તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૧ મંગળવાર
દશેરા - દિવાળી પહેલા ખાદ્ય તેલના ભાવમાં ૭ થી ૮ ટકાનો વધારો થવાની સંભાવના : આયાત ખર્ચમાં વધારો થવાથી કંપનીઓના માર્જિન પર દબાણઃ ખર્ચમાં વધારો, નબળો રૂપિયો અને વૈશ્વિક ભાવ પણ કારણભૂત : ભારત તેની કુલ ખાદ્ય તેલની જરૂરિયાતોના ૫૮% થી વધુ આયાત કરે છેઃ જોકે સરકાર આયાત જકાતમાં ઘટાડો કરવાનું વિચારી રહી છે જેનાથી ભાવ નિયંત્રણમાં રહી શકે ભારત તેની કુલ ખાદ્ય તેલની જરૂરિયાતોના ૫૮% થી વધુ આયાત કરે છે2:48 PM IST
પ્રોડકટ વેજ છે કે નોનવેજઃ લાલ - લીલો કલર કોડ જણાવશે : સાબુ - શેમ્પુ - ટૂથપેસ્ટ - કોસ્મેટીકસનાં પેકેજિંગથી જ જાણી શકાશે કે પ્રોડકટ વેજ છે કે નોનવેજઃ સરકારે કલરકોડ ફરજીયાત કર્યોઃ નવા નિયમો ગઇકાલથી અમલી : વેજ પ્રોડકટ માટે લીલુ ટપકુ તો નોનવેજ માટે લાલ કે ભુરૂ ટપકુ લગાવવું પડશેઃ કંપનીઓએ પેકેટ બદલવા પડશેઃ નિશાની મુખ્ય ડિસ્પ્લે પેનલની ઉપર લગાવવી પડશે1:12 PM IST
મહત્વના સમાંચારની એક ઝલક 12:22 AM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે....12:09 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI)નું નામ બદલીને ‘સુપર ઈન્ટેલિજન્સ’ કર્યું : કહ્યું, "આર્ટિફિશિયલ શબ્દ બનાવટી અથવા નકલી જેવો લાગે છે!" : યુએન સામાન્ય સભામાં ટ્રમ્પનો દાવો : AI અંગેની ચેતવણીઓને વૈશ્વિકવાદીઓનું કાવતરું ગણાવ્યું : અમેરિકામાં AI ઉદ્યોગના નિયમન માટે ‘AI ફોર્સ’ રચવા અને ઝારની નિમણૂક કરવાની જાહેરાત11:25 PM IST
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ એકતા નગર ખાતે 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એનાયત કર્યા : દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા અનંત નાગે રાષ્ટ્રના અસંખ્ય લોકો તરફથી મળેલા અપાર પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો: રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના સમારોહને મુખ્ય પ્રવાસન સ્થળોએ લઈ જઈને ભારતની સાંસ્કૃતિક વિવિધતા પ્રદર્શિત કરાશે:અશ્વિની વૈષ્ણવ: માહિતી અને પ્રસારણ મંત્રીએ વેવ્સની આગામી આવૃત્તિ ઓક્ટોબર 2027 માં યોજવાની જાહેરાત કરી10:20 PM IST
MPSC પેપર લીક અને પરીક્ષા વિવાદ પર દેવેન્દ્ર ફડણવીસનું મોટું નિવેદન: 'અમને રાજકારણમાં રસ નથી, વિદ્યાર્થીઓની દરેક વ્યાજબી માગણી પૂરી કરીશું' : આગામી MPSC પરીક્ષામાં તમામ રેકોર્ડ તૂટે તેટલી બમ્પર ભરતી કરાશે: આયોગના અધ્યક્ષના રાજીનામાની માંગ ફગાવી, વિદ્યાર્થીઓની માંગ મુજબ પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર પર સરકાર સકારાત્મક8:19 PM IST
ટાટા ગ્રુપના આંતરિક વિવાદ વચ્ચે શરદ પવાર મેદાનમાં! કહ્યું- "ટાટાના વારસા અને પરોપકારી માલિકીનું રક્ષણ કરવું એ સમયની સૌથી મોટી જરૂરિયાત" : ટાટા ટ્રસ્ટ્સના અધિકારોનું સન્માન થવું જોઈએ, નેતૃત્વ અંગેનો વિવાદ પરસ્પર સંવાદ અને 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશન' મુજબ ઉકેલાવો જોઈએ: એનસીપી (એસપી) વડાની મહત્વપૂર્ણ અપીલ8:12 PM IST
ઉત્તર પ્રદેશના ઓરાઈમાં ખાખી વર્ધી શર્મસાર! ભાજપ કાર્યકર્તાને રૂમમાં પૂરીને 'નાગિન ડાન્સ' કરાવનારા રામપુરા થાણા ઈન્ચાર્જ લાઈન હાજર: એસપીની આકરી કાર્યવાહી : ૨૦ થેલી સિમેન્ટની લાંચ ન આપતા ભાજપ નેતા સાથે કરાઈ બર્બરતા: આતા પોલીસ મથકના અધિકારી સામે પણ મહિલા કોન્સ્ટેબલે લગાવ્યા ચોંકાવનારા ગંભીર આરોપો8:01 PM IST
UNGA સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું ભારે આંતરરાષ્ટ્રીય અપમાન! ન્યૂયોર્કના રસ્તાઓ પર "ગલી ગલીમેં શોર હૈ, શાહબાઝ ચોર હૈ"ના લાગ્યા પોસ્ટરો : અમેરિકા પહોંચેલા પાકના પીએમના સ્વાગતમાં ન મળી રેડ કાર્પેટ કે ન આવ્યા કોઈ વરિષ્ઠ અધિકારી: ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીના કાર્યકરોએ 'ચેરી પોલિશ' અને 'ફોર્મ ૪૭ સરકાર' લખેલા વિરોધ પ્રદર્શનથી શરીફને કર્યા ભારે શરમસાર7:56 PM IST
યુપી રાજકારણમાં ગરમાવો! ૨૦૨૭ની ચૂંટણી પહેલા સપા-સુભાસ્પા વચ્ચે જંગ: શિવપાલ યાદવે મંત્રી ઓપી રાજભર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- "તેમનું મગજ ચસકી ગયું છે, સારા ડોક્ટરની જરૂર!" : સમાજવાદી વિચારક મોહન સિંહની પુણ્યતિથિએ દેવરિયા પહોંચેલા શિવપાલે ભાજપ અને રાજભરને ઘેર્યા: રામમંદિર દાન ચોરી મુદ્દે સરકાર સામે સાધ્યું નિશાન, ૨૦૨૭માં સપાની સરકાર બનવાનો કર્યો દાવો7:55 PM IST
UNGAમાં ઈરાન અને અમેરિકા સામસામે! ન્યૂયોર્ક પહોંચેલા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન પર યુએસએ લાદ્યા કડક પ્રતિબંધો: હોટલ અને યુએન હેડક્વાર્ટર સિવાય ક્યાંય જવા પર રોક : સાત મહિનાના ભયાનક તણાવ અને પરમાણુ વિવાદ વચ્ચે ઈરાની પ્રતિનિધિમંડળ ન્યૂયોર્કમાં: આત્મરક્ષણનો દાવો કરશે પેઝેશ્કિયાન, પરંતુ ટ્રમ્પ સાથેની મુલાકાત પર આશંકાના વાદળો7:47 PM IST
કર્ણાટક વિધાનસભાનો મોટો નિર્ણય: કસ્તૂરીરંગન સમિતિના સાતમા ડ્રાફ્ટને સર્વસંમતિથી ફગાવ્યો, અંતિમ મંજૂરી એક વર્ષ પાછી ઠેલવા કેન્દ્ર સમક્ષ માંગ : સેટેલાઇટ ડેટાના આધારે ૨૦,૬૬૮ ચો.કિમી. વિસ્તારને ESA જાહેર કરવાનો નિર્ણય અવૈજ્ઞાનિક: ખેડૂતો, મકાન માલિકો અને સ્થાનિક લોકોના હિતોના રક્ષણ માટે નિવૃત્ત જજના નેતૃત્વમાં કમિટી રચવાની જાહેરાત7:38 PM IST
