તા. ૨૪ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ વદ – ૧૦ શુક્રવાર
News of Wednesday, 23rd April 2025
ખેડા જિલ્લા પંચાયતનો સિંચાઈ વિભાગનો કર્મચારી મિતુલ કાછિયા લાંચ લેતા ઝડપાયો
કોન્ટ્રાક્ટરે ગટરનું કામ પૂર્ણ કરતાં તેનું બિલ પાસ કરાવવા માટે કાર્યપાલક ઈજનેરની સહી કરાવવાની લાંચ માગી હતી.

ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને ઝડપી લેવા માટે એન્ટી કરપ્શન બ્યુરો સક્રિય થઈ ગયું છે. છાશવારે કોઈના કોઈ વિભાગના અધિકારી લાંચના કેસમાં પકડાઈ રહ્યાં છે. ત્યારે ખેડા જિલ્લા પંચાયતનો સિંચાઈ વિભાગનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે
. ચિટનીશ મિતુલ કાછિયા 4050 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો છે. કોન્ટ્રાક્ટરે ગટરનું કામ પૂર્ણ કરતાં તેનું બિલ પાસ કરાવવા માટે કાર્યપાલક ઈજનેરની સહી કરાવવાની લાંચ માગી હતી.
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
