News of Wednesday, 23rd April 2025
સુરતના સારોલીમાં 13 વર્ષની કિશોરીને પાડોશી યુવકે હવસનો શિકાર બનાવી: પેટમાં દુખાવો થતા ભાંડો ફૂટ્યો
કિશોરી સાથે ડ્રાઇવર રાઘવેન્દ્ર દ્વારા શારીરિક સંબંધ બાંધવામાં આવતા કિશોરી ગર્ભવતી થઈ:આરોપીની પોલીસે મધ્યપ્રદેશથી ધરપકડ કરી

સુરતના સારોલી વિસ્તારમાં રહેતી એક 13 વર્ષની કિશોરીને પાડોશમાં રહેતા 21 વર્ષીય ડ્રાઇવર રાઘવેન્દ્ર દ્વારા પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી. ત્યારબાદ કિશોરી સાથે ડ્રાઇવર રાઘવેન્દ્ર દ્વારા શારીરિક સંબંધ બાંધવામાં આવતા કિશોરી ગર્ભવતી થઈ હતી. સમગ્ર મામલે આરોપી ની પોલીસે મધ્યપ્રદેશ થી ગણતરીના સમય માં ધરપકડ કરી હતી
સુરતના સારોલી વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરીને પેટમાં દુખાવો થયા બાદ તેને પરિવારના સભ્યો હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા કિશોરીને 3 મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું. તેથી ડોક્ટર દ્વારા આ બાબતે પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી અને પરિવારના સભ્યો 13 વર્ષની કિશોરી ગર્ભવતી હોવાની જાણ થતા સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારે કિશોરીની પૂછપરછ કરતા પરિવારના સભ્યોને જાણવા મળ્યું હતું કે, પાડોશમાં જ રહેતા 21 વર્ષના ઈસમ રાઘવેન્દ્ર ઘરની સામે બેસી રહેતો ત્યારબાદ કિશોરી પાસેથી રાઘવેન્દ્રએ મિત્રતાના બહાને નંબર માંગ્યો હતો. બંને ફોન પર વાતચીત કરતા અને ત્યારબાદ રાઘવેન્દ્રએ કિશોરીને મળવા માટે અવાવરું જગ્યાએ બોલાવી હતી.ત્યાં કિશોરી સાથે પ્રથમ વાર શરીર સબંધ બાંધ્યો હતો.
રાઘવેન્દ્ર એ કિશોરીને એકવાર નહીં પરંતુ ત્રણ વખત અવાવરું જગ્યાએ મળવા માટે કારમાં લઈ ગયો હતો ત્યાં કિશોરી સાથે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું જેથી કિશોરી ગર્ભવતી થઈ હતી. આ બાબતે કિશોરીના પરિવારના સભ્યો દ્વારા સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે ફરિયાદ દાખલ થતાની સાથે જ 21 વર્ષે કાર ડ્રાઇવર રાઘવેન્દ્રસિંગને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.તે દરમ્યાન આરોપી મધ્યપ્રદેશ થી ઝડપાયો હતો..
સારોલી પોલીસને પરિવારે ફરિયાદ કરતા રાઘવેન્દ્રને સમગ્ર ઘટનાની જાણ થઈ ગઈ હતી . પોલીસે તેની પાસે પહોંચે તે પહેલા જ તે પોતાના વતન મધ્યપ્રદેશ નાસી છૂટ્યો હતો એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ડ્રાઇવર રાઘવેન્દ્રસિંહ મધ્યપ્રદેશ તરફ ભાગી ગયો છે. તેથી સારોલી પોલીસની એક ટીમ આરોપીને પકડવા માટે મધ્યપ્રદેશ તેના વતન તરફ ગઈ હતી અને આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પૂછપરછમાં રાઘવેન્દ્ર દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે તેને સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી કિશોરીને કારમાં બેસાડી હતી અને ત્યારબાદ આઉટર રીંગરોડ તરફ લઈ ગયો હતો. જ્યાં અવાવરૂ જગ્યા પર કાર ઉભી રાખી કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને આ શરીર સંબંધ બાંધવાના કારણે કિશોરીને ગર્ભ રહ્યો હતો.
માત્ર 13 વર્ષની કિશોરીને ગર્ભ રહી ગયો હોવાને લઈને કોર્ટમાં કિશોરીના ગર્ભપાત બાબતે મંજૂરી માગવામાં આવી હતી અને કોર્ટ દ્વારા કિશોરીની ઉંમર અને તેને પડતી તમામ તકલીફો અને પરિસ્થિતિના આધારે કિશોરીનું ગર્ભપાત કરાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી.. ગર્ભપાત બાદ તેમનો ડીએનએ ટેસ્ટ કરી મજબૂત પુરાવા પોલીસ એકત્ર કરશે અને કોર્ટમાં રજૂ કરી આરોપીને કડક સજા થાય તે પ્રકારની કાર્યવાહી કરશે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