ટીએમસીથી અલગ થયેલી NCPIએ જાહેર કર્યા નવા રાષ્ટ્રીય પદાધિકારીઓ: પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ બન્યા રાષ્ટ્રીય ઉપપ્રમુખ : જ્યોતિપ્રકાશ ચેટર્જીને સોંપાઈ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની કમાન: રચના બેનર્જી, દીપક અધિકારી (દેવ) અને અબુ તાહિર ખાન સહિતના દિગ્ગજ નેતાઓને બનાવાયા રાષ્ટ્રીય ઉપપ્રમુખ7:29 PM IST
તહેવારોની ઉજવણીના નામે નાગરિકોને મૂંગા પીડિત બનાવી શકાય નહીં: બોમ્બે હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ! : ડીજે, લાઉડસ્પીકર અને લેસર લાઇટના અતિરેક સામે વડી અદાલતનું લાલઘૂમ વલણ: નિયમભંગ કરનાર પંડાલોની ડિપોઝિટ જપ્ત કરવા અને કડક કાનૂની કાર્યવાહી કરવાનો સત્તાવાળાઓને આદેશ7:25 PM IST
ગણેશોત્સવનો મહાપર્વ: ભાજપ નેતા આશિષ શેલારના ઘરે 'જેઠાલાલ' અને 'ક્રિકેટના ભગવાન' સચિન તેંડુલકરે લીધા બાપ્પાના આશીર્વાદ, ચાહકોની ઉમટી ભારે ભીડ! : ટીવી સ્ટાર દિલીપ જોશી, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, બોલિવૂડ ડિરેક્ટર સાજિદ ખાન અને અશોક પંડિતે ગણપતિ બાપ્પાની કરી ભક્તિભાવપૂર્વક પૂજા: સોશિયલ મીડિયા પર દર્શનના વીડિયો વાયરલ7:06 PM IST
લખીમપુર ખેરી હિંસા કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ! ટ્રાયલ જજ સામેના ગંભીર આરોપો પર અલ્હાબાદ હાઈકોર્ટ પાસે સીલબંધ કવરમાં મંગાયો રિપોર્ટ : એડવોકેટ પ્રશાંત ભૂષણના આઘાતજનક ખુલાસા બાદ સર્વોચ્ચ અદાલત આકરા મોડમાં: સંવેદનશીલ કેસ માટે ઉત્તર પ્રદેશ સરકારને અનુભવી અને વરિષ્ઠ સરકારી વકીલ નીમવા માટે અપાઈ તાકીદ7:05 PM IST
ન્યૂયોર્કમાં ડિપ્લોમસીનો ધમાકો! UNGA સમિટમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે વૈશ્વિક નેતાઓ સાથે કરી હાઈ-પાવર બેઠકો: યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક રાજકારણ પર ભારતનું વલણ સ્પષ્ટ : ફ્રાન્સ, યુક્રેન, સ્વિટ્ઝર્લેન્ડ સહિત ૬ દેશોના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય વાર્તા: બ્લેક સી સુરક્ષા, આર્થિક ભાગીદારી અને સપ્લાય ચેઈન મજબૂત કરવા પર જયશંકરનો ભાર6:54 PM IST
વોશિંગ્ટન સમિટમાં તાઇવાનને હથિયારો વેચવાનું બંધ કરવા શિ જિનપિંગ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરું દબાણ લાવશે: અમેરિકા સાથેનો ૧૯૮૨નો કરાર બનશે વિવાદનું મુખ્ય કેન્દ્ર : ચાઇનીઝ ડ્રેગનનો નવો દાવ: ઇરાન મુદ્દે અમેરિકાને મદદ કરવાની ઓફર સામે $૧૪ બિલિયનના અટવાયેલા અમેરિકન હથિયારોના પેકેજ પર સંપૂર્ણ રોક લગાવવા ચીનની નવી રાજદ્વારી ખેંચતાણ5:53 PM IST
કૌભાંડ છ રાજયોમાં ફેલાયેલું આંકડો ૨૦૦૦કરોડઃ ભોગ બનનારાઓની સંખ્યા ૧૫ લાખથી વધુ : પ્રારંભે પોલીસને લાગ્યું હતું કે રૂા. ૬૩૫ કરોડનું કૌભાંડ અને ૩ લાખ ભોગ બનનારા છુ પણ તપાસમાં નવી વિગતો ખુલી : અમરેલી પોલીસે ગુગલ પ્લે સ્ટોર - બેંકો વગેરે પાસેથી વિગતો માંગીઃ કુલ બેની થઇ છે ધરપકડ : ‘‘SD PAY'' એપ્લીકેશન કૌભાંડમાં નવો ખુલાસો10:55 AM IST
મધ્યપ્રદેશના એવા ગામ જેના નામ લેતા પણ શરમાય છે લોકો : બૈતૂલ જિલ્લામાં સાલા અને સાલી નામના બે અલગ અલગ ગામ આવેલા છે જ્યારે ધાર જિલ્લામાં દેવર ગામ આવેલું છે : ચીની, સિઘાડા, સોડા, લહસુના, ભજિયા, હલ્દી, કરેલા, અને ઘુટ્ટી આ તમામ નામ પહેલી નજરે ગામના નામ કોઈ ખાવા પીવાની વસ્તુઓની યાદી જેવા લાગે છે10:05 AM IST
સ્માર્ટફોન, લેપટોપ, ટીવી કે રેફ્રિજરેટર... ખરીદી પૂર્વે ગ્રાહકોનું ઉંડુ રિસર્ચ : તાજેતરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓના ભાવમાં ઘણી વખત વધારો થયો છે. આમ છતાં, ગ્રાહકો માત્ર સસ્તા ઉત્પાદનો જ શોધી રહ્યા નથી, પરંતુ વધુ સારા પ્રદર્શન, નવી સુવિધાઓ અને પ્રીમિયમ અનુભવ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે10:05 AM IST
ભારતીય AI ક્ષેત્રે મોટો ફેરબદલ! જટિલ ટેકનોલોજીને સરળ બનાવવા 'સર્વમ' કંપનીએ દિશા સંઘવીને સોંપી બ્રાન્ડ અને કોમ્યુનિકેશન્સની કમાન : પત્રકારત્વથી ફિનટેક અને હવે ફ્રન્ટીયર AI સુધીની અદ્ભુત સફર: ભારતની સ્થાનિક ભાષાઓ અને સાંસ્કૃતિક જરૂરિયાતો મુજબ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઘડતી કંપની 'સર્વમ'ની વૈશ્વિક ઓળખ મજબૂત કરવા માસ્ટરપ્લાન તૈયાર5:32 PM IST
અમેરિકા લશ્કરી દબાણ હટાવે તો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા ઈરાન તૈયાર: ૭ જ દિવસમાં દરિયાઈ માર્ગ મુક્ત કરવાની ટ્રમ્પ સરકાર સમક્ષ મૂકી આકરી શરત! : ન્યૂયોર્કમાં UNGA બેઠક દરમિયાન ઈરાની પ્રતિનિધિમંડળની મોટી જાહેરાત: બંદરો પરથી નાકાબંધી ઉઠાવી લેવાય તો અમેરિકા સાથે અટકેલી રાજદ્વારી વાટાઘાટો ફરી શરૂ કરવા ઈરાન સંપૂર્ણપણે તત્પર5:12 PM IST
દેશમાં મહિલાઓ સામે હિંસા અને ક્રૂરતા વધતા પ્રિયંકા ગાંધીએ વ્યક્ત કરી ચિંતા: "મહિલા સુરક્ષા સુનિશ્ચિત નહીં થાય તો મોટી યોજનાઓનો કોઈ અર્થ નથી!" : બિહાર અને દિલ્હીમાં છેડતીની ઘટનાઓ બાદ વાયનાડથી પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર અને રાજ્ય સરકારોને આકરા પાણીએ લીધી: જાહેર સ્થળો પર સુરક્ષા માટે નક્કર પગલાં લેવા આગ્રહ5:02 PM IST
વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ સાવધાન! નકલી જોબ અને વિઝા સ્પોન્સરશિપ કૌભાંડથી બચવા માટે જાણો આ મહત્વપૂર્ણ ટિપ્સ : યુકે અને અન્ય દેશોમાં '૧૦૦% ગેરંટી' સાથે વિઝા અને નોકરીની લાલચ આપતી ઠગ મંડળીઓ સક્રિય: સોશિયલ મીડિયા પર દેખાતી દરેક ઓપનિંગ સાચી નથી હોતી, પેમેન્ટ અને સંવેદનશીલ દસ્તાવેજો માંગતા એજન્ટોથી દૂર રહેવા નિષ્ણાતોની ચેતવણી5:10 PM IST
ટેક્સાસના હનુમાન મંદિર વિવાદ પર યુએસ આર્મીના ભૂતપૂર્વ સૈનિકનો જડબાતોડ જવાબ: 'અમેરિકા કોઈનું ધાર્મિક શાસન નથી, તમને કોઈના પૂજાસ્થળ તોડવાનો કોઈ અધિકાર નથી!' : યુટ્યુબર જેસી હ્યુજીસની હિન્દુ મંદિર તોડી પાડવાની ઉશ્કેરણીજનક ટિપ્પણી સામે હિન્દુ અમેરિકન વેટરન રુચિર બક્ષીનો પ્રચંડ વિરોધ: લશ્કરી સેવા અને બલિદાનની યાદ અપાવીને કટ્ટરતા પર કર્યા પ્રહાર4:36 PM IST
લાલ સમુદ્રમાં વધતા તણાવ વચ્ચે યુકેનો મોટો નિર્ણય: યમનના હુથી બળવાખોરો સામે સાઉદી અરેબિયાને મર્યાદિત લશ્કરી મદદ પૂરી પાડશે બ્રિટન : પ્રાદેશિક સુરક્ષા અને વૈશ્વિક તેલ પુરવઠો જાળવી રાખવા બ્રિટિશ એરફોર્સ સાઉદી વિમાનોને આપશે હવામાં ઈંધણ પૂરવાની સુવિધા: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા પહેલા યુકેના વડાપ્રધાને કરી મહત્વની જાહેરાત4:37 PM IST
ચીનના રાજકારણમાં સૌથી મોટો ભૂકંપ: શી જિનપિંગે સફાયો કરીને ગલવાન-યુગના ટોચના જનરલ ઝાંગ યુક્સિયા પાસેથી પાર્ટી અને લશ્કરી હોદ્દાઓ છીનવી લીધા : પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ના સર્વોચ્ચ માળખાને મોટો ફટકો: શી જિનપિંગ પછીના સૌથી શક્તિશાળી લશ્કરી અધિકારીનું નાટ્યાત્મક પતન, બેવફાઈ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો4:36 PM IST
શેરબજારમાં રોકાણકારો માટે કમાણી કરવાની વધુ એક સોનેરી તક: 'લિક્વિડ ડિજિટલ ઇન્ડિયા' નો આઈપીઓ (IPO) આગામી ૨૩ સપ્ટેમ્બરે થશે ઓપન : રૂ. ૫૧ થી રૂ. ૫૪ ની પ્રાઇસ બેન્ડ અને ૪૦૦૦ શેરોના લોટ સાઈઝ સાથે આવશે પબ્લિક ઇશ્યૂ: એડવર્ટાઇઝિંગ અને ડિજિટલ માર્કેટિંગ ક્ષેત્રની આ કંપનીના આઈપીઓ પર રહેશે નિષ્ણાતોની વિશેષ નજર4:36 PM IST
મોબાઈલ યઝર્સ માટે ટ્રાઈ (TRAI) ની મોટી ભેટ: હવે ડેટા વિના માત્ર કોલિંગ અને એસએમએસ માટે સસ્તા રિચાર્જ પ્લાન આપવા ટેલિકોમ કંપનીઓ માટે બન્યા ફરજિયાત : મોંઘા રિચાર્જમાંથી સામાન્ય જનતાને મળશે મોટી રાહત: ૩૦ દિવસ કે તેથી ઓછી વેલિડિટીવાળા વોઈસ-એસએમએસ પ્લાન લાવવા પડશે, વરિષ્ઠ નાગરિકો અને લો-ડેટા યુઝર્સને થશે વિશેષ ફાયદો4:35 PM IST
યુએસના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં એવિએશન સિસ્ટમમાં મોટી તકનીકી ખામી સર્જાતા હાહાકાર: એફએએ (FAA) ની સિસ્ટમ ફેલ થવાથી જેએફકે (JFK) અને ન્યુઆર્ક સહિત અનેક મુખ્ય એરપોર્ટ પર 'ગ્રાઉન્ડ સ્ટોપ' જાહેર : એમટ્રેક રેલ લાઇન પાસે બાંધકામ દરમિયાન ફાઇબર-ઓપ્ટિક કેબલ કપાતા હજારો મુસાફરો અટવાયા: ૧,૦૦૦થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થતાં યુએનના મહાસંમેલન અગાઉ તંત્રમાં દોડધામ4:35 PM IST
₹૧૫૦ કરોડના GMADA કૌભાંડમાં ED ની મોટો ધડાકો: જલંધરથી દિલ્હી સુધી સપાટો, પ્રિન્સિપાલ સેક્રેટરી IAS વિકાસ ગર્ગની ઓફિસ સહિત અનેક ઠેકાણે દરોડા! : દિલ્હી, ચંદીગઢ, મોહાલી અને લુધિયાણામાં ED ની ટીમો ત્રાટકી: જમીન ઉપયોગ પરિવર્તન (CLU) અને ફી ગેરરીતિ કેસમાં મોબાઈલ જપ્ત કરી કોમ્પ્યુટર રેકોર્ડ ખંગાળાયા4:33 PM IST
શેરબજારમાં 'સેક્ટોરલ રોટેશન': IT અને ફાઇનાન્સ શેરોમાં પ્રોફિટ-બુકિંગથી નિફ્ટીની ૪ દિવસની વિજયી કૂચ અટકી; સેન્સેક્સ ૩૩૦ પોઈન્ટ ગગડ્યો, ૭૪,૫૨૯.૦૮ ની સપાટીએ બંધ રહ્યો, જ્યારે નિફ્ટી ૨૩,૩૨૯ ના સ્તરે સ્થિર થયો : મેટલ અને રિયલ્ટી શેરોમાં ધૂમ ખરીદી વચ્ચે બુલ્સ અને બેઅર્સ વચ્ચે જંગ: વિશ્લેષકોએ ૨૩,૩૦૦ના મહત્વપૂર્ણ આધાર સ્તર પર નજર રાખવા આપી સલાહ4:35 PM IST
કર્ણાટક KPSC માં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ભારે હોબાળો: CM ડી.કે. શિવકુમારે કહ્યું, 'KPSC ને તાળું મારી દેવું જોઈએ, ત્યાં અનેક કૌભાંડીઓ ઘૂસી ગયા છે!' : સરકારી નોકરીઓની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને લાંચરુશવતના ગંભીર આક્ષેપો બાદ સરકાર આકરા પાણીએ: કમિશનની પુનઃરચના અને પારદર્શક સિસ્ટમ લાવવાની ચર્ચા તેજ5:04 PM IST
આઈસીસી બોર્ડના અધ્યક્ષ જય શાહનો આજે જન્મદિવસ : ગુજરાતથી વૈશ્વિક ક્રિકેટના સર્વોચ્ચ વહીવટી પદ સુધીની સફર ૨૦૦૯માં ક્રિકેટ વહીવટમાં પ્રથમ પગલું, ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં મહત્વની ભૂમિકા,૨૦૧૯માં બન્યા બીસીસીઆઈના સૌથી યુવા માનદ સચિવ, આઈપીએલ મીડિયા રાઈટ્સનો અ ધ ધ રૂ.૪૮,૩૯૦ કરોડ અભૂતપૂર્વ સોદો, એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ, ICC સાથે સીધી જોડાણની શરૂઆત, ૨૦૨૪: ICCના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટણી, ૧ ડિસેમ્બર ૨૦૨૪ : વિશ્વ ક્રિકેટના ચેરમેન બન્યા3:46 PM IST
MDR ચાર્જ ....ગ્રાહકો પાસેથી ૧ રૂપિયો પણ નહીં વસૂલવામાં આવેઃ નાણામંત્રી : નાણામંત્રી નિર્મલા સિતારમણેMDRને લઈને સરકારનું વલણ સ્પષ્ટ કર્યું : ગ્રાહક પહેલાની જેમ કોઈ વધારાના ચાર્જ વિના યૂપીઆઈ પેમેન્ટ કરી શકશે : આ કોઈ ટેક્સ કે સેસ નથી અને તેનાથી મળનારા રૂપિયા કેન્દ્ર સરકારના ખાતામાં નહીં આવે. આ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલા સર્વિસ પ્રોવાઈડર્સ વચ્ચે લાગનારો ચાર્જ છે3:04 PM IST
