<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) હિંમતનગર યાર્ડમા 671 રૂપિયા બોલાયો: જાણો ટૂકડા ઘઉંનો શું ભાવ રહ્યો?

ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 6,070.39 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 6,070.39 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) હિંમતનગર માર્કેટ યાર્ડમા 671 રૂપિયા બોલાયો હતો. હિંમતનગર યાર્ડમાં નીચો ભાવ 495 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જંબુસરમાં 640 રૂ., સિદ્ધપુરમાં 630 રૂ., ડીસામાં 628 રૂ., થરામાં 623 રૂ., માણસામાં 611 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે અમરેલીમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 691 રૂ. અને નીચો ભાવ 472 રૂપિયા બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 6,070.39 ટન ઘઉંની આવક થઇ છે.

(8:05 PM IST)