તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૧ મંગળવાર
News of Wednesday, 23rd April 2025
બનાસકાંઠાના બ્રિજેશ બારોટે 507માં રેન્ક સાથે UPSC માં ઝળહળતી સફળતા મેળવી ગૌરવ વધાર્યું
સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા સહિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પોતાના રોલ મેડલ ગણાવીને શ્રેય આપ્યો

અમદાવાદ : દેશભરમાં UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2024 નું અંતિમ પરિણામ જાહેર કરાયું છે. ત્યારે બનાસકાંઠાના બ્રિજેશ કિશોરભાઈ બારોટે 507માં રેન્ક સાથે સફળતા મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. UPSC પરીક્ષામાં સફળતા મેળવતા તેમણે અને તેમના પરિવારે બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની મુલાકાત લીધી હતી.
જિલ્લા કલેકટર મિહિર પટેલે આ વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી, સાલ તથા માતાજીની છબી થકી સન્માન કરીને તેમના પરિવાર સાથે વાર્તાલાપ કર્યો હતો. બ્રિજેશ કિશોરભાઈ બારોટે તેમની આ સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા સહિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પોતાના રોલ મેડલ ગણાવીને શ્રેય આપ્યો હતો.
UPSCમાં સફળતા મેળવનાર બ્રિજેશે જણાવ્યું કે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ સ્ટેજ માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલનું સતત માર્ગદર્શન મળ્યું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના એક્સપર્ટ લેક્ચરથી ખૂબ જ ફાયદો થયો છે. તેમણે જિલ્લા કલેકટર મિહિર પટેલને પોતાના રોલ મોડલ ગણાવ્યા છે. નિરમા યુનિવર્સિટી, સ્પીપા અને જિલ્લા કલેકટર બનાસકાંઠા તરીકે મિહિર પટેલનું માર્ગદર્શન અને અનુભવ થકી આજે સફળતા મળતા તેઓ ખુશી ની લાગણી અનુભવી હતી.
બ્રિજેશ બારોટે બાળ મંદિરથી ધોરણ 12 સુધી વિદ્યામંદિર, પાલનપુર ખાતે અભ્યાસ કર્યો હતો. નિરમા યુનિવર્સિટી ખાતેથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેમના પિતા કિશોરભાઈ બારોટ વિદ્યામંદિર પાલનપુર ખાતે હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપે છે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
