News of Friday, 18th April 2025
ગુજરાતમાં પહેલી વાર અમદાવાદમાં શરૂ થશે શ્વાનોનું સ્મશાનગૃહ
ડોગી મૃત્યુ પામે તો એને સ્મશાનભૂમિ સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા : મ્યુનિસિપલ કોર્પોરેશન CNG આધારિત સ્મશાનગૃહ શરૂ કરશે

અમદાવાદ,તા.૧૮: ગુજરાતમાં પહેલી વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કૂતરાઓ માટે સ્મશાનગળહ બનાવવાનું છે જ્યાં મળત્યુ પામેલા કૂતરાઓની કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) આધારિત ભઠ્ઠીમાં અંતિમવિધિ કરી શકાશે. એ ઉપરાંત ડોગી મળત્યુ પામે તો એને સ્મશાનભૂમિ સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના ઓફિસર નરેશ રાજપૂતે કહ્યું હતું કે ‘કોર્પોરેશને કૂતરાઓનું રેસ્કયુ સેન્ટર ઊભું કર્યું છે ત્યાં શહેરમાં રખડતા કૂતરાઓને પકડીને લવાશે અને ત્યાં રખાશે. એ ઉપરાંત અત્યારે શહેરમાં ૫૫૦૦ પાળેલા કૂતરાઓનું રજિસ્ટ્રેશન થયું છે. આ ડોગ જ્યારે મળત્યુ પામે ત્યારે ખાડો ખોદીને એને દાટી દેવામાં આવે છે, પરંતુ ઘણા ડોગ સાથે લોકોની લાગણી જોડાયેલી હોય છે. ડોગ માટે વિચાર કરીને એના મળત્યુ પછી એની ડેડ-બોડીને દાટવાને બદલે એની અંતિમક્રિયા થાય એ માટેની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન ઊભી કરવાનું છે. એના ભાગરૂપે અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં આવેલા કરુણા મંદિરમાં મળત્યુ પામેલા ડોગ માટેનું સ્મશાનગળહ બનાવવામાં આવશે જે CNGથી ચાલશે. ત્રણ મહિનામાં આ સ્મશાનગળહ તૈયાર થઈ જશે. ડોગ માટેનું આવું અલાયદું સ્મશાનગળહ ગુજરાતમાં પહેલી વાર અમદાવાદમાં બનશે.(૪૦.૯)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