નાના વેપારીઓ માટે મોટા સમાચાર UPI MDR પર GST રાહત મળી શકે છે : ૭ ઓક્ટોબરના રોજ GST કાઉન્સિલની બેઠકમાં કેટલાક ઉચ્ચ-મૂલ્યના UPI વ્યવહારો પર વસૂલવામાં આવતા MDR પર GST રાહતના વિકલ્પ પર ચર્ચા થઈ શકે છે : ૧૫ ઓક્ટોબરથી, રૂા.૨,૦૦૦ થી વધુના કેટલાક P2M UPI વ્યવહારો પર ૦.૪% MDR લાગુ થશે, જે ૧૮% GSTને આધીન રહેશે10:36 AM IST
૩૯ પત્ની, ૯૪ બાળકો અને ૧૦૦ રૂમનું ઘર... ૧૮૦ સભ્યનો સૌથી મોટો પરિવાર : ૩૯ પત્નીઓ, ૯૪ બાળકો અને પૌત્રો સાથેનું આ કુટુંબ સંયુક્ત પરિવારનું અદભૂત ઉદાહરણ છે : ૨૦૨૧માં ઝિઓના ચાનાનું અવસાન થયું હતું, પરંતુ પરિવાર આજે પણ એકતા જાળવી આત્મનિર્ભર જીવન જીવી રહ્યો છેઃ આ ઘર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે10:12 AM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે1:06 PM IST
પંજાબને બદનામ કરવાના ભાજપા ષડયંત્રનો પર્દાફાશ: AAP નેતા સંજય સિંહે કહ્યું, "ડ્રગ્સ તસ્કર જગ્ગાને ભાજપે ભાઈ ગણાવ્યો : AAP એ સ્પષ્ટ કર્યું કે વિપક્ષના "ધિક્કારપાત્ર રાજકારણ" ને ધ્યાનમાં લીધા વિના, પંજાબમાં ડ્રગ્સના દુરૂપયોગને નાબૂદ કરવાની તેની પ્રતિબદ્ધતા યથાવત રહેશે:AAP એ તેને પંજાબને બદનામ કરવાનું ઊંડા મૂળ ધરાવતું કાવતરું ગણાવ્યું.9:28 PM IST
દિલ્હીમાં ૭ વર્ષની નિર્દોષ બાળકી પર બળાત્કારથી ભારે જનઆક્રોશ: સ્થાનિકોએ ૩૪ વર્ષીય નરાધમને પકડી પોલીસને સોંપ્યો : કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવો : દેશબંધુ ગુપ્તા રોડ વિસ્તારમાં સનસનાટી: પોક્સો અને BNS ની ગંભીર કલમો હેઠળ FIR : ઘટનાસ્થળે ભારે પોલીસ કાફલો ખડકાયો: પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ9:56 PM IST
કેનેડામાં ફ્લાઇટ ટ્રેનિંગ દરમિયાન થયેલી વિમાન દુર્ઘટનામાં તમિલનાડુ અને પુડુચેરીના બે ભારતીય વિદ્યાર્થીઓના મોત : તમિલનાડુના મનોજ શિવકુમાર અને પુડુચેરીના શ્રીશરણ તિરુગ્નાનસંબંથમનું મૃત્યુ :બંને પરિવારોમાં શોકની લાગણી: ભારતીય કોન્સ્યુલેટે મૃતદેહોને ભારત પરત લાવવામાં પરિવારોને શક્ય તમામ કોન્સ્યુલર સહાય આપવાની ખાતરી આપી .10:58 PM IST
મહત્વના સમાચાર1:07 AM IST
મહત્વના સમાચાર 1:20 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાઇડર-ભિલોડા હાઇવે પર અંબાજીથી દર્શન કરી પરત ફરતા પદયાત્રીઓની રીક્ષાને કારે ટક્કર મારતાં અકસ્માત:8 પદયાત્રીઓ ઘાયલ:૩ ની હાલત ગંભીર : મલાસા નજીક કારે અડફેટે લેતા રીક્ષા રોડ પરથી ફંગોળાઈને સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં પલટી ખાઈ ગઈ: તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભિલોડા સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસે તપાસ શરૂ કરી 11:16 PM IST
રાજ્યમાં અંદાજે ૨૧.૬૮ લાખથી વધુ વીમાધારક અને ૮૪ લાખ લાભાર્થીઓને ESIC હેઠળ આવરી લેવાયા: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા : ગાંધીનગર ખાતે શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને 'કર્મચારી રાજ્ય વીમા નિગમ' (ESIC)ની ૯૪મી પ્રાદેશિક બોર્ડ બેઠક યોજાઈ:રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિ: બેઠકમાં શ્રમિકોના સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષા પર મૂકાયો વિશેષ ભાર6:54 PM IST
ગુજરાત વિકાસ સેવા વર્ગ-૨ના તાલુકા વિકાસ અધિકારીઓની બદલી અને નિમણૂકોમાં મોટો ફેરફાર : ગીર-સોમનાથના ઓર્ડર રદ કરાયા : જુઓ સંપૂર્ણ સૂચિ : પંચાયત વિભાગની નવી અધિસૂચના અનુસાર મૌલિક ભનુગર ગોસાઈ સુત્રાપાડામાં યથાવત : રીટાબેન સવાણી વિસાવદર મુકાયા : લક્ષ્મીબેન ઠાકોર, લતાબેન સોલંકી અને દિગંતકુમાર દરજીની જાહેર હિતાર્થે નવી બદલીઓ જાહેર4:51 PM IST
પ્રત્યેક ગામ, પ્રત્યેક ખેડૂત સુધી પહોંચવા નવી ઊર્જા સાથે સજ્જ ભાજપા કિસાન મોરચો : ‘ધરતીનો સાદ - કિસાન સંવાદ’ હેઠળ પ્રદેશ અધ્યક્ષ હિરેન હિરપરાનો રાજ્યવ્યાપી સંગઠનાત્મક પ્રવાસ : જિલ્લા-મહાનગરો અને ગામડાઓમાં ખેડૂત અને સંગઠન સાથે સીધો સંવાદ : કેન્દ્ર અને રાજ્ય સરકારના કૃષિ તથા ખેડૂતલક્ષી નિર્ણયો અંગે પ્રદેશ બેઠકમાં અભિનંદન પાઠવાયા : ખેડૂત સંપર્ક, પ્રાકૃતિક કૃષિ, યુવા કૃષિ-ઉદ્યોગસાહસિકતા અને લાભાર્થી સંવાદના કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે : કૃષિ અને ખેડૂત કલ્યાણની યોજનાઓ તથા સરકારના નિર્ણયોનો લાભ અને માહિતી છેવાડાના ખેડૂત સુધી પહોંચે તે માટે સરકાર અને સંગઠન વચ્ચેનું સક્રિય સંકલન મહત્વપૂર્ણ : જીતુભાઈ વાઘાણી : પ્રદેશથી ગામ સુધી સંગઠન સતત ખેડૂતના સંપર્કમાં રહે અને વિવિધ સેલોની કામગીરી સુસંકલિત રીતે આગળ વધે તે દિશામાં કિસાન મોરચાની કામગીરીને વધુ સઘન બનાવાશે : ભરતભાઈ પંડ્યા : સંગઠન, સંપર્ક અને સંવાદ સાથે ખેડૂતો, યુવાનો અને કૃષિ ક્ષેત્રના વિવિધ વર્ગોને જોડવા માટે કિસાન મોરચો રાજ્યભરમાં સતત રચનાત્મક રીતે કાર્ય કરશે : હિરેન હિરપરા4:33 PM IST
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ નંબર વગરના અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવ : ૨૦ દિવસમાં ૧૮ હજારથી વધુ કેસ અને ૪ હજારથી વધુ વાહનો કરાયા ડિટેઇન : સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસ.પી. વી. સાહિત્યા દ્વારા વાહનચાલકોને નિયમાનુસાર નંબર પ્લેટ લગાવવા અપીલ : ટ્રાફિક નિયમભંગ બદલ રૂ. ૫૮.૫૬ લાખનો દંડ વસૂલાયો : આગામી ૧૪ ઓક્ટોબર સુધી ચાલશે સઘન ઝુંબેશ2:42 PM IST
