તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 24th April 2025
ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં બઢતી- બદલીનો ઘાણવો : ડિગ્રી ઈજનેરી કોલેજોના 159ની બઢતી અને 70 અધ્યાપકોની બદલી
સરકારે 7 વર્ષ બાદ 159 અધ્યાપકોને કલાસ-2માંથી કલાસ-1માં બઢતી આપી: અધ્યાપકોમાં ખુશીની લાગણી ફેલાઈ

ગાંધીનગર : સરકારના ટેક્નિકલ શિક્ષણ વિભાગ દ્વારા અંતે વર્ષો પછી મોટાપાયે બઢતી અને બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. 2018માં લાયક થયેલા અનેક સરકારી ડિગ્રી ઈઝનેરી કોલેજોના અધ્યાપકો જ્યારે બઢતીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સરકારે અતે 7 વર્ષ બાદ 159 અધ્યાપકોને કલાસ-2માંથી કલાસ-1માં બઢતી આપી દીધી છે અને જેથી અધ્યાપકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. આ ઉપરાંત સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજના 70 કલાસ-1 અધ્યાપકોની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.
સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોના અધ્યાપકો છેલ્લા ઘણાં સમયથી ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે સરકારે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપી દીધા બાદ હવે બઢતીનો લાભ આપવાનો પણ ઓર્ડર કરી દીધો છે. જેમાં રાજ્યની એલ. ડી, વિશ્વકર્મા સહિતની વિવિધ સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોના 159 અધ્યાપકોને કલાસ-2માંથી કલાસ-1માં બઢતી આપવામાં આવી છે અને સાથે બદલીના પણ ઓર્ડર કરાયા છે. 13 વર્ષે સરકારે બઢતીના આર્ડર જો કે અધ્યાપકો 2017 બાદ બઢતી માટે લાયક થયા હતા ત્યારે અંતે 7 વર્ષ બાદ સરકારે બઢતી આપી છે.
આ ઉપરાંત એલ.ડી, વિશ્વકર્મા, પાટણ, દાહોદ, મોડાસા, મોરબી, રાજકોટ સહિતની વિવિધ સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોના 70 કલાસ-1 અધ્યાપકોની બદલી કરવામા આવી છે. અધ્યાપક મંડળના જણાવ્યા મુજબ 13 વર્ષ પહેલા 66 અધ્યાપકોની બઢતી કરવામાં આવી હતી. અગાઉના ટેકનિકલ એજ્યુકેશન કમિશનર દ્વારા મોટા ભાગની પ્રક્રિયા પુરી કરાયા બાદ તાજેતરમાં નવા આવેલા ટેકનિકલ શિક્ષણ કમિશનરે તાકીદે અધ્યાપકોના હિતમાં મંજૂરીના ઓર્ડર આપતા આટલા વર્ષો બાદ અધ્યાપકોને બદલી-બઢતીનો લાભ મળતા અંતે ખુશી ફેલાઈ છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
