<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

અમદાવાદ એરપોર્ટ પરથી ફરી વખત સોનુ ઝડપાયું: શારજહાંથી આવેલ મુસાફર પાસેથી કસ્ટમ વિભાગે 815 ગ્રામ સોનુ પકડ્યું

સોનાના કોટેટ વાયર અને વીંટી સહિતનો મુદામાલ જપ્ત : 18 અને 24 કેરેટનું 815.600 ગ્રામ સોનું ઝડપ્યું

અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના કિસ્સા ઉત્તરોત્તર વધતાં જાય છે. સમયાંતરે દાણચોરીનું સોનું લઇને આવતાં મુસાફરો ઝડપાતાં જાય છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી ફરી વખત સોનુ ઝડપાયું છે 

શારજાહથી આવેલ એક મુસાફરની તલાસી લેતા અંદાજે 815 ગ્રામ જેટલો સોનાનો જથ્થો ઝડપાયો છે, શારજહાંથી આવેલ મુસાફર પાસેથી કસ્ટમ વિભાગે સોનાના કોટેટ વાયર અને વીંટી સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે, 18 અને 24 કેરેટનું 815.600 ગ્રામ સોનું ઝડપ્યું  છે જેનો બજાર કિંમત 65 લાખથી વધુ છે

 

(10:17 PM IST)