વાહન વેચનાર-ખરીદનારના આધારકાર્ડ ઓટીપીથી નામ ફેરફારની RTOમાં સુવિધા : ટ્રાન્સફરમાં પણ અરજદારોના સમય-નાણાં બંને બચશેઃ હવે જૂનું વાહન ખરીદ્યા બાદ તેની આરસી બુકમાં માલિકી હક બદલવા (RC ટ્રાન્સફર) માટે આરટીઓ કચેરીના ધરમધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. : આરટીઓમાં ફેસલેસ ક્રાંતિને કારણે બે જ કલાકમાં માલિકી ફેરફાર થશે10:04 AM IST
આગામી 7 દિવસ રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા:હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય : 2 દિવસ ભારે વરસાદની આગાહી : અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના :ભરૂચ, તાપી, નવસારી અને ડાંગમાં પણ વરસાદની શક્યતા :અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે1:17 PM IST
‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ : ગુજરાતની સરકારી કચેરીઓમાં વિશિષ્ટ સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ : શ્રેષ્ઠ કામગીરી કરનારી કચેરીઓને સુશાસન દિવસે અપાશે પ્રોત્સાહક સન્માન : જૂની દસ્તાવેજી ફાઈલો, ભંગાર અને વિજાણુ કચરાના નિકાલ માટે ૧૦૦ ગુણનું ગુણવત્તા મૂલ્યાંકન : ઉત્કૃષ્ટ, ઊભરતી અને આશાસ્પદ શ્રેણીમાં પસંદગી કરાશે11:04 AM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના ‘નારીને ન્યાય’ અભિગમનું ગ્રામ્ય કક્ષાએ વિસ્તરણ : ગુજરાતની ૧૦ આદિજાતિ પંચાયતોમાં પ્રાયોગિક ધોરણે શરૂ થશે નારી અદાલત : મહિલા સરપંચોના નેતૃત્વ હેઠળ ગ્રામીણ મહિલાઓના પ્રશ્નો સ્થાનિક સ્તરે જ ઉકેલાશે : રાજ્યમાં કાર્યરત ૨૭૦થી વધુ નારી અદાલતોમાં ૯૯% કેસોના સફળ નિકાલ બાદ સરકારી નિર્ણય10:00 AM IST
હજારો વર્ષોની આપણી સભ્યતામાં જે વિકાર આવ્યો હતો તેને દૂર કરીને એક નવું સમૃદ્ધ ભારત, સશકત ભારત બનાવવાનું સ્વપ્ન સરદાર સાહેબે આપણને આપ્યું” :કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ : કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને હૃદયાંજલિ અર્પણ કરી6:59 PM IST
સમગ્ર ગુજરાતમાં ગુજકોસ્ટ દ્વારા વૈજ્ઞાનિક અભિગમ અને તાર્કિક વિચારસરણીનો સંચાર કરવા 'રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ'નું આયોજન : સમાજમાં સત્ય, તર્ક અને જ્ઞાન આધારિત વિચારસરણીને પ્રોત્સાહિત કરવા તથા પરંપરાગત વહેમો અને અંધશ્રદ્ધાઓમાંથી મુક્ત થઈ પ્રગતિશીલ વિચારધારા કેળવવાના શુભ આશય સાથે કાર્યક્રમ 6:52 PM IST
પ્રસિદ્ધ અભિનેતા રણદીપ હુડાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી : સ્ટેચ્યુ ઓફ યુનિટીની યાત્રા અત્યંત ભાવુક અને અભિભૂત કરનાર રહી: મારા બાળક અને પિતા સાથે એક જ સમયે મહાન વ્યક્તિત્વને સમર્પિત આ સ્મારકની મુલાકાત અત્યંત યાદગાર અવસર છે - અભિનેતા રણદીપ હુડા: અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને હૃદયાંજલિ અર્પી6:49 PM IST
બુધવારે રાજ્યના તમામ જિલ્લા તથા મહાનગરોમાં CHC, PHC તથા UCHC ખાતે આરોગ્ય તપાસ શિબિરો યોજાશે : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ હેઠળ કાલે રાજ્યભરમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે:રાજ્યભરમાં MCH, GMERS, DH તથા SDH હોસ્પિટલો ખાતે મહિલા આરોગ્ય અને સ્વચ્છતા કાર્યક્રમો યોજાશે6:45 PM IST
ગાંધીનગરમાં માર્ગ સલામતી જનજાગૃતિ અર્થે તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ મેગા ‘બાઇક રેલી’નું આયોજન: 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ અંદાજે ૫૦૦થી વધુ બાઇકર્સ આપશે સુરક્ષાનો સંદેશ : ‘બાઇક રેલી’નો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો અનિવાર્ય ઉપયોગ તેમજ નિયત ગતિમર્યાદાના પાલન જેવા મહત્વપૂર્ણ ટ્રાફિક નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે: ગુજરાત રોડ સેફ્ટી કમિશનર સતીશ પટેલ1:17 PM IST
તાપીને મળી અદ્યતન આરોગ્ય સેવા સુવિધાઓ:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૩૧૭ બેડની યુ.એન.એમ. ટ્રાન્ઝિશનલ હોસ્પિટલનું વ્યારામાં લોકાર્પણ કર્યુ : ૮૦૦ બેડની નવી હોસ્પિટલનું ખાતમૂર્હત સંપન્ન:તાપી સહિતના સરહદી આદિજાતિ વિસ્તારોના 8 લાખથી વધુ લોકોને નજીકના સ્થળે જ આરોગ્ય સેવાનો લાભ મળતો થશે: સૌના માટે આરોગ્ય સુખાકારીનો મંત્ર સાકાર થશે1:42 PM IST
રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ગુજરાત મોખરેઃ દેશના ટોપ ૨૦ જિલ્લાઓમાં રાજ્યના ૧૦ : બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગર ટોપ-૨૦માં ઇક્વિટી બજારમાં ગુજરાતની મજબૂત ભાગીદારીઃ ગુજરાતમાં રોકાણકારોની સંખ્યા ૧.૧૫ કરોડને પાર : ઓગસ્ટ મહિનામાં ૨.૩ લાખ નવા રોકાણકારોના ઉમેરા સાથે દેશભરમાં નવા રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ગુજરાત મોખરે 10:36 AM IST
હોસ્ટેલ-કેન્ટીનમાં વાસી ખોરાક પીરસાય છેઃ ૬પ કિલો અખાદ્ય જથ્થાનો નાશ : જુઓ વિડીયો : શહેરના વિવિધ વિસ્તારોમાં પ૩ ખાણી-પીણીના વેપારીઓને ત્યાં મનપાનું ચેકીંગઃ ૧૮ને નોટીસ :રામ પાર્ક, મહિલા કોલેજમાંથી ઘઉં, પોપકોર્ન પેકેટ, સડેલા બટેટા પકડાયાઃ મેકડોનાલ્ડસ-કુવાડવા રોડ તથા બર્ગર કિંગ-ક્રિસ્ટલ મોલમાંથી ૩ નમુના લેતી ફુડ શાખા2:50 PM IST
