાગીય કચેરીઓના મકાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.
સમગ્ર દેશની ૪૨ વીજ કંપનીઓમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની નંબર વન સ્થાને રહી છે. આ કંપનીમાં વીજ લોસ ઓછામાં ઓછો છે. મંત્રી કનું દેસાઈએ સ્માર્ટ મીટરની ઉપયોગીતા જણાવીને સ્માર્ટ મીટર પોતાના ઘરો પર નખાવવા અનુરોધ કર્યો હતો. આ કચેરીઓના નવીન નિર્માણીધીન મકાન થકી કચેરીના વિજલક્ષી સેવાઓ અર્થે મુલાકાત માટે આવતા ગ્રાહકોને, પાર્કિંગ, બેસવા માટેની વ્યવસ્થા, પીવાના પાણીની જેવી પાયાની સુવિધાઓ મળી રહેશે આ લોકપણમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ડીજીવીસીએલના કિમ કડોદરા ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
તમામ સરકારી અને સહકારી કચેરીઓના નિર્માણ થકી સ્થાનિક સુવિધાઓને વિસ્તાર આપવામાં તથા લોક આકાંક્ષાઓને સંતોષવામાં વધુ સરળતા રહેશે.
સરકાર લોકોને વીજ સુવિધા આપવાની વાતો કરે છે પરંતુ સરકારી કચેરીઓમાં વીજ વપરાશને લઈને પોલ ખુલ્લી પડી હતી. હાલમાં સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેકમાં પંચમહાલ સહિત અન્ય સ્થાનો પર સરકારી કચેરીઓમાં વીજ વેડફાટ જોવા મળ્યો. સરકાર દ્વારા વીજળી બચાવોની બૂમો પાડતા લોકોને અપીલ કરવામાં આવે છે પરંતુ સરકારી કચેરીઓમાં કર્મચારીઓ અને સરકારી બાબુઓ હાજર ના હોવા છતાં લાઈટ પંખા અને એસી ચાલુ જોવા મળ્યા.
સરકારી કચેરીઓમાં વીજ વેડફાટના સમાચાર સામે આવ્યા બાદ તંત્ર હરકતમાં આવતા કચેરીઓમાં વીજ બચાવ અભિયાન હાથ ધર્યું હતું.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
