News of Wednesday, 23rd April 2025
ગાંજો સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ :મુંબઈથી અમદાવાદ જતા ટ્રકમાં ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો: 90 લાખનો મુદામાલ જપ્ત
વલથાણ ગામની હદમાં તોરણ હોટેલની સામે પસાર થતા ટ્રક ઝડપાયો : ટ્રકમાં ચોરખાનામાં માતબર જથ્થો ભરી ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સપ્લાય કરતા આવેલા હોવાની કબુલાત કરી

સુરત જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રકમાં ચાલક તથા ક્લીનીર ટ્રકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવી વહન કરી મુંબઈથી અમદાવાદ જતા ને.હા. નંબર 48 ઉપર મુંબઈ તરફથી અમદાવાદ તરફ રાત્રીના પસાર થનાર છે. બાતમીના આધારે વલથાણ ગામની હદમાં તોરણ હોટેલની સામે મુંબઈથી અમદાવાદ તરફ પસાર થતા નેશનલ હાઈવે નં.48 રોડ ઉપર વોચ ગોઠવી હતી અને ટ્રક આવતા ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી. જેમાં ટ્રકની કેબીનની પાછળના ભાગે મોટું ગુપ્ત ચોરખાનું બનાવ્યું હતું જેની અંદર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો.
પોલીસે આ ઘટનામાં સંજય નબિન બીશ્વાલ અને કાલીયા બીપીન પ્રધાનને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરતા પકડાયેલા આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓ ઓરિસ્સા રાજ્યમાંથી ગુપ્ત ચોરખાનામાં ગાંજાનો માતબર જથ્થો છુપાવી ગુજરાત રાજ્યમાં ચોરી છુપીથી સપ્લાય કરતા હોવાનું અને આ અગાઉ પણ આજ પ્રકારે ટ્રકમાં ચોરખાનામાં માતબર જથ્થો ભરી ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સપ્લાય કરતા આવેલા હોવાની કબુલાત કરી હતી. જેથી પકડાયેલા આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં નારકોટીક્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યા હતા.
વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીમાં
વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ટ્રકમા ભરાવી મોકલનાર - આલોક
વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલ ટ્રક નવાપુર સુધી લઈ સાથે આવનાર - શરતપ્રધાન ઉર્ફે સાઈરામ રાજેંદ્રપ્રધાન
ખુર્દા અને ભુવનેશ્વરની વચ્ચે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલ ટ્રક નંબર.MH-40-CT-3471 આપવા આવનાર બાપુજી નામના ડ્રાઇવર
વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ટ્રક નં.MH-40-CT-3471 લેવા આવનાર
પોલીસે વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો કૂલ 746.990 કિ.ગ્રા કુલ કિ.રૂ.74,69,990/-ટ્રક નંબર.MH-40-CT-3471 જેની કિં.રૂ.15,00,000/-બન્ને આરોપીઓના કબ્જામાથી મળેલ મોબાઇલ-2 કિ.રૂ.30,000/-બંને આરોપીઓના કબ્જામાથી મળેલ રોકડા રૂ.1880/-ટ્રકના રજીસ્ટ્રેશન કાગળોની ઝેરોક્ષની ફાઈલ નંગ.1, કિ.રૂ.00/00 .આરોપી સંજય નબિન બિશ્વાલનુ ડ્રાઈવીંગ લાઈસંસ નંગ-1, કિ.રૂ.૦૦/૦૦. આમ મળી કુલ્લ રૂ.90,01,870/- મુદામાલ કબજે કર્યો છે
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
