તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 22nd April 2025
૭ વર્ષથી વધુ સમય માટે ભાડાપટ્ટે આપેલી જમીન જંત્રીના ૬૦%માં કાયમી થઈ જશે
રાજ્યના સિટી સરવે એરિયામાં ભાડાપટ્ટાની જમીનો કાયમી હકથી ફાળવાશે : અમદાવાદ સહિતના તમામ સિટી સર્વે એરિયામાં સરકારી જમીનો સંદર્ભે મહેસૂલી ઠરાવ ભાડાપટ્ટો ચાલુ હશે કે પૂર્ણ થયો હશે તો પણ કાયદેસરના કબ્જેદારને કાયમી હક મળશે : કાયમી હકની પ્રક્રિયામાં સ્ટેમ્પ ડયુટી વસૂલાશે નહી, SC, ST અને OBCને ૨૦ % રાહત

અમદાવાદ તા.૨૨: અમદાવાદ સહિત રાજ્યના તમામ સિટી સર્વે એરિયામાં ભાડાપટ્ટાથી સરકારે ફાળવેલી જમીનોનો પડો નિકાલ કરવા અર્થાત કબ્જેદારોને કાયમી હક આપવા મહેસૂલ વિભાગે સોમવારે સાંજે મહત્વનો ઠરાવ કર્યો હતો. જંત્રીમાં વધારો અમલમાં આવે તે પહેલા સરકારે ૭ વર્ષથી વધુ સમય માટે ભાડાપટે ફાળવેલી સરકારી જમીનોને કાયમી હકથી કબ્જેદારને તબદીલ કરવાની આ યોજના હેઠળ મહત્તમ ૯૦ ટકા જંત્રી વસૂલવાનો નિર્ણય કર્યો છે.
મહેસૂલ વિભાગના નાયબ સચિવ ભાવિન પટેલની સહીથી ૨૧મી એપ્રિલ, સોમવારે સાંજે પ્રસિધ્ધ ઠરાવમાં સિટી સર્વે ક્ષેત્રમાં ભાડાપટ્ટાની જમીન જે તબદીલી પાત્ર હોય અને પાની અધિકળત કે અનઅધિકળત તબદીલી થઈ હોય તેવા કિસ્સામાં મહત્વની જોગવાઈઓ સુચવાઈ છે. જેમા જમીનનો ભાડાપો પૂર્ણ થયો કે ન થયો તેવી જમીનમાં કાયદેસરના કબ્જેદારને જો કાયમી હક લેવો હોય તો પણ જૂની શરતે આપવા નિર્ણય લેવાયો છે. એટલુ જ નહી જેમણે ભાડું કે ભાડાનો કોઈ ભાગ ભરપાઈ ન કર્યો હોય તેમને પણ પાંચ ટકા ઉચ્ચક ભાડુ વસૂલીને કાયમી હક આપવા સુચવાયુ છે. આ પ્રક્રિયામાં જંત્રી મુજબ સ્ટેમ્પ યુટી વસૂલવાનુ મૂલતવી રાખાયુ છે. આ ઠરાવમાં જો અરજદાર અનુસૂચિત જાતિ- SC. અનુસૂચિત જનજાતિ-ST કે પછી અન્ય પછાત વર્ગ- OBC સમુહનો હોય તો તેવા કિસ્સામં ભરવાપાત્ર થતી કિંમતમાં ૨૦ ટકાની રાહત આપવાનું પણ જાહેર કરાયુ છે.(૩૮.૭)
કેવી રીતે ભાડાપટ્ટે અપાયેલી જમીનમાં કાયમી હક મળશે ?
૩૦ વર્ષથી કે તેથી વધુ સમયનો ભાડાપટ્ટો હોય અને તબદીલી પાત્ર હોય તથા પટ્ટાની અધિકળત તબદીલી થઈ હોય તેવા કિસ્સામાં જાહેર હરાજી કે ઉચ્ચક કિમંતે ભાડાપટ્ટે જમીન આપી હોય તેવા કેસમાં જંત્રીના ૧૫ ટકામાં કાયમી હક મળશે. જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રના ૩૦ ટકા વસુવાશે.
