<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th April 2025

મોંઘવારીમાં પડ્‍યા પર પાટું: ભાડા કરારમાં હવે રૂ. ૩૦૦ને બદલે ૫૦૦નો સ્‍ટેમ્‍પ વપરાશે

રહેણાક માટે હવે ૭૦૦ તેમજ કોમર્શિયલ માટે ૧૪૦૦નો સ્‍ટેમ્‍પ વપરાશે એવી જાહેરાત બાદ ભારે કચવાટ

 

અમદાવાદ તા.૧૮: રહેણાંક અને કોમર્શિયલ ભાડા કરારમાં સરકારે સ્‍ટેમ્‍પની કિંમતમાં ધરખમ વધારો કરી દેતા મોંઘવારીમાં પીડાતી પ્રજાને પડતા ઉપર પાટુ વાગ્‍યા જેવો ઘાટ થયો છે. સરકારે નવા પરિપત્ર મુજબ રહેણામાં ૨૦૦ની જગ્‍યાએ ૫૦૦ અને કોમર્શિયલમાં ૧૦૦૦નો સ્‍ટેમ્‍પ ફરજીવાત ઉપયોગમાં લેવા માટે નોટીફિકેશન પણ બહાર પાડયું છે. બીજી તરફ સરકાર દ્વારા સ્‍ટોક હોલ્‍ડિંગ કોર્પોરેશનની વેબસાઇટમાં સ્‍ટેમ્‍પ કાઢવા માટે આર્ટિકલ નક્કી કરતા જ રેસીડેન્‍ટમાં ૮૦૦ અને કોમર્શિયલમાં ૧૪૦૦ રૂપિયાનો સ્‍ટેમ્‍પ આવતો હોવાથી પક્ષકારીને વધારાનો માર સહન કરવાનો

તા. ૧ એપ્રિલ-૨૦૨૫થી રાજ્‍ય સરકાર દ્વારા વિવિધ કામ માટે ઉપયોગમાં લેવાના સ્‍ટેમ્‍પ પેપરમાં વધારો કરાયો હતો. ખાસ કરીને રહેણાંકના મકાનો માટે બનતા લીવ એન્‍ડ લાયસન્‍સ - એટલે કે ભાડા કરાર ઉપરાંત દુકાનો અને મોટા મોલ ભાડે લેવા માટે થતા એરીમેન્‍ટના કારમાં ૧૦૦ ટકાનો વધારો કર્યો છે. સરકારે કરેલા આ સ્‍ટેમ્‍પના ભાવ વધારામાં ભાડે રાખનાર વ્‍યક્‍તિને મોંઘવારીમાં વધુ માર વાગ્‍યો છે.

રહેઠાણ માટે ૧ એપ્રિલ પહેલા ૩૦૦ રૂપિયાનો સ્‍ટેમ્‍પ પેપર ઉપયોગમાં લેવાતો હતો, સાથે સાથે કોમર્શિયલ   મિલક્‍તો માટે પણ ૩૦૦નો જ સ્‍ટેમ્‍પ વપરાતો હતો. એડવોકેટ અશ્વિન જોગડીયાએ જણાવ્‍યું હતું કે, સરકાર દ્વારા આર્ટીકલમાં સુધારો કરીને સ્‍ટેમ્‍પ પેપર માટે નવો આર્ટીકલ-૩૦ બહાર પાડયો છે. જેમાં રહેણાક અને કોમર્શિયલ માટેના સ્‍ટેમ્‍પ પેપરમાં સીધો ૪ અનેકગણો વધારો કરી દેવાયો છે. એટલે કે રહેણાંક માટે રૂ.૫૦૦નો સ્‍ટેમ્‍પ જવારે કોમર્સિયલ માટે રૂા.૧૦૦૦નો સ્‍ટેમ્‍પ ફરજીવાત કરી દેવાયો છે. પરંતુ મુંઝવણ એ વાતની છે કે, વ્‍યક્‍તિ જ્‍યારે સ્‍ટેમ્‍પ પેપર લેવા જાય ત્‍યારે તેઓ આર્ટિકલ નક્કી કરીને લીવ એન્‍ડ લાયસનસનો  વિકલ્‍પ પસંદ કરે છે ત્‍યારે ૫૦૦ અને ૧૦૦૦ના સ્‍ટેમ્‍પ પેપર આવતા જ નથી. રહેણાંક માટે સીધા જ રૂા.૭૦૦ અને કોમર્શિયલ માટે રૂા.૧૪૦૦નો સ્‍ટેમ્‍પ આવતો હોવાથી ભાડે રાખનાર વ્‍યક્‍તિએ ના છૂટકે પણ નક્કી કરેલા સ્‍ટેમ્‍પ પેપર કરતા વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે. આ બાબતે વકીલો દ્વારા પણ અસંમજસની સ્‍થિતિ ઊભી થઈ છે કે, ખરેખર ૫૦૦નો સ્‍ટેમ્‍પ કે પછી ૭૦૦નો સ્‍ટેમ્‍પ વાપરવો. આ મુંજવણ અંગે સરકાર દ્વારા યોગ્‍ય ખુલાસો કરવામાં આવે તેવી પણ માંગ કરાઇ રહી છે. (૩૮.૨)

સ્‍ટેમ્‍પ પેપર ઉપર ૪૦ ટકા સ્‍ટેમ્‍પ

સ્‍ટેમ્‍પ વેન્‍ડરો અને વકીલોના જણાવ્‍યા પ્રમાણે સરકાર દ્વારા ભાડા કરાર માટે જે નવો ચાર્જ નક્કી કરાયો છે તેમાં સરચાર્જ પણ વધારો થયો છે. રહેણાક માટે ૫૦૦ની જગ્‍યાએ સીધો ૭૦૦ રૂપિયાનો સ્‍ટેમ્‍પ પેપર મળી રહ્યો છે. તેનો સીધો જ અર્થ થાય છે કે સરકાર દ્વારા ૫૦૦ના સ્‍ટેમ્‍પ પેપર ઉપર ૪૦ ટકા સરચાર્જ એટલે કે રૂા.૨૦૦નો વધારો ઝીંકોને તેને ૭૦૦ રૂપિયા કર્યો છે. આવી જ રીતે કોમર્શિયલ ભાડા કરાર માટે ૧૦૦૦ની જગ્‍યાએ ૧૪૦૦નો સ્‍ટેમ્‍પ આવતો હોવાથી તેમાં પણ ૪૦ ટકા સરચાર્જ નક્કી કરાયો હોવાના સવાલો કરવામાં આવી રહ્યા છે.

(9:49 AM IST)