તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Monday, 21st April 2025
ચાંગોદરના દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલાયો :આબરૂ લૂંટવા કર્યો પ્રયાસ :સફળ ના થતા પથ્થર મારી બન્નેની હત્યા કરી
હત્યા કર્યા બાદ બીજા દિવસે આરોપી ટ્રેન મારફતે મધ્યપ્રેશ ભાગી ગયો હતો. ઝડપાયેલો આરોપી પોતે પરિણીત અને તેની પત્ની અને 4 દિકરા મધ્યપ્રદેશ ખાતે તેનાં વતનમાં રહે છે

અમદાવાદ:તાજેતરમાં ચાંગોદર વિસ્તારમાંથી દેરાણી જેઠાણીની લાશ મળી આવી હતી, બન્નેની હત્યા કરનાર આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે, જોકે આરોપીની પુછપરછમાં હત્યા કરવાનું કારણ જાણતા પોલીસનું પણ લોહી ઉકળી ગયું હતું.
અમદાવાના સાણંદમાં ગત 14મી એપ્રિલનાં રોજ ચાચરવાડી વાસણા પાટીયાની સામે આવેલી ખુલ્લી જગ્યામાં આવેલા કચરામાંથી 45 વર્ષીય જતનબેન સોલંકી અને 70 વર્ષીય સોનબેન સોલંકીની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. બન્ને મહિલા દેરાણી અને જેઠાણી હતા, બન્નેને શરીરે પથ્થરોથી હુમલાઓ કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.
આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય એલસીબી, ચાંગોદર પોલીસના કુલ 70 પોલીસકર્મીની ટીમ તપાસમાં જોડાઈ હતી. બન્ને મહિલાઓ સાણંદનાં મટોડા ખાતે રહેતી હતી ત્યાં તપાસ અને ઘટના સ્થળની આસપાસના 150 જેટલા સીસીટીવી ફૂટેજ અને નજીકના 50 જેટલા જુદી જુદી કંપનીઓનાં સિક્યોરીટી ગાર્ડ અને કંપનીનાં મજૂરોના નિવેદન બાદ પોલીસ આરોપી સુધી પહોંચી હતી. મધ્યપ્રદેશના સતના ખાતેથી 48 વર્ષીય ભોલે લાલમન કોલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આરોપી ભોલે કોલની ધરપકડ બાદ પોલીસે પુછપરછ કરતા સામે આવ્યુ છે કે આરોપી છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદ ગ્રામ્યમાં આવેલી નવકાર કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. 14મી એપ્રિલે બંને દેરાણી જેઠાણી રાબેતા મુજબ કચરો વીણવા માટે ગઈ હતી, ત્યારે સવારના 11 વાગે આસપાસ બન્ને મહિલા વાસણા ગામના પાટીયા નજીર આવેલી ચાંચરાવાડી પાસે પહોંચી હતી, આરોપી ભોલે કોલ પણ ત્યાં હાજર હતો. આરોપીએ પહેલા 45 વર્ષીય જતનબેન સોલંકીને શારીરિક સંબંધ બાંધવાનું કહેતા તેમણે આરોપી પર પથ્થર ફેંક્યો હતો. જેથી આરોપીએ આવેશમાં આવીને તે મહિલાને પથ્થરથી માર મારી હત્યા કરી નાખી હતી. જે બાદ આરોપીએ 70 વર્ષીય જતનબેન સોલંકીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમાં તે સફળ ન થતા તેણે તેમની પણ પથ્થરો મારી હત્યા કરી નાખી હતી.
બંનેની 20 થી 25 મિનિટમાં હત્યા કર્યા બાદ બીજા દિવસે આરોપી ટ્રેન મારફતે મધ્યપ્રેશ ભાગી ગયો હતો. ઝડપાયેલો આરોપી પોતે પરિણીત છે અને તેની પત્ની અને 4 દિકરા મધ્યપ્રદેશ ખાતે તેનાં વતનમાં રહે છે, તેવામાં પોલીસે આરોપીને પકડી તેણે આ રીતે અન્ય કોઈ મહિલાની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે, બીજી તરફ આ આરોપીએ બન્ને મૃતક મહિલા સાથે દુષ્કર્મ કર્યું છે કે કેમ તે જાણવા માટે પોલીસ ફોરેન્સીક રિપોર્ટની રાહ જોઈ રહી છે. તેવામાં આરોપીની તપાસમાં અને મેડિકલ રિપોર્ટમાં શું ખુલાસા થાય છે તે તો આવનાર સમય જ બતાવશે
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