૩૦ વર્ષથી કે તેથી વધુ સમયનો ભાડાપટ્ટો હોય અને પટ્ટાની અનઅધિકળત તબદીલી હોય તેવા કિસ્સામાં જાહેર હરાજી કે ઉચ્ચક કિંમતે ભાડાપટ્ટે જમીન હોય તેવા કિસ્સામાં જંત્રીના ૨૫ ટકામાં કાયમી હક મળશે. જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રીના ૫૦ ટકા વસુલાશે.
૭ વર્ષથી વધુ અને ૩૦ વર્ષથી ઓછા સમયનો ભાડાપટ્ટો હોય અને જમીન તબદીલી પાત્ર હોય તથા પટ્ટાની અધિકળત તબદીલી થઈ હોય તેવા કિસ્સામાં જાહેર હરાજી કે ઉચ્ચક કિમંતે ભાડાપટ્ટે જમીન આપેલી હોય તેવા કેસમાં જંગીના ૨૦ ટકામાં કાયમી હક મળશે. જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રના ૪૦ ટકા વસુલાશે.
૭ વર્ષથી કે તેથી વધુ સમયનો ભાડાપટ્ટો હોય અને પટ્ટાની અનઅધિકળત તબદીલી હોય તેવા કિસ્સામાં જાહેર હરાજી કે ઉચ્ચક કિમતે ભાડાપટ્ટે જમીન આપેલી હોય તેવા કિસ્સામાં જંત્રીના ૩૦ ટકામાં કાયમી હક મળશે. જો માત્ર ભાડેથી જમીન ફાળવેલી હોય તો જંત્રીના ૬૦ ટકા વસૂલાજશે.
નિર્ણયનો અમલ આ કિસ્સામાં નહીં થાય
જયાં ફળઝાડ, કપાસ અને અન્ય વળક્ષના ઉછેર માટે જમીન ફાળવાણી થઈ હશે અથવા તો જમીન નવસાધ્ય કરવા કરવા સોંપાઈ હરો કે પછી ઝીંગા ઉછેર, મીઠા ઉદ્યોગ, રમતગમતના મેદાન માટે સોલાર, વીન્ડ કે હાઈબ્રીડ, ગ્રીન હાઈડ્રોજન માટે ફાળવાયેલી જમીનના કેસમાં આ નિર્ણયનો અમલ નહી થાય.
જમીન જે હેતુસર ફાળવાઈ હોય તેનો કોઈ ઉપયોગ ન થયો હોય ત્યા પણ આ લાભ નહી મળે.
૩૧ ડિસેમ્બર ૧૯૯૦ પછીના ભાડાપટ્ટે આપેલી જમીનોમાં, કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય ત્યાં લાભ નહી મળે.
બે વર્ષની મર્યાદામાં અરજી કરવી પડશે
આ યોજનાનો લાભ લેવા માટે ૨૧મી એપ્રિલ ૨૦૨૫થી બે વર્ષમાં કલેક્ટર સમક્ષ અરજી કરવાની રહેશે. જે કેસમાં જંત્રી મુજબ એક કરોડ સુધી કિંમત થશે તેનો કાયમી હક મંજૂર કરવાની સત્તા કલેક્ટરને આધિન રહેશે. તેથી વધુ કિંમતના કેસનો નિર્ણય સરકાર સ્તરેથી થશે. આ ઠરાવ પ્રસિધ્ધ થયાથી જે જમીનનો ભાડાપટ્ટો કાયમી નિકાલ ન થાય ત્યાં સુધી અથવા વધુમાં વધુ બે વર્ષ સુધી જમીન કે જગ્યાનું વેચાણ થઈ શકશે નહી.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
