<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd April 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1627 રૂપિયા સુધી બોલાયો : જાણો 26 યાર્ડમાં શું રહ્યાં ભાવ

ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 1,373.69 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 1,373.69 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમા 1627 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1534 રૂ. અને નીચો ભાવ 1410 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 1598 રૂ., બગસરામાં 1572 રૂ., વિસનગરમાં 1569 રુ., અમરેલીમાં 1561 રૂ., કડીમાં 1550 રૂ., ગોંડલમાં 1531 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,373.69 ટન કપાસની આવક થઇ છે.

(10:55 PM IST)