દારૂ ઢીંચી બેફામ કાર હંકારી પ્ર.નગરના બે પોલીસમેનને બાઇક સહિત ઠોકરે લીધાઃ બાઇક ૨૦૦ મીટર ઢસડયું : પડધરીના ડાંગરા ગામે રહેતાં મુળ ઉત્તરાખંડ દહેરાદૂનના નિપુણકુમાર મદનસિંગે રાજકોટમાં જંકશન મેઇન રોડ પર રાતે નશાની હાલતમાં અકસ્માત સર્જયોઃ કાયદાનું ભાન કરાવાયું : પ્ર.નગરના વનરાજભાઇ બોરીચા અને રીયાઝભાઇ ભીપોત્રા રાતે પેટ્રોલીંગમાં નીકળ્યા ત્યારે બનાવઃ ઝડપાયેલો શખ્સ સોલારનું કામ કરે છે11:52 AM IST
૨૦૦ કિલો ગાંજો ઓરિસ્સાથી સપ્લાય કરનાર હડાળાનો અમિત ઉર્ફે અમિન અને તેનો ભાઇ સિકંદર ઉર્ફે ઉંદેડો ઝડપાઇ ગયા : એસઓજીએ બામણબોર પાસેથી એક મહિના પહેલા ટ્રક સાથે રાજકોટ-ઉપલેટાના શખ્સને પક્ડયા બાદ નામ ખુલ્યું હતું : ડીસીબી પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એસ. એમ. રાણા, સંજયભાઇ, રાહુલભાઇ, વિજયભાઇ, નિકુંજભાઇની બાતમી સહિતની બાતમીથી કાર્યવાહીઃ મંગાવનારા રમીજ ઉર્ફે માયો પણ અગાઉ પકડાયો હતો : અમિન ઓરિસ્સામાં મકાન ભાડે રાખી ત્યાંથી સોૈરાષ્ટ્રભરમાં ગાંજાની સપ્લાય કરતો હોવાની પ્રાથમિક વિગતો ખુલીઃ રિમાન્ડની તજવીજ3:49 PM IST
"વિકસિત ભારત 20147" વિષયક વકૃત્વ સ્પર્ધામા હોસ્ટેલની બાળાઓ-સ્કૂલના ૨૫૦ બાળકોને મિષ્ટાન સાથે ભોજન : હોસ્ટેલની બાળાઓને સ્વામી વિવેકાનંદની નારી ઉત્કર્ષની પુસ્તિકાની ભેટ : રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાનુ પ્રેરણાદાયક કાર્ય : જુઓ વિડીયો : નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના સુશાસન નિમિત્તે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ સંચાલિત નગર શ્રી જે જે પાઠક પ્રાથમિક શાળા નંબર 19 ખાતે આયોજન થયું હતું : 25 સ્કૂલોએ ભાગ લીધો'તો : વકૃત્વ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ,દ્વિતીય,અને તૃતીય વિદ્યાર્થીને પ્રમાણપત્ર અપૅણ3:40 PM IST
મનપામાં જન્મ-મરણ નોંધણીના મામલે જનરલ બોર્ડને ગોળગોળ જવાબ અપાયાનો આક્ષેપ : આધારની પ્રક્રિયામાં કયુઆર કોડ વગરનાં જન્મ-મરણ પ્રમાણપત્રો સ્વીકારાતાં ન હોવાની ફરિયાદઃ અરજદારો પરેશાન : કોંગ્રેસના કોર્પોરેટરના પ્રશ્નના લેખિત જવાબ મુજબ સીઆરએસ પોર્ટલમાં મરણની આશરે ૪ લાખ નોંધ તબદીલ કરવાની બાકીઃ રોજ મહત્તમ ૫૦૦ એન્ટ્રી થાય તો રજા વિના પણ કામ પૂરૂ થતાં ઓછામાં ઓછા ૮૦૦ દિવસ લાગે3:50 PM IST
રાજકોટ નોટરી એસો.ના નવા હોદેદારોની બિનહરીફ વરણી : પ્રમુખપદે પ્રકાશસિંહ ગોહિલ : કાર્યકારી પ્રમુખ યોગેશ ઉદાણી, ઉપપ્રમુખ વિજય તોગડીયા, પંકજ દોંગા, હસમુખ જોષી, સેક્રેટરી દિલીપ મેહતા, જો.સેક્રેટરી જીતેન્દ્રગીરી ગોસ્વામી, દિનેશ પમનાણી, પરાગ શાહ, રમેશ ભંડેરી સહિતના વકીલોની વરણીઃ નોટરી વકીલોને પડતી મુશ્કેલીઓ પ્રશ્ને એસોસીએશનની યશસ્વી કામગીરીઃ સમાજ માટેનોટરી વકીલોની કામગીરી ખુબ જ અગત્યની છે11:51 AM IST
બોલેરોમાં બકાલા પાછળ છુપાવ્યો હતો ૫.૪૭ લાખનો દારૂ!: બે રાજસ્થાનીને પીસીબીએ પક્ડયા : પરસાણાનગરના આરીફે મહારાષ્ટ્રથી મંગાવેલો જથ્થો તેના સુધી પહોંચ્યો જ નહિ : પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા અને ટીમની કામગીરીઃ ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા અને વિશાલભાઇ દવેની બાતમી3:23 PM IST
વિવેક પરસાણા અને તેના ભાઇ પર પાઇપ, તાવીથાથી હુમલોઃ બીજી વાર ભેગો થાય તો પતાવી દેવાની ધમકી : કોઠારીયા સ્વાતિ પાર્ક રોડ પર બની રહેલા બ્રીજ નીચે વાહન અડી જવા મામલે મારામારી : ઢાળ પરથી વિવેકનું હોન્ડા પાછળના એક્ટીવામાં અડી જતાં તેના ચાલકે બીજા શખ્સ, મહિલાને બોલાવી હુમલો કર્યાની ફરિયાદઃ એક્ટીવાચાલક વનરાજભાઇ ગોગડા પણ હાથમાં ગંભીર ઇજાની ફરિયાદ સાથે સારવારમાં3:29 PM IST
જૂનાગઢમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ : ગૌચર દબાણની અરજી પાછી ખેંચવા રૂ. ૩.૫૦ લાખની લાંચ લેતા કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી રંગેહાથ ઝડપાયા : એ.સી.બી. જૂનાગઢ એકમની કાર્યવાહી: રૂ. ૫.૨૫ લાખની કુલ માંગણી સામે રૂ. ૧.૭૫ લાખ મેળવી ચૂક્યા બાદ બાકીના રૂ. ૩.૫૦ લાખ સ્વીકારતા મધુરમ બાયપાસ પાસે કરશનભાઇ સોલંકીને ઝડપી લેવાયા7:02 PM IST
કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે ભાવનગર ખાતે સ્પીપા પ્રાદેશિક તાલીમ કેન્દ્રનો પ્રારંભ : જુનિયર ક્લાર્ક વર્ગ-૩ સંવર્ગના કર્મચારીઓની પૂર્વ સેવા તાલીમના પ્રથમ વર્ગનો પણ પ્રારંભ : સિદસર ખાતે ૨.૨૬ એકર વિસ્તારમાં આધુનિક સ્પીપા કેન્દ્ર નિર્માણ પામશે : સ્પીપા તાલીમ કેન્દ્ર સૌરાષ્ટ્રના યુવાનો માટે નવી તકોનું દ્વાર ખોલશે : ભાવનગરમાં સ્પીપા તાલીમ કેન્દ્ર શરૂ થવું સમગ્ર વિસ્તાર માટે ગૌરવની બાબત : ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના યુવાનોને મળશે લાભ : કેન્દ્રિય રાજયમંત્રી નિમુબેન બાંભણીયા4:46 PM IST
પશ્ચિમ કચ્છ એલસીબીનો સતત બીજે દિ’ ધડાકો: નખત્રાણા પંથકમાંથી રૂ. ૪૮ લાખના વિદેશી દારૂ સાથે ૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત : જુઓ વિડીયો : દારૂના કટિંગ સમયે જ વડવા કાંયા ગામ પાસે બાવળની ઝાડીઓ પાસેથી જથ્થો ઝડપાયો, પંજાબથી કચ્છ સુધી દારૂ લાવનાર ટ્રક ડ્રાઇવર ઝડપાયો, લિસ્ટેડ બુટલેગર જીતુભા મંગળસિંહ સોઢા અને અન્ય ઇસમોને ઝડપવાના બાકી 3:43 PM IST
આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા ઇન્ટરનેશનલ કો.ઓપરેટીવ એલાયન્સના ગ્લોબલ બોર્ડ ઓફ ડીરેકટર્સમાં ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની વરણી : વિદેશની ધરતી પર સૌએ "ભારત માતા કી જય...,વંદે માતરમ...ના નારાઓથી સભાખંડને ગુંજાવી દીધો : ભારતના સહકારી આંદોલનની ભાવના, અનુભવ,દ્રષ્ટીકોણને વૈશ્વિક મંચ પર અસરકારક રીતે રજુ કરવા-સમગ્ર વિશ્વમાં સહકારિતાને વધુ મજબુત બનાવવા પ્રતિબદ્ધ : દિલીપભાઈ સંઘાણી9:26 AM IST
વાંકાનેરમાં જીતુભાઇ સોમાણી આયોજીત ‘માર્કેટ ચોક કા રાજા' ગણેશ ઉત્સવમાં ઉમટતા ભાવિકો : શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દરરોજ રાસ-ગરબા, રાસ મંડળી દ્વારા હુડો રાસ (માલધારી ભાઇઓ દ્વારા) તલવાર રાસ, નૃત્યુ સહિતના વિવિધ કાર્યક્રમોની વણઝાર-૧૧૧૧ દીપની મહાઆરતીનું આયોજન આ ઉપરાંત ગયા વર્ષે ભાવિકો દ્વારા રાખવામાં આવેલ માનતાઓ પુરી કરવા ભકતજનોનો પણ ભારે ધસારોઃ અશ્વિનભાઇ જોબનપુત્ર દરરોજ રાત્રે આરતીમાં હજારોની સંખ્યામાં પધારતા ગણેશ ભકતોને શુધ્ધ ઘીના લાડુ તેમજ વિવિધ જાતનો પ્રસાદ અપાય છેઃ જીતુભાઇ સોમાણી11:22 AM IST
ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા માંથી ભેળસેળયુક્ત દૂધનો જથ્થો ઝડપાયો; ૬ નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર : ૧૨ છાત્રાલયો-હોસ્ટેલના રસોડાની તપાસ દરમિયાન ૭ ને નોટીસ : દૂધના પાવડર તથા ફોરેન ફેટ અને વનસ્પતિની હાજરી મળી આવતા તમામ નમૂનાઓને લેબોરેટરી દ્વારા "સબ સ્ટાન્ડર્ડ" જાહેર : ૬ લોકો સામે એફ.એસ.એસ.એ. ૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી1:26 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં જલઝીલણી એકાદશીની ઉજવણી : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ફ્રૂટનો અન્નકૂટ : શ્રી ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર : પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ ભક્તિ અને ઉમંગ સાથે ગણપતિ મૂર્તિ વિસર્જન વિધિ પૂર્ણ : "ગણપતિ બાપ્પા મોરિયા...અગલે બરસ તું જલ્દી આના..." ના નારા સાથે મંદિર પરિસરમાં શોભાયાત્રા4:15 PM IST
સૌરાષ્ટ્ર પાસે પ્રતિભા છેઃ હવે તેને સંસ્થાઓની જરૂર છે : બે વિધાર્થીઓ, બે રાષ્ટ્રીય પરીક્ષાઓ અને એક સામાન્ય પ્રશ્ન : શ્રેષ્ઠ તકો આજે પણ પ્રદેશની બહાર જ કેમ રહેવી જોઈએ? આઈઆઈઈએસટી શિબપુર એક વર્તમાન એન્જિનિયરિંગ સંસ્થા, જેને રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થામાં પરિવર્તિત કરવામાં આવી એન્જિનિયરિંગમાં પ્રવેશ જેઈઈ મેઈન દ્વારા વાણિજ્યમાં પ્રવેશ સીયુઈટી દ્વારા, રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા, ગુજરાત પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે. ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટઃએક વર્તમાન સરકારી કેમ્પસ, જે ઘણી મોટી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાનો પાયો બની શકે. બે વિદ્યાર્થીઓ, એક જ સમસ્યા2:00 PM IST
પાકિસ્તાનમાં કાળમુખો પિશાચી આતંકઃ AK-47 સાથે ત્રાટકેલા નકાબપોશ રાક્ષસોએ બંદૂકની અણીએ મંત્રીનું કર્યું સટાકથી અપહરણ: ધ્રૂજાવી દેતા દ્રશ્યો કેમેરામાં કેદ : પડોશી દેશ પાકિસ્તાનની નાપાક સત્તા અને કાયદા-વ્યવસ્થાનો બોલાઈ ગયો પૂરેપૂરો કૂચડો:કાળો નાગ બનીને ધસી આવેલા હથિયારબંધ આતંકી પિશાચોએ દેશના મંત્રીને જ કાળમુખી બંદૂકની અણીએ દબોચી લેતાં સમગ્ર પાકિસ્તાનમાં સન્નાટો અને હોશ ઊડ્યા: મગજ ચકરાવે ચડાવી દે તેવી ઘટનાઃ હાથમાં તોતિંગ AK-47 રાઇફલો અને મોં પર કાળમુખા નકાબ પહેરીને આવેલા પિશાચોએ મંત્રીની ગાડી ઘેરીને આચર્યો રાક્ષસી ખેલ: મંત્રીની સુરક્ષા કવચનો સટાકથી કૂચડો બોલાવીને આતંકીઓ મંત્રીને અજ્ઞાત સ્થળે ઢસડી ગયા: સેકન્ડોમાં થયેલા આ પિશાચી કાંડનો વિસ્ફોટક ભંડાન ફોડ6:01 PM IST
ઈયુના કાળમુખા પિશાચી ચાબુકથી ટેક જગતમાં ભયાનક ભૂકંપઃ લોકેશન ડેટાના નિયમોનો કૂચડો બોલાવવા બદલ ગૂગલ પર ફેરવાયો કાળો નાગ, રૂ. ૪,૦૦૦ કરોડનો તોતિંગ દંડ : યુરોપિયન યુનિયન (EU)ની વિસ્ફોટક અને આકરી કાર્યવાહીથી તોતિંગ ટેક ગાયન્ટ ગૂગલના હોશ ઊડ્યા, છતમાંથી ધુમાડા નીકળી ગયા: યુઝર્સના અતિ સંવેદનશીલ લોકેશન ડેટા સાથે ખિલવાડ કરી પ્રાઈવસીના ધજાગરા ઉડાડવાનો પિશાચી ખેલ ચૌટા વચાળે ખુલ્લો પડ્યો: ગૂગલે ઈયુના કડક ડેટા પ્રોટેક્શન નિયમોનો સટાકથી કૂચડો બોલાવીને યુઝર્સના લોકેશન ટ્રેક કરતાં જ રેગ્યુલેટર્સે ઝીંક્યો રાક્ષસી કોરડો: અંકબંધ રૂ. ૪,૦૦૦ કરોડ ($500+ Million)નો તોતિંગ અને કાળજું કંપાવનારો દંડ ફટકારીને આંતરરાષ્ટ્રીય સ્તરે ધમાકેદાર ભંડાન ફોડ6:04 PM IST
