<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

હિંમતનગર શામળાજી હાઇવે પર કન્ટેનર અને રીક્ષા રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે લોકોના મોત

કન્ટેનરની ટક્કર વાગતા રિક્ષા ખાડામાં પડી: રિક્ષામાં બેઠેલા બે લોકોના મોત નિપજ્યા

સાબરકાંઠામાં હિંમતનગર શામળાજી હાઈવે પર અકસ્માત થતાં બે લોકોના મોત નિપજ્યાં છે. કન્ટેનર ચાલકે રણાસણ ચાર રસ્તા પાસે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. કન્ટેનરની ટક્કર વાગતા રિક્ષા ખાડામાં પડી હતી. રિક્ષામાં બેઠેલા બે લોકોના મોત નિપજ્યા હતાં.

 હાઇવેના નવીનીકરણની કામગીરી ચાલુ હતી ત્યાં જ અકસ્માત સર્જાયો હતો. પાણીની લાઈન માટે જે સળિયા ઉભા કર્યા હતા તેની ઉપર જ રીક્ષા ખાબકી હતી અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી

 

(11:53 AM IST)