વૈશ્વિક રાજકારણમાં મહા-વિનાશનો કાળમુખો આતંકઃ વધુ બે દેશો વચ્ચે ફાટી નીકળ્યું ઘમસાણ પિશાચી યુદ્ધ: યમનમાં ૬૮૦ નિર્દોષોના કાળજું કંપાવતા મોત: ૧.૩૦ લાખ લોકો બેઘર, યુએનના રિપોર્ટમાં વિસ્ફોટક ભંડાન ફોડ : મધ્યપૂર્વના રણમેદાનમાં ફરી વળ્યો કાળો નાગ: રાક્ષસી ગોળીબાર અને તોતિંગ બોમ્બમારાથી માનવતાનો બોલાઈ ગયો પૂરેપૂરો કૂચડો: યુએન (UN)ના કાનમાંથી ધુમાડા કાઢી નાખતા સનસનાટીપૂર્ણ રિપોર્ટમાં ચોંકાવનારો ભંડાન ફોડ : ભયાનક યુદ્ધના ખપ્પરમાં હોમાઈ ગયા ૬૮૦થી વધુ માસૂમ નાગરિકો:તોપમારો અને મિસાઈલ હુમલા વચ્ચે ૧.૩૦ લાખથી વધુ લોકો આશિયાનો ગુમાવીને દારુણ રઝળપટ કરવા મજબૂર:ચારેય તરફ કરુણ ચીસાચીસ અને અરેરાટી6:05 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના રાજકારણમાં પિશાચી વાવાઝોડુંઃ મહાસત્તા અમેરિકાએ કાળો નાગ ફેરવી CNN પર મૂક્યો બેન:તો તોતિંગ મીડિયા હાઉસિસે એક થઈ ટ્રમ્પનો બોલાઈ દીધો પૂરેપૂરો કૂચડો : પાવર અને પ્રેસ વચ્ચેનો રાક્ષસી સંગ્રામ ચરમસીમાએ, વિશ્વની અગ્રણી સત્તા અમેરિકાના વાઈટ હાઉસમાં સટાકથી સળગી વિસ્ફોટક આક્રોશની જ્વાળા!ઃ 'જેવા સાથે તેવા'નો કાળમુખો ખેલઃ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાના પિશાચી મજબૂરી હેઠળ વિશ્વવિખ્યાત ન્યૂઝ ચેનલ CNN પર પ્રતિબંધનો કોરડો વીંજતાં જ હોશ ઊડ્યા!ઃ ટ્રમ્પના આ પિશાચી નિર્ણક્ષ સામે મીડિયા જગત એકજૂટ, અનેક તોતિંગ ન્યૂઝ ચેનલો અને પત્રકારોએ કાળમુખો આક્રોશ દાખવી ડોનાલ્ડ ટ્રમ્પનો કર્યો વિસ્ફોટક બોયકોટ!: પત્રકારત્વની સ્વતંત્રતા પર કાળો નાગ ફેરવવાના પ્રયાસો સામે તોતિંગ મીડિયા સામ્રાજ્યે ટ્રમ્પના કવરેજ પર જ બેન મૂકીને આપ્યો કાળજું કંપાવતો વળતો પ્રહાર6:03 PM IST
ગ્લોબલ વોર્મિંગનો પિશાચી મહા-વિનાશઃ ૪૭ વર્ષમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્ટિકામાંથી અબજો ટન બરફ સટાકથી સ્વાહા:ગરમ પાણી બન્યું કાળમુખી મુસીબત: પૃથ્વી પર મહા-પ્રલયનો ભયાનક ખતરો : સમગ્ર માનવજાત અને પૃથ્વીના અસ્તિત્વનો સટાકથી બોલાઈ ગયો પૂરેપૂરો કૂચડો:પર્યાવરણના ચોંકાવનારા રિપોર્ટમાં કાળજું કંપાવતો વિસ્ફોટક ભંડાન ફોડ : છેલ્લા ૪૭ વર્ષમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્ટિકાની મહાકાય બરફની ચાદર પર ફેરવાયો કાળો નાગ:દરિયાનું પિશાચી ગરમ પાણી બરફના પહાડોને અંદરથી કોતરીને અબજો ટન બરફ ઓગાળી રહ્યું હોવાનો કાનમાંથી ધુમાડા કાઢી નાખે તેવો ખુલાસો: સમુદ્રની જળસપાટી ભયાનક રાક્ષસી ઝડપે વધતાં વૈશ્વિક દરિયાકાંઠાના શહેરો અને ટાપુઓ પર જળસમાધિનો કાળમુખો તોળાતો ખતરો: વૈજ્ઞાનિકોના હોશ ઊડી ગયા: ક્લાયમેટ ચેન્જના પિશાચી તાંડવ સામે આખી દુનિયાના હજારો દેશોમાં ભયાનક ધ્રૂજારી અને આક્રોશ6:04 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો દબદબો! ગોલ્ડ મેડલ જીતીને કેપ્ટન હરમનપ્રીત કૌરે આપ્યું પ્રેરણાદાયી નિવેદન: "અમે સોનાનો દરવાજો ખોલ્યો છે, હવે દેશ માટે ગોલ્ડની ઝડી લગાવી દો" : શ્રીલંકાને ૧૪૭ રનથી હરાવીને સતત બીજી વાર સુવર્ણચંદ્રક પર કબજો જમાવ્યો: જાપાનની સુવિધાઓ અને પિચ અંગે પ્રશંસા કરતાં હરમનપ્રીતે તમામ ભારતીય એથ્લેટ્સને બિરદાવ્યા6:29 PM IST
એશિયન ગેમ્સ ૨૦૨૬: લક્ષ્ય સેન અને ડબલ્સ જોડીના દમદાર પ્રદર્શનથી ભારત પુરુષ બેડમિન્ટન ટીમ સેમીફાઈનલમાં! જાપાનને ૩-૦થી ધૂળ ચાટતી કરીને મેડલ પક્કો કર્યો : યજમાન જાપાન સામે પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ લક્ષ્ય સેને સાત પોઈન્ટની હારમાંથી યાદગાર વાપસી કરી: સાત્વિક-ચિરાગ અને આયુષ શેટ્ટીએ શાનદાર વિજય મેળવી સેમીફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી5:19 PM IST
ઈંગ્લેન્ડના 'એક્સપ્રેસ ફાસ્ટ બોલર' માર્ક વુડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ: સતત ઈજાઓથી પરેશાન થઈને ૨૫૩ વિકેટ સાથે ૧૦ વર્ષની ઝળહળતી કારકિર્દી પર મુક્યું પૂર્ણવિરામ : ૨૦૧૯ વન-ડે વર્લ્ડ કપ અને ૨૦૨૨ T20 વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લિશ ટીમના મુખ્ય હથિયાર રહેલા વુડે આખરે બોલિંગ રન-અપ છોડ્યો: ૧૫૦+ કિમી/કલાકની એક્સપ્રેસ સ્પીડથી બેટ્સમેનોને થથરાવનાર સ્પીડસ્ટરની વિદાય5:24 PM IST
જાપાનમાં ક્રિકેટનો નવો ઉદય! ભારત સામેની મેચમાં ચાહકો માટે લવાયેલી વિશેષ 'ક્રિકેટ ગાઈડ' જોઈને સચિન તેંડુલકર થયા ખુશખુશાલ : 'સુર્યોદયના દેશ'માં ક્રિકેટની સમજ આપતી બે પાનાની કલરફુલ ગાઈડ દર્શકોના ચહેરા પર લાવ્યા સ્મિત: ભારત-જાપાન મુકાબલા દરમિયાન અમ્પાયરના ઈશારાથી લઈને સ્કોરબોર્ડ વાંચવાની રીત સમજાવતી પત્રિકાઓ વહેંચાઈ5:22 PM IST
'દૃશ્યમ ૩' માંથી અક્ષય ખન્નાની અણધારી એક્ઝિટ: શૂટિંગના માત્ર ૭ દિવસ પહેલા ફિલ્મ છોડી, હવે આ દમદાર વિલનની થઈ એન્ટ્રી! : દિગ્દર્શક અભિષેક પાઠકે કાસ્ટિંગ ફેરફાર પાછળનું સત્ય ઉજાગર કર્યું: અક્ષય ખન્નાની જગ્યાએ જયદીપ અહલાવતને ગોલ્ડન ચાન્સ, નવી સ્ક્રિપ્ટ સાથે ૨ ઓક્ટોબરે સિનેમાઘરોમાં ધમાકો કરશે અજય દેવગન4:36 PM IST
સપ્ટેમ્બરમાં મનોરંજનનો મોટો ધમાકો! Netflix, Prime Video અને Jio Hotstar પર રિલીઝ થશે ૯ દમદાર ફિલ્મો અને વેબ સિરીઝ : સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઘરબેઠા મળશે ઓરિજિનલ મનોરંજનનો ઓવરડોઝ: પરિણીતી ચોપરાની ડેબ્યૂ સિરીઝ 'શાક' થી લઈને વીરેન્દ્ર સેહવાગના ધમાકેદાર રિયાલિટી શો 'રાઈઝ એન્ડ ફોલ' સુધીની સંપૂર્ણ યાદી5:48 PM IST
હાર્દિક હિન્ડોચાનો આજે જન્મદિન2:48 PM IST










































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી














































































































































































































